________________
--[૪૭]... ૧. ૨. ૫. ૪. ૪. વૈમાનિક (5) પર્યાપ્ત, (૩) અપર્યાપ્ત (૧૪૩)
(૧) કલ્પપગ (૧૪૪)
૧–સૌધર્મ ૨-ઈશાન
૮-સહસ્ત્રાર ૩–સનકુમાર
-આનત ૪–મહેન્દ્ર
૧૦–પ્રાણુત પ-બ્રહ્મલોક
૧૧-આરણ ૬-લાંક
૧૨-અચુત (૨) કપાતીત (૧૪૫)
A-Dયક (નવ પ્રકાર) B–અનુત્તરપપાતિક
૧-વિજય ૪–અપરાજિત ૨–વૈજયંત પ-સર્વાર્થસિદ્ધ ૩-જયંત
બીજું સ્થાન પદ : જીવોનું નિવાસસ્થાન
છ બે પ્રકારના છે: સંસારી અને સિદ્ધ. તેમના અનેક પ્રકાર પ્રથમ પદમાં ગણુવ્યા. હવે બીજા પદમાં તે તે પ્રકારના જીવોનું નિવાસસ્થાન કયાં છે તે જાણવું જરૂરી છે. તેથી તેનો વિચાર “સ્થાન” પદમાં કરવામાં આવ્યો છે. સ્થાનના વિચારમાં કાયમી નિવાસસ્થાન અને પ્રાસંગિક, એમ બે પ્રકાર સંભવે છે. પ્રસ્તુતમાં કાયમી નિવાસસ્થાનને–એટલે કે જીવ જન્મ ધારણ કર્યા પછી તે મરણ પર્યત ક્યાં રહે છે તેને સ્વસ્થાન' નામે ઓળખાવ્યું છે. અને પ્રાસંગિક નિવાસસ્થાનનો વિચાર “ઉપપાત” અને “સમુઘાત”—એમ બે પ્રકારે કરવામાં આવ્યો છે. જૈન શાસ્ત્રની પરિભાષા પ્રમાણે પૂર્વભવમાં મૃત્યુ થાય એટલે કે પૂર્વભવનું આયુ સમાપ્ત થાય એટલે નવા ભવનાં નામ, ગોત્ર અને આયુનાં નિયામક કર્મોનો ઉદય થઈ જતો હોવાથી મૃત્યુ પછી જીવે નવે નામે ઓળખાય છે, જેમ કે પૂર્વભવમાં દેવ હોય અને મરીને તે જીવ મનુષ્ય થવાનો હોય તો દેવાયુ સમાપ્ત થાય એટલે તે મનુષ્ય નામે ઓળખાય. પણ જૈન મતે જીવ વ્યાપક નથી, ૧ તેથી મૃત્યુ પછી તેણે નવા જીવનનો સ્વીકાર કરવા માટે યાત્રા કરીને સ્વજન્મસ્થાનમાં જવું પડે છે. આવી યાત્રાના કાળમાં તેણે દેવલોક તો છોડી દીધો, મનુષ્યલોકમાં હજી આવ્યો નથી, તો તે યાત્રા દરમિયાન તેણે જે પ્રદેશની યાત્રા કરી તે પણ તેનું સ્થાન” તો કહેવાય. આ સ્થાન” ને “ઉપપાત” સ્થાન કહ્યું છે. સ્પષ્ટ છે કે આ પ્રાસંગિક છે, છતાં પણ તે અનિવાર્ય તો છે જ. તેથી છવના સ્થાનનો વિચાર કરતી વખતે તેને પણ લક્ષમાં લેવું તો જોઈએ. અને તીજું “સમુદ્ધાત' સ્થાન છે. આપણે અનુભવ છે કે જ્યારે કોઈ ક્રોધ કરતો હોય છે ત્યારે તેનો ચહેરો લાલ-લાલ થઈ જાય છે, તે જ પ્રકારે જ્યારે કોઈ વેદના થતી હોય ત્યારે પણ
૧. આત્માના પરિણામ વિશે જુઓ ગણધરવાદ, પ્રસ્તાવના, પૃ૦ ૯૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org