________________
...[૮]...
નયદૃષ્ટિએ શાશ્વત-અશાશ્વતની ચર્ચા કરી છે.૪૨ અને તે બાબતમાં આચાર્ય જિનભદ્રે વિસ્તૃત ભાષ્ય રચ્યું છે. એટલે કે આમાં તો દાર્શનિક દૃષ્ટિએ શબ્દનિયાનિત્યની ચર્ચા જ મુખ્ય ભાગ ભજવે છે. તેની ઉત્પત્તિમાં સમુત્થાન, વાચના, લબ્ધિક એ ત્રણ નિમિત્તોમાંથી મુખ્ય કયું તેની પણ વિસ્તૃત ચર્ચા ભાષ્યમાં જોવા મળે છે. તે ચર્ચા પણ નયદૃષ્ટિએ જ કરવામાં આવી છે.૪૪ એટલે મુખ્ય પ્રશ્ન તે મંત્ર રચ્યો કોણે અને ક્યારે રચાયો તે અજ્ઞાત જ રહે છે. અથવા તો સામાન્ય રીતે કહેવાય કે અર્થોપદેશ ભગવાન મહાવીરે આપ્યો અને સૂત્રરૂપે ગણધરોએ રચ્યો, કારણ, આ જ ખાબત સમગ્ર શ્રુતના કર્તૃત્વ અંગે સામાન્ય છે. તાત્પર્ય કે, આચાર્ય જિનભદ્રને મતે, અન્ય શ્રુતના કર્તાથી કોઈ જુદા કર્તા નમસ્કારમંત્રના નથી, કારણ, તે સર્વશ્રુતાભ્યન્તર છે.
પરંતુ મહાનિશીથ (અધ્યયન ૫), જેનો ઉદ્ઘાર આચાર્ય હરિભદ્રે કર્યાંનું મનાય છે, તેમાં આ મંત્રના ઉદ્ધારની (કર્તૃત્વની નહિ) ચર્ચા છે અને તેના ઉધ્ધારનો યશ૪૫ આર્ય વજસ્વામીને આપવામાં આવ્યો છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આચાર્ય હરિભદ્ર પછી થનાર ધવલાટીકાકારને મતે તે નમસ્કારના કર્તા પુષ્પદંતાચાર્ય૪૬ કરે છે. આ પરંપરા ધવલાકાર પૂર્વેના કોઈ ગ્રંથમાં અસ્તિત્વમાં હતી કે નહીં તે જાણવાનું સાધન નથી, પણ સામાન્યપણે એમ કહી શકાય કે ધવલાકાર સમક્ષ ષટ્યુંડાગમની જે પ્રત હશે તેમાં આદિમાં પંચનમસ્કાર લખાયેલ હશે, તેથી તેને ગ્રંથકર્તા દ્વારા નિબદ્ધ મંગલ માનીને આચાર્ય વીરસેને તેનું કતૃત્વ પુષ્પદન્તાચાર્યનું છે એમ માની લીધું છે. સંભવ છે કે તેમની સમક્ષ તે બાબતની કોઈ પરંપરા હોય. પણ તે વિષેનું કોઈ સૂચન અન્યત્ર મળતું નથી. આ ઉપરથી એક વાત તો નક્કી થાય છે કે આ મંત્ર મૂળે આગમ એટલે કે અંગ આગમમાં હતો નહીં, તેની રચના અંગરચના પછી ક્યારેક થઈ છે. તે કોણે રચ્યો તે મતભેદનો વિષય છે. માહાત્મ્યને કારણે તેને સર્વશ્રુતાન્વંતર ગણીને આચાર્ય જિનભદ્રે નિયુક્તિને અનુસરીને તીર્થંકર-ગણધરોને કર્યાં ઠરાવ્યા છે; જ્યારે વીરસેન આચાર્ય તેના કર્તા તરીકે આચાર્યે પુષ્પદંતને જણાવે છે. આચાર્ય અભયદેવ તો ભગવતીના પ્રારંભમાં ઉપસ્થિત પંચનમસ્કારમંત્રને ભગવતીસૂત્રનો પ્રારંભ માને છે, તેથી તે મંત્રની ટીકા પણ કરે છે.
*
૪૨. આવશ્યકનિયુક્તિ, ગાથા ૬૪૪-૪૬; વિશેષાવશ્યક, ગાથા ૩૩૩૫-૩૭ અને તે ગાથાઓની ભાષ્યગાથાઓ વિશેષાવશ્યક, ગાથા ૩૩૩૮ થી જોવી.
૪૩. આવશ્યકનિયુક્તિ, ગાથા ૬૪૬; વિશેષાવશ્યક, ગાથા ૩૩૩૭.
૪૪. વિશેષાવશ્યક, ગાથા ૩૩૫૭ થી.
૪૫, ધ્યાન દેવું જરૂરી છે કે આર્ય વજ્ર નમસ્કારમંત્રના ઉદ્ધારક મનાયા છે. તેનું કર્તૃત્વ તો વૃદ્ધપરંપરા પ્રમાણે તીર્થંકર-ગણધરોનું જ છે, જે નિર્યુક્તિ-ભાષ્યમાં પણ છે.
૪૬. ધવલાટીકા, પુસ્તક ૧, પૃષ્ઠ ૪૧. આ બાબતની વિશેષ ચર્ચા માટે જુઓ, ધવલાટીકાની પ્રસ્તાવના, પુસ્તક ૨, પૃષ્ઠ ૩૩-૪૧. અહીં એક ભ્રમનિવારણ આવશ્યક છે : ધવલાની આ પ્રસ્તાવનામાં લખ્યું છે કે ભગવતીસૂત્રના પ્રારંભમાં પંચમ પદ ‘નમો છો. સવસાદૂળ' ને બદલે ‘નમો ચીપ વિી' એવો પાડે છે. પરંતુ વસ્તુતઃ ઉક્ત પંચમ પદ તેમાં છે જ, ઉપરાંત બ્રાહ્મી લિપિને નમસ્કાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org