________________
...[૧]...
જૈન આગમના મુખ્ય એ વિષયો છે—જીવ અને કર્મ. એક વિચારણાનો ઝોક એવો દેખાય છે કે તેમાં જીવને મુખ્ય રાખીને તેના અનેક વિષયો, જેવા કે તેના કેટલા પ્રકાર છે, તે ક્યાં રહે છે, તેનું આયુ કેટલું છે, તે મરીને એક પ્રકારમાંથી બીજા કયા પ્રકારમાં જઈ શકે છે કે તે તે પ્રકારમાં આવી શકે છે, તેની ઇન્દ્રિયો કેટલી, વેદ કેટલા, નાન કેટલાં, તેમાં કર્મ કયાં—ઇત્યાદિની વિચારણા થાય છે; પરંતુ ખીજા પ્રકારની વિચારણાનો ઝોક કર્મને મુખ્ય રાખીને છે. તેમાં કર્મ કેટલા પ્રકારનાં અને તે વિવિધ પ્રકારના જીવોના વિકાસ કે હ્રાસમાં કેવો ભાગ ભજવે છે—આવો વિચાર મુખ્ય આવે છે. આથી આમાં જીવના વિકાસક્રમને લક્ષીને ૧૪ ગુણસ્થાનો, જે જીવસમાસને નામે ઓળખાયાં, તેની માર્ગણાશોધ માટે ચૌદ માર્ગાસ્થાનો નક્કી કરવામાં આવ્યાં. આ માર્ગણાસ્થાનો એટલે કે શોધ માટેનાં દ્વારો તે ખ્વોના ગતિ આર્દિને કારણે થતા વિવિધ પ્રકારે ભેદો છે.
પ્રથમ પ્રકારના ઝોકનું દૃષ્ટાન્ત પ્રજ્ઞાપના પૂરૂં પાડે છે. અને દ્વિતીય પ્રકારનો ઝોક પ્રાચીન કર્મપ્રકૃતિ આદિ કર્મેસાહિત્ય, પખંડાગમ વગેરેમાં જોવા મળે છે,
વસ્તુસ્થિતિ આવી હોઈ પોíપર્યંની વિચારણા ધણી કઠણ બની જાય છે. પંદરમી શતાબ્દી કે તે પછી પણ જ્યારે સ્થાનકવાસી પરંપરાએ આગમોની વિચારણાને ભાષામાં થોકડારૂપે રજૂ કરવા પ્રયત્ન કર્યો, ત્યારે એનાં એ જ માર્ગણુાદ્દારો વગેરે ખાલ જીવને સરલ રીતે સમજાય એવી રીતે રજૂ કર્યાં અને અંગ ગણાતા સ્થાનાંગમાં પણ તે જ સંખ્યાને મુખ્ય રાખીને હકીકતા રજૂ કરવામાં આવી છે. પણ જે કાળનું સ્થાનાંગ છે તે જ કાળમાં જટિલ રીતે પણ જીવ અને કર્મની હકીકતો રજૂ કરવામાં આવી હતી. આથી માત્ર વિષયનિરૂપણની સરલ કે જટિલ પ્રક્રિયા અથવા તો વિષયની સૂક્ષ્મ કે ગંભીર ચર્ચા જોઈ ને પૌૉપર્ટનો વિચાર નિર્ણાયક બની શકે એમ નથી. કારણુ, એવી રચનાનો આધાર લેખકના પ્રયોજન ઉપર છે, નહીં કે તેમાં ચર્ચાતા સૂક્ષ્મ કે સ્થૂલ વિષય ઉપર. આથી પ્રજ્ઞાપના કરતાં ષટ્ટખંડાગમની ચર્ચા ઘણી જ આગળ વધી ગયેલી જણાય છે, છતાં પણ માત્ર તે બન્નેમાં ચર્ચિત વિષયની સૂક્ષ્મતા કે સ્થૂલતા ઉપરથી તેમના પૌર્વાપર્યંતે નક્કી કરવામાં ગંભીર ભૂલ થવા સંભવ છે. આથી કોઈ બીજો જ માર્ગ લઈ ને તેવા ગ્રંથોનો નિર્ણય સ્વતંત્ર રીતે કર્યાં પછી જ તેમનું પૌર્વાપર્યું નક્કી થઈ શકે. બન્ને પ્રકારના સાહિત્યનું મૂળ બન્નેને મતે દૃષ્ટિવાદ છે. આથી દૃષ્ટિવાદના જ વિષયને અનેક રીતે, અનેક પ્રયોજન સિદ્ધ કરવા, અનેક આચાર્યોએ નિરૂપિત કર્યો છે. આ પણ એક મુશ્કેલી છે—જેથી પૌર્વાપર્ય નક્કી કરવામાં સ્કૂલ કે સૂક્ષ્મ વિચાર પ્રસ્તુતમાં બાધક બને છે. અન્યથા એ કહેવું બહુ સરલ હતું કે ખંડાગમમાં જે વિચારની સુક્ષ્મતા દેખાય છે તે પ્રકારની સૂક્ષ્મચર્યા પ્રજ્ઞાપનામાં નથી માટે તે ષખંડાગમ કરતાં પ્રાચીન છે. પરંતુ ઉપર જણાવેલી મુશ્કેલીને કારણે માત્ર આ દલીલને આધારે પ્રજ્ઞાપનાને પ્રાચીન ઠરાવવું એ અયોગ્ય જણાય છે. તેથી તે માર્ગ છોડી દેવો એ જરૂરી છે. અને પખંડાગમ અને પ્રજ્ઞાપના—એ એમાં કોણ પ્રાચીન એની વિચારણા જુદી જ રીતે કરવી જરૂરી છે. એ કર્યાં પછી ઉક્ત દલીલનો ઉપયોગ થઈ શકે.
એક વાત તો નિશ્ચિત જ છે કે ષટ્યુંડાગમમાં—તેના કેટલાક ભાગોમાં જે પ્રકારે અનુયોગદ્વારસૂત્રમાં અનુયોગદ્વાર વડે વ્યાખ્યા કરવાની પદ્ધતિ એટલે કે નયનિક્ષેપ આદિ પદ્ધતિ દ્વારા વસ્તુનિરૂપણ કરવાની જે પતિ મળે છે, તેનું જ અનુસરણ સ્પષ્ટ છે. એવું કાંઈ જ પ્રજ્ઞાપનામાં નથી, એ બાબત પ્રજ્ઞાપનાની ષખંડાગમ કરતાં પ્રાચીનતા નિર્વિવાદપણે સિદ્ધ કરે છે. વળી, પ્રજ્ઞાપનાનો સમય, આગળ જણાવવામાં આવશે તે પ્રમાણે, ઈસ્વીસન પૂર્વેનો જ છે; જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org