________________
પ્રસ્તા વ ના
અંગમાહ્ય ગ્રંથોની રચના; તેનો અંગ સાથે સંબંધ
શ્વેતામ્બર સંમત વિદ્યમાન જૈન આગમોની રચનાના જે અનેક તબક્કા છે તેમાં પ્રથમ તબક્કામાં અંગ ગ્રંથોની સંકલના કે રચના થઈ. પરંપરા પ્રમાણે અંગ ગ્રંથોની રચના ગણધરો કરે છે. એટલે કે તીર્થંકરના સાક્ષાત મુખ્ય શિષ્યો દ્વારા તે અંગ ગ્રંથોની રચના થાય છે. આથી કહી શકાય કે વિદ્યમાન જૈન આગમોમાં સૌથી પ્રાચીન રચના અંગ ગ્રંથોની છે. તે રચનામાં મુખ્યપણે ભગવાન મહાવીરના ઉપદેશનું અને તેમના જીવનના પ્રસંગોનું સંકલન ગણધરોએ કર્યું છે. વિદ્યમાન અંગ ગ્રંથોની સંકલના કે રચના ગણધર સુધર્મા દ્વારા થયેલી છે. અને તે આપણને પરંપરાથી શ્રુતરૂપે પ્રાપ્ત છે. ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો એ પ્રકારના ઉપદેશની એક પરંપરા ચાલી આવતી હતી તેને અનુસરીને તેમાં કાલાનુસારી સંશોધન-પરિવર્તન-પરિવર્ધન કરીને ભગવાન મહાવીરે ઉપદેશ આપ્યો હતો—એમ માનવાને કારણ છે. પરંપરા સ્પષ્ટ કરે છે કે દ્વાદશાંગીની રચના ‘ પૂર્વ ’તે આધારે છે.
r
'
આ ‘ પૂર્વ ’ને નામે પ્રસિદ્ધ આગમ અત્યારે ઉપલબ્ધ નથી, માત્ર નામો અને તેમાં પ્રતિપાદ્ય વિષયની સૂચી ઉપલબ્ધ છે. પણ · પૂર્વ ' એ શબ્દ જ સૂચવે છે કે તે ભગવાન મહાવીર પૂર્વનું કોઈ પરંપરાપ્રાપ્ત શ્રુત હશે. પરંપરા એમ પણ કહે છે કે તે પૂર્વનો સમાવેશ ખારમા અંગ દૃષ્ટિવાદમાં કરી લેવામાં આવ્યો હતો અને દુર્ભાગ્યે એ ખારમું અંગ વિદ્યમાન નથી. પણ એવા ઘણા ગ્રંથો અને અધ્યયનો વિદ્યમાન છે જેમાં અથવા જેમને વિષે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેની રચના દૃષ્ટિવાદના આધારે કરવામાં આવી છે, અથવા તો દૃષ્ટિવાદગત અમુક પૂર્વના આધારે કરવામાં આવી છે.
ડૉ. શુદ્ધીંગ દૃષ્ટિવાદ અને પૂર્વ વિષે ચોક્કસ શું મત ધરાવે છે તે તેમના લખાણ ઉપરથી તારવવું મુશ્કેલ પડે છે. પણ તેમનાં એક-બે વિધાનોથી ચોક્કસ કહી શકાય તેમ છે કે પૂર્વો એ પ્રાચીન ગ્રંથો હતા અને તેને આધારે અમુક ગ્રંથો બન્યાની જે વાત કહેવામાં આવે છે તે તેમને મતે એક ભ્રાન્ત સમજ અથવા તો ગેરસમજ છે. તેઓ એ પણ નક્કી કરી શક્યા નથી કે એ દૃષ્ટિવાદ્ગત વિવિધ પ્રવાદો (પૂર્વને પ્રવાદ તરીકે ઓળખાવ્યા છે.) વસ્તુતઃ વિદ્યમાન હતા કે માત્ર કાલ્પનિક છે. પરંતુ તેમને મતે અમુક પ્રવાદોનાં એવાં ન સમજાય તેવાં નામો છે, જે તેમને બનાવટી હોવાનું સમર્થન કરે છે.
તેમનાં ઉક્ત મંતવ્યો વિષે સંમત થઈ શકાય તેમ નથી, કારણ કે શ્વેતામ્બર અને દિગંબર અને પરંપરામાં દષ્ટિવાદ વિષેની અને તેનાં પ્રકરણો આદિની અને ખાસ કરી પૂર્વી વિષેની
૧. મયુરા જૈનયૉન, ૬૦ ૨૦.
૨. Sehubring : Doctrine of the Jainas § 38, p. 74 “Tt is in harmony with the misunderstanding according to which " etc.
૩. એજન, § 38, p. 75_“ Whether the Pavāya of the Ditthivāya (the 12th Anga) were fiction or fact we do not know. '
૪. એજન, § 38, p. 75-The names of 2 Aggeniya...........for their obscurity all speak in favour of their factitive nature."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org