________________
...[૧૬૫]... કહેવામાં જરાય વાંધો નથી. પ્રજ્ઞાપનાના મૂળ પાઠ સિવાય આ આવૃત્તિમાં આવેલી ટીકા વગેરેનો અમે કોઈક અપવાદ વિના ઉપયોગ કર્યો નથી. એટલે તે માટે અમે અહીં વિશેષ નથી લખતા.
૨. વિ. સં. ૧૯૭૪-૭૫માં પૂ૦ પાઠ આગમોદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી દ્વારા સંપાદિત અને શ્રી આગોદય સમિતિ દ્વારા બે ભાગમાં પ્રકાશિત થયેલી પ્રજ્ઞાપના સૂત્રની આવૃત્તિ. આ ગ્રંથમાં પ્રજ્ઞાપનાત્ર મૂળ તથા તેની આચાર્ય શ્રી મલયગિરિરિરિચિત ટીકા પ્રકાશિત કરવામાં આવેલ છે. આ ગ્રંથમાં પૂર્વના પ્રકાશનની અપેક્ષાએ પ્રમાણમાં શુદ્ધિનું પ્રમાણ ઘણું જ છે. અને આથી જ આ આવૃત્તિના પ્રકાશન પછી ચિકિત્સક અભ્યાસીઓએ આનો જ ઉપયોગ કર્યો છે. પૂ૦ પાઠ આગમોદ્ધારકજીએ સંપાદિત કરેલા અનેક ગ્રંથો જતાં તેમના કાર્યની ઝડપ અને તાલાવેલી પારખી શકાય છે. આ અતિવેગમાં પ્રકાશિત કરેલા ગ્રંથોનું પ્રમાણ જોતાં તે તે ગ્રંથમાં રહેલી મૌલિક સ્કૂલનાઓનું પ્રમાણ ઓછું છે.
શ્રી આરામોદ્ધારક અને તેમનાં પ્રકાશનો માટે અમે અમારા આ અગાઉ સંપાદિત કરેલા નંતિસુત્તે અનુમોનાાછું ગ્રંથના સંપાદકીયમાં લખ્યું જ છે. અહીં અમે એટલું જણાવીએ કે પ્રસ્તુત આવૃત્તિમાં પણ પ્રજ્ઞાપના સૂત્રની મૂળ વાચનામાં કેટલાંક સ્થળે નાની-મોટી ખલનાઓ રહી ગઈ છે, જે અમે આગળ ચર્ચીશું.
૩. વીર સંવ ૨૪૪૫ (વિ. સં. ૧૯૭૫)માં મુનિ શ્રી અમોલઋષિજી દ્વારા સંપાદિત અને લાલા શ્રી સુખદેવસહાયજી દ્વારા પ્રકાશિત થયેલી આવૃત્તિ. આ ગ્રન્થમાં પ્રજ્ઞાપનાસૂત્ર મૂળ તથા મુનિ શ્રી અમલોઋષિજીકૃત પ્રજ્ઞાપના સૂત્રનો હિંદી અનુવાદ પ્રકાશિત કરવામાં આવ્યાં છે. આ ગ્રંથમાંની પ્રજ્ઞાપના સૂત્રની મૂળ વાચના અતીવ અશુદ્ધ છે. મુનિ શ્રી અમલકઋષિજીએ તેમના પૂર્વની રાય શ્રી ધનપતિસિંહજીની આવૃત્તિનું અનુકરણ નથી કર્યું, પણ તથા પ્રકારની કોઈ એક હસ્તલિખિત પ્રતિ કે પ્રતિઓના આધારે પોતાની પદ્ધતિએ આ સંપાદન કર્યું છે એમ કહી શકાય. આ સંબંધમાં અમે આગળ લખેલી ચર્ચામાં આપેલા પાઠો ઉપરથી અભ્યાસીઓ વિશેષ જાણી શકશે. અમે પ્રજ્ઞાપના સૂત્રના સૂત્રપાઠોના સંબંધની ચર્ચામાં આ આવૃત્તિની મૂળ વાચનાનો જ મર્યાદિત ઉપયોગ કર્યો છે, આથી અહીં તેને હિંદી અનુવાદ વિષે કંઈ પણ જણાવવું પ્રસ્તુત નથી.
૪. વિ. સં. ૧૯૯૧ માં પં. શ્રી ભગવાનદાસ હર્ષચંદ્ર દ્વારા સંપાદિત અને ત્રણ ભાગમાં પ્રકાશિત આવૃત્તિ. આ ગ્રંથમાં પ્રજ્ઞાપનાસૂત્ર મૂળ, મૂળ વાચનાનો ગુજરાતી અનુવાદ તથા આચાર્ય શ્રી મયગિરિરચિત પ્રજ્ઞાપના સૂત્રની ટીકાને ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરવામાં આવેલ છે. આ આવૃત્તિની મૂળ વાચના તૈયાર કરવામાં સમિતિની આવૃત્તિને મુખ્ય રાખીને વિશેષ સંશોધન માટે અમદાવાદના શ્રી શાંતિસાગરજીના ભંડારની એક સટીક અને ત્રુટિત પ્રજ્ઞાપના સૂત્રની હસ્તલિખિત પ્રતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હકીકત પ્રસ્તુત પ્રકાશનની પ્રસ્તાવનામાં જણાવી છે. આથી કેટલેક સ્થળે સમિતિની આવૃત્તિના પાઠના બદલે આ પ્રકાશનમાં મૌલિક શુદ્ધ પાઠ મળે છે.' આમ છતાં આ પ્રકાશનની મૂળ વાચનામાં પણ અનેક સ્થળે સમિતિના પ્રકાશન જેવી જ નાનીમોટી ખલનાઓ તો છે જ, પણ તે ઉપરાંત સમિતિની આવૃત્તિના સાચા પાઠને બદલે ખોટા પાઠ પણ થયા છે. ર મૂળ અને ટીકાને જેવો પાઠ તેવો અનુવાદ કરવામાં આવ્યો છે. આથી કોઈક
૧. જુઓ આગળ આવતા “પ્રજ્ઞાપના સૂત્રના કેટલાક સૂત્રપાઠોનું પર્યાલોચન' શીર્ષકવાળા વિભાગની ૬૧ મી
અને ૭૮ થી ૧૦૫ સુધીની કંડિકાઓ. ૨, જુઓ એજન, ૪ર મી, ૪૯ મી અને ૭૦ થી ૭૭ સુધીની કંડિકાઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org