________________
[૧૬૧]... કે ઉક્ત “પાકિસૂત્રપર્યાય' સુધીના પર્યાયોના કર્તા ચન્દ્રકીર્તિસૂરિ (વિ. સં. ૧૨૧૨) છે; આમ છતાં લા. દ. વિદ્યામંદિરની સૂચિત પ્રતિના ૨૬મા પત્રમાં “પાક્ષિકસૂત્રપર્યાય પૂર્ણ થયા પછી ગ્રન્થકારની પ્રશસ્તિ આપી નથી પણ તે પછી નિરિયાવલિયાસૂત્રપર્યાય' આદિ અનેક ગ્રન્થોના પર્યાયો પત્ર ૨૬ થી ૬૯ સુધીમાં છે. સમગ્ર પ્રતિના અંતમાં પણ આના કર્તા માટે કોઈ માહિતી નથી મળતી. આથી એમ જાણી શકાય છે કે લા. દ. વિદ્યામંદિરની પ્રતિમાં વિષમ પદપર્યાયોની બે પ્રકારની કૃતિઓ સંગૃહીત થયેલી છે. આવી પ્રતિઓ પણ અન્યાન્ય ભંડારોમાં ઉપલબ્ધ છે.
પ્રજ્ઞાપના સૂત્રટીકા અને ટીકાકાર અમે પ્રજ્ઞાપના સૂત્રની મૂળ વાચનાનું સંપાદન કર્યું છે તેથી ટીકા અને ટીકાકારના સંબંધમાં અમે વિચારી શકીએ એટલી સંપૂર્ણ હકીકતો આપવાનું અમારા માટે શક્ય ન હોય તે સ્વાભાવિક છે. આમ છતાં પ્રજ્ઞાપના સૂત્રની મૂળ વાચના તૈયાર કરતાં ટીકા જવાનો પ્રસંગ ડગલે ને પગલે આવે જ, કારણ કે ટીકા જોયા વિના પ્રજ્ઞાપના સૂત્રની અથવા તો કોઈ પણ આગમની પ્રામાણિક મૂળ વાચના તૈયાર કરવાનું કોઈનુંય ગજું નથી. આજ પર્યત પ્રસિદ્ધ થયેલાં જે જે મૂળ સૂત્રોમાં વ્યાખ્યાગ્રંથોની મદદ લેવાઈ નથી અને લેવાઈ હોય તો કેવળ કોઈક સ્થળના અધૂરા અવલોકનરૂપે જ, આથી તે તે મૂળ સૂત્રોની વાચનાના સૂત્રપાઠોમાં એવાં અનેક સ્થળો છે કે જે પ્રામાણિક નથી. અતુ.
અમારા પ્રસ્તુત સંપાદન-સંશોધન કાર્ય અન્વયે ટીકાના અવલોકનથી ટીકા અને ટીકાકાર માટેની જે અતિરવલ્પ માહિતી અમને મળી છે, તે અહીં જણાવીએ છીએ.
આગમસંશોધન કાર્ય માટે પ્રાચીન-પ્રાચીનતમ પ્રતિઓ અને તેની વ્યાખ્યાઓ આ બે સામગ્રી તો મુખ્ય આધારરૂપે છે એમ અમે નિ:સંદેહ માનીએ છીએ અને આ અભિપ્રાય જ્યારે પણ પ્રસંગ આવ્યો ત્યારે જણાવતા રહ્યા છીએ. સાથે સાથે અહીં અમે એ પણ જણાવીએ છીએ કે સંશોધનકાર્યમાં વ્યાખ્યાગ્રંથોનો ઉપરછલો ઉપયોગ કરવાથી ક્યારેક કોઈક પ્રસંગ એવો પણ આવે કે જ્યારે પ્રામાણિક વાચના તૈયાર કરવામાં મુખ્ય આધારરૂપ વ્યાખ્યાગ્રંથ પણ આપણને પ્રામાણિક પાથી દૂર દોરી જાય. આનો અર્થ એ થયો કે સંપાદનકાર્ય કરનાર અભ્યાસીએ પ્રતિઓના પાઠની સાથે વ્યાખ્યાની સાધકતા-બાધકતાનો સ્વતંત્રપણે વિવેકપૂર્વક વિચાર કરવો જ જોઈએ. પ્રસ્તુત ગ્રંથના સંપાદનકાર્યમાં પણ અમને આ અનુભવ થયો છે. પ્રસ્તુત પ્રજ્ઞાપના સૂત્રમાં કેટલાંક એવાં સ્થાન પણ છે, જ્યાં અમે ટીકાકારની વ્યાખ્યાથી વિરુદ્ધ જઈને પ્રાચીન-પ્રાચીનતમ પ્રતિઓનો સૂત્રપાઠ સંગત માનીને તેને મૂળ વાચનામાં સ્વીકાર્યો છે. આવાં સ્થાનોનો નિર્ણય કરતાં અમને એમ જણાયું છે કે કાં તો ટીકાની રચના કર્યા પછી ગ્રંથકારે સમગ્ર ટીકાગ્રંથને શોધ્યો નથી અથવા શોધ્યો છે તો તે શોધેલા ટીકાગ્રંથના કુળનો આજે કોઈ આદર્શ ઉપલબ્ધ નથી.
અહીં મૂળ કથિતવ્યથી જરા દૂર જઈને પણ ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિજીની પ્રતિભા અને જીવનસરણીની પ્રસંગોપાત્ત અતિસંક્ષિપ્ત રૂ૫રેખા જણાવીએ છીએ ?
પુણ્યનામધેય મહર્ષિ મલયગિરિજીએ જૈન આગમ આદિ સાહિત્ય ઉપર અનેક મહાકાય વ્યાખ્યાગ્રંથો રચ્યા છે એટલું જ નહિ તેમનો દેહવિલય પણ વ્યાખ્યાગ્રંથ રચતાં રચતાં જ થયો છે, ૧. અહીં આચાર્ય શ્રી મલયગર અને તેમની ટીકા સમજવી.
૫. પ્ર. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org