________________
[૧૪] અને પ્રેક્ષણ તો માત્ર ચક્ષુદર્શનમાં જ સંભવે છે, બીજી ઈન્દ્રિયો દ્વારા થતા દર્શનમાં નહિ. બીજી ઈન્દ્રિયો કરતાં ચક્ષુનો ઉપયોગ અલ્પકાલીન હોય છે અને જ્યાં અપકાલીન ઉપયોગ હોય છે ત્યાં બોધક્રિયામાં ઝડપ વધારે હોય છે. આ જ તેની પ્રકૃષ્ટતામાં કારણ છે.—ભગવતી ટીકા, ૫૦ ૭૧૪.
આચાર્ય મલયગિરિએ આચાર્ય અભયદેવનું જ અનુસરણ કર્યું છે; વિશેષમાં સ્પષ્ટીકરણ કર્યું છે કે પશ્યન્તા શબ્દ રૂટિને કારણે ઉપયોગ શબ્દની જેમ સાકાર અને અનાકાર બોધની પ્રતિપાદક છે, એમ સમજવું (પ્રજ્ઞાપના ટીકા, ૫૦ ૫૨૯). વિશેષમાં એ જણાવ્યું છે કે જ્યાં દીર્ધકાલ ઉપયોગ હોય ત્યાં સૈકાલિક બોધ સંભવે. મતિજ્ઞાનમાં દીર્ઘ કાલનો ઉપયોગ નથી માટે તેથી સૈકાલિક બોધ ન થાય, તેથી તેને પત્તામાં સ્થાન નથી.પ્રજ્ઞાપના ટીકા, ૫૦ ૫૩૦.
આ સિવાય ઉપયોગ અને પશ્યત્તામાં શો ભેદ તે જાણવાનું કોઈ સાધન નથી.
ઉપયોગ અને પશ્યત્તા–એ બન્નેની પ્રરૂપણા જીવોના ૨૪ દંડકોમાં વિચારાઈ છે તે આ પ્રમાણે છે–૧૯૧૨–૧૯૨૭; ૧૯૪૦–૧૫૫૩. (આ કોષ્ઠક ૧૩૯મે પાને મૂકયું છે.)
- ૨૪ દંડકોમાં જીવોના ઉપયોગ અને પશ્યત્તાનો વિચાર કર્યા પછી બન્ને પદોમાં ઉપયોગવાળા જીવોનો વિચાર છે. હકીકતમાં કશો ભેદ પડતો નથી (૧૯૨૮-૧૯૩૫; ૧૯૫૪–૧૯૬૨). તેથી તે વિષે વિશેષ ચર્ચા જરૂરી નથી. પરંતુ પશ્યત્તા પદમાં અંતે કેવલીના જ્ઞાન-દર્શનનો ઉપયોગ યુગપત છે કે ક્રમે છે, તેની ચર્ચા કરી છે, અને દલીલ કરી છે કે જ્ઞાન સાકાર છે અને દર્શન અનાકાર છે તેથી કોઈ પણ વસ્તુને એક સમયમાં જાણે દેખે નહિ (૧૯૬૩-૬૪). આ ચર્ચા માટે સન્મતિપ્રકરણનો બીજો કાંડ જેવો જોઈએ, જ્યાં ઉપયોગમાં ક્રમ, યૌગપદ્ય અને અભેદ એ એ ત્રણે પક્ષો રજૂ કરવામાં આવ્યા છે.
ઉપયોગ અને પશ્યતા વિષે અન્ય કશી જ ચર્ચા કરવામાં આવી નથી, પરંતુ અવધિપદમાં અવધિજ્ઞાન વિષે તેના ભેદો આદિ સાત મુદ્દાઓ લઈ અવધિજ્ઞાનની વિસ્તૃત ચર્ચા કરી છે. તે સાત બાબતો આ છે : ૧. ભેદ, ૨. વિષય, ૩. સંસ્થાન, ૪. આત્યંતર અને બાહ્ય અવધિ, ૫. દેશાવધિ, ૬. અવધિની ક્ષય-વૃદ્ધિ, ૭. પ્રતિપાતિ-અપ્રતિપાતી (૧૯૮૧). વખંડાગમમાં અવધિજ્ઞાનની ચર્ચા કર્મના આવરણ પ્રસંગે કરવામાં આવી છે અને ત્યાં અવધિના અનેક ભેદોની તથા સંસ્થાન આદિની ચર્ચા છે (પુ. ૧૩, પૃ. ૨૮૯-૩૨૮). તેમાં ધ્યાન દેવાની વાત એ છે કે આવશ્યક નિર્યુક્તિની અવધિની ચર્ચાનો જે કાળ છે તે પછીના કાળની ચર્ચા પખંડાગમની હોવાનો સંભવ છે; કારણ કે ક્ષેત્રથી જઘન્યાવધિમાં આવશ્યક નિર્યુક્તિમાં પણકનું દષ્ટાંત છે, જ્યારે
ખંડાગમમાં સૂક્ષ્મ નિગોદનું છે (આવ. નિ. ૨૯; વિશેષાવશ્યક ૫૮૫; વખંડાગમ પુ. ૧૩, પૃ. ૩૦૧). વળી, આવશ્યક નિર્યુક્તિગત ગાથાઓ ગાથાસૂત્રને નામે પણ પખંડાગમમાં દેખા દે છે (આવશ્યક નિર્યુક્તિ, ગા. ૩૧ થી ઘણી ગાથાઓ વખંડાગમમાં છે; પુ૧૩ને અંતે જુઓ નાથાસૂત્રાળ” નામનું પરિશિષ્ટ, પૃ. ૧૧). ગાથાઓમાં પાઠાંતરો નજરે પડે છે. સંભવ છે કે આ ગાથાઓ પ્રાચીન નિયુક્તિની હોય, જે આવશ્યક નિર્યુક્તિ અને પખંડાગમમાં લેવામાં આવી હોય.
જૈન આગમોમાં આચારાંગ જેવા પ્રાચીન ગ્રંથમાં તો અવધિની ચર્ચા, નથી પરંતુ જ્યારથી અંગઆગમોમાં ઉપાસક જેવા કથાગ્રંથોનો સમાવેશ થયો ત્યારથી તો અવધિજ્ઞાનની ચર્ચા શરૂ
૩. ભગવતીમાં આ પદના સત્ર ૧૯૮૨ થી પ્રારંભ કરી આપ્યું અવધિપદ સમજી લેવાની સુચના છે. ૧૬,
૧૦, ૫૮૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org