________________
[૧૩૭]... लोमाहारा एगिदिया उ नेरइयसुरगणा चेव । सेसाणं आहारो लोमे पवखेवओ चेव ।। ओयाहारा मणभक्विणो य सम्वे वि सुरगणा होति ।
सेसा हवंति जीवा लोमे पक्खेवओ चेव ॥ અંતિમ બે ગાથાઓ મુદ્રિત સૂત્રકૃતાંગનિર્યુક્તિમાં મળતી નથી.
પ્રસ્તુત પદના બીજા ઉદ્દેશામાં ૧૩ કારોની અપેક્ષાએ (૧૮૬૫) જીવો આહારક છે કે અનાહારક, આ બે વિકલ્પોની ચર્ચા કરી છે. આમાં આહારના પ્રથમ ઉદ્દેશમાં નિર્દિષ્ટ આહારના ભેદોની કોઈ ચર્ચા નથી (૧૮૬૬-૧૯૦૭). પણ વિશેષતા એ છે કે તેમાં આહારક અને અનાહારક એ પદોને આધારે જ ભગોની રચના કરીને તે તે જીવમાં કેટલા ભંગો લાભ તેનું નિરૂપણ કર્યું છે. ઉત્કૃષ્ટ છ ભંગોની રચના માટે જુઓ સૂ૦ ૧૮૮૦; આ રચનાનો આધાર એકવચન-બહુવચન છે.
તીજા “સંસી' દ્વારમાં ટીકાકારે શંકા-સમાધાન કર્યું છે તેની નોંધ લેવી જરૂરી છે. સંસી એટલે સમનસ્ક. વિગ્રહગતિમાં જીવને મન તો હોતું નથી, તો પછી વિગ્રહગતિમાં અનાહારક જીવને સંસી કેમ કહેવાય ? આનું રપષ્ટીકરણ કર્યું કે જીવ વિગ્રહગતિમાં હોય છે ત્યારે સંગી જીવના આયુકર્મની વેદના કરતો હોવાથી તેને સંસી કહી શકાય-ભલેને તેને મન ન હોય (પૃ. ૫૧૪). બીજી શંકા એ છે કે નરયિક, ભવનપતિ અને વાનમંતરને અસંસી કેમ કહ્યા (૧૮૧૮[૨],૧૮૮૦)? ઉત્તર આપ્યો છે કે એ ત્રણેયમાં ઉત્પન્ન થનારા જીવ અસંસીમાંથી પણ મરીને આવે છે તે અપેક્ષાએ તેમને અસંસી કહી શકાય (૫૦ ૫૧૪).
૨૯, ૩૦ અને ૩૩ મા “ઉપયોગ, પશ્યત્તા, અવધિ પદો : જીવોનો
બોધવ્યાપાર
પ્રજ્ઞાપના સૂત્રમાં જીવોના બોધવ્યાપાર અથવા જ્ઞાનવ્યાપાર વિષે ત્રણ પદોમાં ચર્ચા છેઃ ઉપયોગ પદ ૨૯ મું, પસ્થત્તા પદ ૩૦ મું અને અવધિપદ ૩૩ મું. એટલે એ ત્રણેને અહીં એકસાથે લીધાં છે.
આચારાંગ સૂત્રમાં—“જે માયા સે વિન્નાયા, ને વિનાયા સે સવાશે જેમાં વિજ્ઞાનરૂ માયા આચારાંગસુત્ર, પ. ૫; સૂત્ર ૧૬૫.
सम्वे सरा नियति, तक्का जत्थ न विजइ। मई तत्थ न गाहिया। ओए अप्पइछाणस्स खेयन्ने । से न दीहे, न हस्से, न वट्टे, न तंसे, न चउरंसे, न परिमंडले, न किण्हे, न नीले, न लोहिए, न हालिद्दे, न सुकिले, न सुरभिगंधे, न दुरभिगंधे, न तित्ते, न कडुए, न कसाए, न अंबिले, न महुरे, ન , ન મ૩, ને ગુરુ, ન દુ", ન સીઇ, ન ફળે, ન નિ, ને સુય, ન લાક, ન રહે, न संगे, न इत्थी, न पुरुसे, न अन्नहा, परिन्ने सन्ने उवमा न विज्जइ । अरूवी सत्ता अपयस्स पयं नस्थि । से न सद्दे न रूवे न गंधे न रसे न फासे-इच्चेयावंति-त्ति बेमि ।।
આચારાંગસુત્ર, પ. ૬. સૂત્ર ૧૭૦–૧૭૧. સારાંશ કે આમાં એ વિજ્ઞાતા છે. તેમાં કોઈ પણ પ્રકારના રસ, રૂપ આદિ નથી. તે અરૂપી હોવા છતાં સત્ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org