SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૧૦૩]... પૂર્વોક્ત ભેદો (સ્૦ ૧૫–૧૭) જ ગણાવ્યા છે. તેમની પણ ગતિ પરમાણુની જેમ એક સમયમાં થાય છે તેવો કોઈ નિર્દેશ પ્રસ્તુતમાં નથી (૧૧૦૨-૪). વિહાયોગતિના ૧૭ ભેદો છે (૧૧૦૫), જેનું વિવરણ નીચે પ્રમાણે છે :-- ૧. સ્પૃશદ્ધતિ—સ્વતંત્ર પરમાણુની અન્ય પુદ્ગલોને સ્પર્શ કરતાં કરતાં જે ગતિ થાય તે (૧૧૦૬). ૨. અસ્પૃશતિ-સ્પર્શ કર્યાં વિના પરમાણુની જે ગતિ થાય તે (૧૧૦૭). ૩. ઉપસંપદ્યમાનગતિ—કોઈનું અવલંબન લઈ તે જે ગતિ થાય તે, જેમ કે કોઈ રાજા વગેરેનો આશ્રય લઈ ને યાત્રા કરે તે (૧૧૦૮). ૪. તેથી વિરુદ્ધ કોઈના અવલંબન વિના સ્વતંત્ર ભાવે ગતિ કરવી તે અનુપસંપદ્યમાનગતિ છે (૧૧૦૯). ૫. પરમાણુપુદ્ગલ યાવત્ અનંતપ્રદેશી પુદ્ગલસ્કંધની જે ગતિ તે પુદ્ગલગતિ છે (૧૧૧૦). ૬. કૂદી કૂદીને ગતિ કરવી તે મંડૂકગતિ (૧૧૧૧). ૭. નૌકા દ્વારા ગતિ કરવી તે નૌગતિ (૧૧૧૨). ૮. નયતિ——નૈગમાદિ એક નયે કરીને વિચારણા તે નયગતિ. અથવા સમગ્ર નયો વડે વિચારણા તે નયગતિ (૧૧૧૩). ૯. છાયાનું અવલંબન લઈ તે ગતિ કરવી તે છાયાગતિ (૧૧૧૪). ૧૦. વસ્તુ પ્રમાણેની છાયા પડે તે છાયાનુપાતગતિ (૧૧૧૫). ૧૧. એક કોઈ કૃષ્ણાદિ લેશ્યા અન્ય લેશ્યાના સંપર્કથી તેરૂપે પરિણમે તે લેશ્યાગતિ (૧૧૧૬). ૧૨. લેસ્યાનુપાતગતિ તે છે કે જેમાં જે તે લેશ્યાને અનુસરીને મરણ પછી જીવની જે તે લેશ્યા થાય (૧૧૧૭). ૧૩, કોઈ તે નિમિત્તે—જેમ કે આચાર્ય આદિને ઉદ્દેશીનેતિ તે ઉદ્દિશ્યપ્રવિભક્તગતિ છે (૧૧૧૮). ૧૪. પ્રસ્થાન અને પર્યવસ્થિતિને લક્ષીને ચતુઃભંગીની અપેક્ષાએ પુરુષની જે ગતિ તે ચતુઃપુરુષપ્રવિભક્તગતિ; જેમ કે ચાર પુરુષો સાથે ચાલ્યા અને સાથે જ સ્થિર થયા; સાથે ચાલ્યાં પણ સ્થિરતામાં સાથે રહ્યા નહિ; સાથે ચાલ્યા નહિ પણ સાથે સ્થિર થયા; અને ચાલ્યા પણ સાથે નહિ અને સ્થિર પણ સાથે થયા નહિ (૧૧૧૯). ૧૫. વક્ર ગતિના ચાર પ્રકાર—ઘટ્ટનતા એટલે લંગડાતી ગતિ; સ્તંમનતા એટલે ધમણુ આદિનું સ્તબ્ધ થઈ જવું, અથવા સ્થિર થાય ત્યારે પોતાના શરીરના અંગોનું સ્થિર થવું તે; શ્લેષણતા એટલે કે શરીરનાં અંગોનો પરસ્પર શ્લેષ થવો તે; પતનતા એટલે કે ઊભા રહેતાં કે ચાલતાં પડી જવું તે (૧૧૨૦). ૧૬. પંકગતિ એ છે કે જે કાવમાં ચાલતી વખતે હોય છે તે. ૧૭. બંધનવિમોચનગતિ-ફળો પાછાં થઈ બંધ છૂટી જવાથી જે નિમ્ન ગતિ થાય તે (૧૧૨૧). આ ગતિના જે સત્તર ભેદ ખતાવ્યા છે તે એવા નથી કે જે પરસ્પરને વ્યાવૃત્ત કરતા હોય, પણ ગતિની જે નાના પ્રકારની વિશેષતા દેખાય છે, તે તરફ ધ્યાન દોરવા માટે આ અનેક ભેદો વર્ણવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy