________________
[૮૯]... નારકાદિ ૨૪ દંડકોમાં તે પાંચમાંથી ક્યાં ક્યાં કોને હોય છે તેનું નિરૂપણ કરીને (૯૦૨-૯૦૯) તે પાંચે શરીરોના બે ભેદો બદ્ધ = વર્તમાનમાં બંધાયેલ, અને મુક્ત = પૂર્વકાળે બાંધીને ત્યજી દીધેલાં શરીરો વિષે વિચારણા કરવામાં આવી છે કે તેમનું સંખ્યાપરિમાણ દ્રવ્ય, ક્ષેત્ર અને કાલની અપેક્ષાએ કેટલું છે (૯૧૦). અને પછી ૨૪ દંડકોમાં એ બન્ને પ્રકારનાં શરીરોની સંખ્યાનો દ્રવ્યાદિની અપેક્ષાએ વિચાર છે (૯૧૧-૯૨૪).
કાલની દષ્ટિએ સંખ્યા એટલે સૂત્રમાં જણાવેલ કાલમાનના જેટલા સમય થતા હોય તેટલા સમય જેટલી તે સંખ્યા સમજવી. અને તે જ પ્રમાણે ક્ષેત્ર એટલે તે તે સૂચિત ક્ષેત્રમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલી સંખ્યા ક્ષેત્રની અપેક્ષાએ સમજવાની છે. અસંખ્યાત અને અનંત સંખ્યા ક્રમશ: અસંખ્યાત અને અનંતપ્રકારની સંભવે છે, તેથી સામાન્ય રૂપે અસંખ્ય કે અનંત કહેલ, છતાં તે સંખ્યા ક્યા પ્રકારની અસંખ્ય કે અનંત સમજવી તે દર્શાવવા માટે વચ્ચે વચ્ચે અનેક જાતમાં સમીકરણો સૂત્રમાં સૂચવ્યાં છે, તે ગણિતમાં રસ ધરાવનાર માટે પણ રસપ્રદ થઈ પડે તેવાં છે. ટીકાકારે તેની વિસ્તૃત સમજૂતી આપી છે.
ઔદારિક આદિ શરીરવાચક શબ્દોના અર્થ તેના પ્રયોજનની દૃષ્ટિએ ટીકાકારે સમજાવ્યા છે, તે પ્રમાણે જોઈએ તો જે માંસ-અસ્થિ-આદિયુક્ત સ્થૂલ શરીર છે તે ઔદારિક છે, છતાં તે શરીર પ્રધાન પણ છે, કારણ કે સૌથી ઊંચે વસનારા અનુત્તર વિમાનના દેવા કરતાં પણ તે શરીરનું મહત્વ એટલા માટે વધારે છે કે તે ઔદારિક શરીર જ એવું છે જે તીર્થંકર આદિને હોય છે, અને દેવોને દુર્લભ તો શું પણ સંભવતું જ નથી; નારક અને દેવ સિવાયના જીવોને આ શરીર જન્મથી હોય છે.
વળી, દારિક આદિ શરીર જે ક્રમે નિર્દિષ્ટ છે તે ક્રમે જ ઉત્તરોત્તર સૂક્ષ્મ છે. પ્રદેશોની સંખ્યા ઉત્તરોત્તર શરીરમાં વધારે છતાં ક્રમે કરી ઉત્તરોત્તર સૂક્ષ્મ છે, એ વસ્તુ ટીકાકારે જણાવી છે.
જે શરીર વિવિધ પ્રકારની ક્રિયા કરી શકે છે, એટલે કે અનેક પ્રકારનાં રૂપો ધારણ કરી શકે છે, તે ક્રિય છે. આ શરીર દેવ-નારકને જન્મથી છે અને મનુષ્યને ઋદ્ધિરૂપે પ્રાપ્ત થાય છે.
ચતુર્દશપૂર્વ મુનિ પ્રયોજન ઉપસ્થિત થયે યોગબળથી જેની રચના કરે છે તે આહારક શરીર છે. કોઈ બાબતની શંકા ઉપસ્થિત થયે સમાધાન અર્થે તીર્થંકર પાસે જવા માટે આ શરીરનો ઉપયોગ છે.
શરીરમાં જે તેજસુ અર્થાત પાચન આદિમાં અગ્નિનું કાર્ય કરે છે તે તૈજસ શરીર છે. અને કર્મનિર્મિત જે સૂક્ષ્મ શરીર છે તે કાર્મણ છે. તેજસ અને કામણ આ બે શરીર છવથી કદી વિયુક્ત થતાં નથી; માત્ર સિદ્ધિ સમયે તેમનાથી જીવ વિમુક્ત બને છે. અનાદિ કાળથી આ બન્ને શરીર છવ સાથે જોડાયેલાં જ છે. પુનર્જન્મ માટે ગમન કરનાર છવને પણ આ બે શરીરો તો હોય જ છે, અને પછી દારિક આદિ શરીરોની રચના થાય છે.
પખંડાગમમાં જીવનાં આ શરીરોની વિચારણામાં બદ્ધ અને મુક્ત-એવા ભેદોનો વિચાર નથી થયો, પરંતુ સત્પદપ્રરૂપણ, દ્રવ્યપ્રમાણાનુગમ આદિ આઠ અનુયોગદ્દારો વડે જીવનાં શરીર સંબંધી વિસ્તૃત વિચાર જોવા મળે છે (પુસ્તક ૧૪, સૂ૦ ૧૨૯, પૃ. ૨૩૭), એટલું જ નહિ પણ શરીરમરૂપણ પણ કરવામાં આવી છે, જેમાં નામ, નિરુક્તિ આદિ છ અનુયોગદ્વાર વડે વિચાર છે (૫૦ ૧૪, સુઇ ૨૩૬, પૃ. ૩૨૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org