________________
[૮૦].... (૭૭૪). તે આઠેય પૃથ્વી, સૌધર્માદિ વિમાનો, લોક અને અલોક (૭૭૬) એ સી વિષે ચરમની બાબતમાં એકસરખો નિષેધ અને એક સરખું જ વિધાન છે (૭૭૫-૭૭૬). પ્રશ્નમાં નીચેના છ વિકલ્પ કર્યો છે– ૧. ચરમ છે ?
૪. અચરમો છે ? ૨. અચરમ છે?
૫. ચરમાન્ત પ્રદેશો છે ?' ૩. ચરમો છે ?
૬. અચરમાન્ત પ્રદેશો છે? અને એ છયે વિકલ્પનો નિષેધ કરવામાં આવ્યો છે (૭૬૫). આનું રહય, આચાર્ય મલયગિરિના કથન પ્રમાણે, એ છે કે જ્યારે તે તે રત્નપ્રભાદિને નિરપેક્ષ કરીને પ્રશ્ન કરવામાં આવે તો ઉત્તર નિષેધમાં જ હોય. અર્થાત રત્નપ્રભા આદિ અમુકથી ચરમ કે અચરમ છે એમ પૂછવામાં આવે તો ઉત્તર વિધિમાં મળી શકે, પરંતુ કેવળ રત્નપ્રભાદિને લઈને પ્રશ્ન હોય તો ઉત્તર નિષેધમાં જ મળે; કારણ, ચરમ અને અચરમ એ કોઈની અપેક્ષાઓ ઘટી શકે છે, વિના અપેક્ષાઓ ઘટી શકતા નથી.
આથી મૂળ સૂત્રમાં ઉક્ત વિકલ્પોનો ઉત્તર નિષેધમાં જ આપવામાં આવ્યો છે પરંતુ માત્ર નિષેધમાં જ ઉત્તર છે એમ નથી. તે છ વિકલ્પોનો નિષેધ કર્યા પછી સૂત્રમાં આ પ્રકારે વિધિ પણ છે –
णियमा अचरिमं च चरमाणि य; चरिमंतपदेसा य अचरिमंतपदेसा य (७७५). આનો શો અર્થ કરવો એ વિચારણીય છે. ટીકાકારે જે સ્પષ્ટીકરણ કર્યું છે તે આ પ્રમાણે છે: જ્યારે રત્નપ્રભાને અખંડ એક માનવામાં આવે ત્યારે તો ઉક્ત યે પ્રકારના નિષેધ જ કરવા પડે. પણ તેને જે તે અસંખ્ય પ્રદેશમાં અવગાઢ હોઈ અનેક અવયવોમાં વિભક્ત માનવામાં આવે તો તેને વિશે ઉક્ત વિધાન સંભવિત બને. એટલે કે તેને તેના ચરમ ભાગમાં રહેલા (બધી દિશામાં રહેલા) અવયવો (ચરમ) અને મધ્ય ભાગનો એક ખંડ (અચરમ)-તે બન્નેના સમુદાયરૂપે વિવક્ષિત કરવામાં આવે અને એક અખંડ માત્ર અવયવી કે સ્કંધરૂપે વિવક્ષિત કરવામાં ન આવે, તો તે અચરમ એટલે કે મધ્યમ ખંડ અને ચરમો એટલે કે તેના સર્વે દિશામાં રહેલા ચરમ ખંડો, એ બન્નેના સમુદાયરૂપ કહેવાય; આથી તેને “મદિં ર વમિ િા ” એમ ઉભા રૂપે નિર્દિષ્ટ કરવામાં આવી છે. આને ચિત્રમાં બતાવવું હોય તો આ રીતે બતાવી શકાય? ચારેય તરફથી ચાર લીટીઓ છે તે તેના ચરમો કહેવાય અને વચ્ચેનો ભાગ અચરમ કહેવાય, તેથી તે “અચરમ અને ચરમ” એમ ઉભય રૂપ કહેવાય. આ ઉત્તર, દ્રવ્ય એટલે કે અવયવી તેના અનેક અવયવોમાં વિભક્ત છે એમ માનીને આપવામાં આવ્યો છે. આમાં દ્રવ્યને પ્રધાન માનવામાં આવ્યું.
પ્રદેશ એટલે કે તેના અવયવોને પ્રધાન માનવામાં આવે તો જે ઉત્તર મળે તે આ છે– “રિમંતા ચ મરિમંતા ચ” એટલે કે રત્નપ્રભા પૃથ્વી અનેક પ્રદેશોરૂપ છે અને તે બે ભાગમાં વહેંચાયેલા છે. ચારેય લીંટીમાં રહેલા પ્રદેશો તે ચરમાન્ત પ્રદેશો છે અને મધ્યમાં
૧. પ્રસ્તુતમાં ટીકાકારે બહુવ્રીહિ સમાસ નથી કર્યો; અર્થ એ છે કે રત્નપ્રભાને એક વ્યાપે નહિ પણ તે
અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ હોઈ તેને માત્ર તેના પ્રદેશોરૂપ માનવામાં આવે તો તે અનેક પ્રદેશોરૂપ
છે (૭૭૫), ૨. પ્રસ્તુત ચરમ અને અચરમ આદિની અન્ય વ્યાખ્યા પણ ટીકાકાર નોંધે છે. પ્રજ્ઞાપનાટીકા, પત્ર ૨૨૯૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org