________________
...[93]...
૨. નારક મરીને નારક થતો નથી, દેવ થતો નથી.
૩. દેવ મરીને દેવ થતો નથી કે નારક થતો નથી, તેમ જ તેજ અને વાયુ અને વિકલદ્રિયમાં જતો નથી, પણુ પૃથ્વી, અર્ અને વનસ્પતિમાં જઈ શકે છે અને મનુષ્ય પણ થઈ શકે છે.
૪. પંચેંદ્રિયથી ઓછી ઇંદ્રિયવાળા મરીને નારક કે દેવ થતા નથી.
૫. બધાય નારકો મરીને પંચદ્રિયતિર્યંચ થાય છે. અને સાતમી નરક સિવાયના નારકો મનુષ્ય પણ થાય છે. પણ કોઈ પણ નારક એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિયવાળા થતા નથી. ૬. તેજ અને વાયુની બાબતમાં અન્ય પૃથ્વી આદિથી જુદી વાત છે. તેમાં માત્ર મનુષ્ય અને તિર્યંચમાંથી જન્મે છે, અને મરીને તેઓ મનુષ્ય થઈ શકતા નથી.
૭. મિથ્યાદષ્ટિ મનુષ્ય સહસ્રારથી ઊઁચેના દેવલોકમાં જઈ શકતા નથી.
૮. અસંયત અને સંયતાસંયત મનુષ્ય ચૈવેયક અને અનુત્તરમાં જતા નથી.
૯. મનુષ્ય મરીને ચારેય ગતિમાં જઈ શકે છે, પણ સાતનીનો જીવ મરીતે મનુષ્ય થતો નથી.
જ્વરૃળા ’–ઉર્તના એટલે કે જવો ભરીને ક્યાં જાય તેનો વિચાર છઠ્ઠા દ્વારમાં છે. પાંચમા દ્વારને ઉલટાવીને વાંચીએ તો આ છઠ્ઠા દ્વારનો વિષય સ્પષ્ટ થાય છે. પાંચમામાં વો કયાંથી આવે તે જણાવ્યું છે, તે ઉપરથી જ જીવો મરીને ક્યાં જાય છે તેનું પણ સ્પષ્ટીકરણ થઇ જ જાય છે. આથી આની જુદી સૂચી આપવાની જરૂર જણાતી નથી (૬૬-૬૭૬).
૬.
C
૭, ' વમવિયાય' અર્થાત્ પરભવનું એટલે કે આગામી નવા ભવનું આયુ જીવ ક્યારે બાંધે છે, તેની ચર્ચા આ દ્વારમાં કરવામાં આવી છે. જીવે જે પ્રકારનું આયુ બાંધ્યું હોય તે જ પ્રકારનો નવો ભવ તે ધારણ કરે છે, તેથી જીવની ગતિ-આગતિની વિચારણા સાથે આ પ્રશ્નનો સંબંધ છે જ. તેનું નિરાકરણ આ દ્વારમાં કરવામાં આવ્યું છે.
or
આયુના એ ભેદ છે : સોપક્રમ અને નિરુપમ.૫ તેમાં દેવ અને નારકને તો નિરુપમ આયુ હોય છે એટલે કે તેમને આકસ્મિક મૃત્યુ હોતું નથી. અને તેઓ આયુના છ માસ શેષ રહે છે ત્યારે નવા આગામી ભવનું આયુ બાંધે છે (૬૭૭, ૭૮, ૬૮૩).
એકેન્દ્રિયથી માંડીને ચતુરિન્દ્રિય સુધીના જીવોને ઉક્ત બન્ને પ્રકારનાં આયુ હોય છે. નિરુપમ હોય તો આયુનો તીજો ભાગ શેષ રહે ત્યારે પરભવનું આયુ મધે છે અને સોપક્રમ હોય તો ત્રિભાગ, ત્રિભાગનો ત્રિભાગ કે ત્રિભાગના ત્રિભાગનો ત્રિભાગ શેષ રહે ત્યારે પરભવનું આયુ ખાંધે છે (૬૭૯, ૧૮૦). પંચૈયિ તિર્યંચ અને મનુષ્યમાં જે અસંખ્યાતવર્ષાયુવાળા હોય છે તે નિયમથી આયુના છ માસ શેષ રહે ત્યારે, અને સંખ્યાતવર્ષાયુવાળામાંથી જે નિરુપમ આયુવાળા હોય છે તે આયુનો ત્રિભાગ શેષ રહે ત્યારે અને જે સોપક્રમ આયુવાળા હોય છે તે પૂર્વોક્ત સોપક્રમ આયુવાળા એકેન્દ્રિય આદિની જેમ પરભવનું આયુ બાંધે છે (૬૮૧, ૬૮૨),
Ο
૮. ‘આલિ’ – આકર્ષે. તે તે પ્રકારના પ્રયત્ન વડે થતું કર્મનું ઉપાદાન તે આકર્ષ છે, જેમ કે આપણે એક ગ્લાસ પાણી પીવું હોય તો એક જ ઘૂંટડે પી જઈ એ છીએ અથવા તો એક લૂંટમાં નથી પી જતા પણ તેના અનેક ઘૂંટ કરીએ છીએ, તેમ કર્મપુદ્ગલોનું ગ્રહણ પણ એક કે અનેક આકર્ષમાં થાય છે. પ્રસ્તુતમાં પ્રથમ તે તે જીવોમાં આયુકર્મના કેટલા પ્રકારો છે તેનું નિરૂપણુ કરીને તે તે આયુષ્કર્મના પુદ્ગલોનું ગ્રહણ કેટલા આકર્ષમાં થાય છે તેની ચર્ચા કરવામાં આવી છે. ૫. યોગસૂત્ર, ૩. ૨૨ અને તેનું ભાષ્ય જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org