________________
[૭૧]... ૨. અસુરકુમારાદિ (૧-૧૦) જઘન્ય એક, બે અથવા ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત અથવા તો
અસંખ્યાત (૬૫૮-૯). ૩. પૃથ્વીકાયિક યાવત્ વાયુ પ્રત્યેક સમયમાં નિરંતર અસંખ્યાત (૬૩૦-૩૧). ૪. વનસ્પતિ (અ) સ્વસ્થાન અર્થાત વનસ્પતિમાંથી મરીને વનસ્પતિરૂપે ઉત્પન્ન થનાર પ્રત્યેક
સમયમાં નિરંતર અનંત છે (૬૩૨). (4) પરસ્થાન અર્થાત પૃથ્વી આદિમાંથી મરીને વનસ્પતિરૂપે ઉત્પન્ન થનાર
પ્રત્યેક સમયમાં નિરંતર અસંખ્યાત છે (૬૩૨). આ જ પ્રમાણે ઉદ્વર્તના વિષે પણ સમજવું (૬૩૮). ૫. શ્રીન્દ્રિય જઘન્ય એક બે કે ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત (૬૩૩). ૬. ત્રીન્દ્રિય ૭. ચતુરિન્દ્રિય
| જઘન્ય એક, બે ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ૮. સમૃછિમ પંચંદ્રિયતિર્યંચ ૯. ગર્ભજ પંચૅન્દ્રિયતિથિ
(૬૩૪). ૧૦. સંમૂછિમ મનુષ્ય ૧૧. ગર્ભજ મનુષ્ય જઘન્ય એક, બે, કે ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત (૬૩૫). ૧૨. વાણુમંતર ૧૩. જ્યોતિષ્ક – ૧૪. સૌધર્મ યાવત સહસ્ત્રાર જઘન્ય એક, બે કે ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત (૬૩૪). ૧૫. આનત યાવત અનુત્તર જઘન્ય એક, બે, ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત (૬૩૫). ૧૬. સિદ્ધ જઘન્ય એક, બે કે ત્રણ; ઉત્કૃષ્ટ ૧૦૮ (૬૩૬).
૫. શો (5:) દ્વારમાં જીવો તે તે પ્રભેદમાં ક્યાંથી મરીને ઉત્પન્ન થાય એ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે. એટલે કે જીવના જે નાના પ્રકારો છે, તેમાં ઉત્પન્ન થવાની યોગ્યતા સૌની સરખી છે કે તેમાં કોઈ અપવાદ છે ? સામાન્ય રીતે બધા જ જીવો નાના ભવ એટલે કે બધા જ ભવોને યોગ્ય છે. પરંતુ અમુક પ્રકારના જીવરૂપે ઉત્પન્ન થવાનું હોય તો અવ્યવહિત પૂર્વમાં તે જીવનો કયો ભવે હોવો જરૂરી છે તેનો નિર્ણય પ્રસ્તુતમાં કરવામાં આવ્યો છે.
છ કયા ભવમાંથી આવે? ૧. નારક (મ) તિથીપંચેન્દ્રિય પર્યાપ્તના બધા જ ભેદોમાંથી; સિવાય કે અસંખ્યાત વર્ષાયુવાળા
ચતુષ્પદ સ્થલચર અને ખેચર (૬૩૯ [૧-૨૨]). () કર્મભૂમિજ સંખ્યાત વર્ષાયુવાળા ગર્ભજ પર્યાપ્ત મનુષ્યમાંથી (૬૩૯ [૨૩-૨૬]). (૧) પ્રથમ રત્નપ્રભામાં સામાન્ય નારકની જેમ (૬૪૦). (૨) શર્કરામાં સંચ્છિમ તિર્યચપચંદ્રિય સિવાયના ઉપર પ્રમાણે (૬૪૧). (૩) વાલુકામાં ભુજપરિસર્પ સિવાયના શર્કરા પ્રમાણે (૬૪૨). (૪) પંકપ્રભામાં ખેચર સિવાયના વાલુકા પ્રમાણે (૬૪૩).
૪. જીવોની ગતિ-આગતિ વિષેની ચર્ચા પખંડાગમમાં પોતાની રીતે ૧૪ માર્ગદ્વાર વડે કરવામાં આવી છે,
–પુસ્તક ૬, ૫૦ ૪૧૮ થી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org