________________
શેઠ આ કરની પેઢીને ઇતિહાસ “અસલ મુજબ નકલ મુકાબલ મણીશંકર
ખરી નકલ J. Hunter
આ. પિ. એ. ગેગો” આ રીતે ચેરી થયેલ માલનું વળતર મેળવવાના પ્રકરણને અત તે આવ્યો. પણ આ ઘટના રખે પાન મૂળ હેતુ સાચવવામાં પાલીતાણા રાજ્ય તરફથી કોઈ પણ જાતની ગફલત થાય તે એ માટે એને કેવું શાષવું પડે છે એના એક કાયમી દાખલારૂપ બની રહી.
પાલીતાણું રાજ્ય પ્રેમાભાઈ શેઠને દિલગીરી દર્શાવે છે. જેને ઉમેરીને ચેરી કરાવવામાં નગરશેઠ પ્રેમાભાઈ હિમાભાઈનો હાથ હોવાનો જે આક્ષેપ રાણીપના ચાર કોળી કેદીઓના નિવેદન મારફત મૂકવામાં આવ્યો હતો તે જે સાથે ઠરે તે તેથી નગરશેઠશ્રી પ્રેમાભાઈની કારકિર્દી માટે તેમ જ જૈન સંઘની પ્રતિષ્ઠા માટે પણ કલંકરૂપ બની રહે એવો હતે. વળી, મૂળમાં આ આક્ષેપ સાવ પાયા વગરને હતું અને ચેરીનું વળતર આપવાની જવાબદારીમાંથી છટકવા માટે જ દરબારશ્રીની ચઢવણીથી કરવામાં આવ્યું હતું તે પણ દેખીતું હતું. એટલે આ આક્ષેપનું સત્વર અને પૂરેપૂરું પરિમાર્જન થાય અને એક સુપ્રતિષ્ઠિત વ્યક્તિ ઉપર આવે છેટે આક્ષેપ મુકવા બદલ પાલીતાણા રાજ્યને ચગ્ય નશ્યત થાય એ અનિવાર્ય હતું.
નગરશેઠશ્રી પ્રેમાભાઈની મુંબઈના ગવર્નર શ્રી વુડહાઉસ ઉપરની તા. ૧૦-૬-૧૮૭૬ ની અરજીમાં રજૂ થયેલ હકીકત ઉપરથી એમ જાણવા મળે છે કે, મિ. ક્રાઉલીએ કેદીઓએ કરેલ કબૂલાતના દસ્તાવેજને સાચો માનીને ઠાકોર સાહેબે કરેલા આક્ષેપ (શેઠ પ્રેમાભાઈ હિમાભાઈની ચઢવણીથી કેળીઓએ ચોરી કરી હતી વગેરે)ને ખરા માન્યા હતા તે ઉપરથી તેમણે તા. ૧૧-૯-૧૮૭૪ ના રોજ જે રિપિટ કર્યો હતો તેના આધારે કાઠિયાવાડના ભૂતપૂર્વ પિલિટીકલ એજન્ટ કર્નલ એન્ડરસને દરબારની વાત સાચી માનીને શેઠશ્રી ઉપરના આક્ષેપોને પુરવાર થયેલા માન્યા હતા અને એ રીતે આ કેસ કાઢી નાખવાનો પ્રયત્ન કર્યો હતે. કર્નલ એન્ડરસનના આવા ફેંસલાથી પિતાની તેમજ શ્રાવક કામની વિરુદ્ધ જે પરિસ્થિતિ સર્જાવા પામી હતી તેમાં ન્યાય મેળવવા માટે શેઠશ્રી પ્રેમાભાઈએ જે પ્રયત્નો હાથ ધર્યા હતા તેની વિગત આ પ્રમાણે છે
નગરશેઠશ્રી પ્રેમાભાઈએ તા. ૯-૨-૧૮૭૫ તથા તા. ૨૭-૨-૧૮૭૫ ના રોજ કાઠિયાવાડના પિલિટીકલ એજન્ટ મિ. પીલને અરજી કરીને આ પ્રકરણ સાથે સંબંધ ધરાવતા કાગળની અધિકૃત નકલ મેળવી. અને ત્યાર પછી તા. ૧૨-૬-૧૮૭૫ ના રોજ મુંબઈના ગવર્નર ફિલીપ એડમંડ વુડહાઉસને પિતાની ફરિયાદની વિગતે વિસ્તારથી લખીને આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org