________________
૩૮
શેઠ આ૦ ૬૦ની પેઢીના ઇતિહાસ
માંની વિગતાની અહી' નાંધ લેવી ઘટે છે. રાણીપના જે ચાર કાળી ભાઈ એ ઉપર શેઠ પ્રેમાભાઈ હીમાભાઈની ચઢવણીથી શ્રી રાયચંદ પ્રેમચ`દની મિલકતની ચારી કર્યાના આરોપ મૂકવામાં આવ્યા હતા તે ચારેય વ્યક્તિ કેટલી વિશ્વાસપાત્ર, વફાદાર અને પેાતાની જવાબદારીને પૂરી કરવા માટે જાનનું જોખમ પણ ખેડી શકે એવી હતી, એ વાતની રજૂઆત કરતા અમદાવાદના ૩૮ જેટલા વેપારીઓ અને આગેવાનાની સહીથી લખવામાં આવેલ એક પ્રમાણપત્ર ઉપરથી પણ જાણી શકાય છે, જે આ પ્રમાણે છે :
“(ચાર જણનાં નામ લખીને આગળ જણાવ્યુ` છે કે) અમારા જાનમાલની સાચ વણી સારૂ જાનામાં ત્થા સધા વીગરે મુસાફરી જઈએ તાંહાં વળાવે ઘણી વખત લેઈ ગયા હતા ત્યા લેઈ જઈએ છીએ. ત્યા અમારા વેપારને સારૂ હજારા રૂપી રાકડા ત્થા સાનુ રૂપ વગેરે તેમને સુપી દેસાવરી માકલેલ ને મ'ગાવેલ તા. હાલ પણ મેકલીએ ત્યા મગાવીએ છીએ. તેથી તેઓને સારી રીતે જાણી સકીએ છીએ કે તે માણસે ભરૂસાદાર ને ખાતરીના છે. તે લેાકેાથો કોઈ દીવશ અમાને નુકશાન કે અમારા માલના ખીગાડ થએ નથી વળી ખળવાની સને ૧૮૫૭ માં ઘણી ધાસ્તીની વખતમાં પશુ ઉપર લખેલા સગલજી થા અનાજી જમાદારાને ખીજા કેટલાએક તેમની મારફતના માણસાને અત્રેના કેટલાક વેપારીઓએ લાખા રૂપીઆની નગદી દેશાવર માકલવી સુપેલી તેની તે લેાકેાએ પેાતાના ઉપર ખળવાલોકોના હુમલા થતા કેટલાક ઘાહેલ થઈ જાનસટે રક્ષણ કરી સલામત પેચાડેલી.
સવત ૧૯૩૧ ના માહાં સુદ ૧૦ વાર સેામવાર તા. ૧૫મી માહે ફેબરવારી સને ૧૮૭૫ મુ. અમદાવાદ, ’
વળતર : શ્રી રાયચંદ પ્રેમચંદે પેાતાના જે માલ તા. ૧૫-૧-૧૮૭૪ ના રાજ પોતાના પાલમાંથી ચારાયાની ફરિયાદ કરી હતી તે વખતે તેની કિંમત રૂ. ૪૮૫૦=૦૦ હોવાનું નાંધાવ્યુ હતુ.... ત્યાર પછી એમણે કાઠિયાવાડના જ્યુડિશીયલ આસિસ્ટન્ટ મિ. ઇ. ટી. કૅન્ડીને તા. ૫ મે ૧૮૭૫ના રોજ આ પ્રકરણ અંગે જે અરજી કરી હતી તેમાં તેમણે પાતાને થયેલ નુકસાન અંગે રજૂઆત કરતાં કહ્યું હતું કે, “ જુબાનીમાં રૂ. ૪૭૨૨-૬-૦ નુ નુકશાંન લખાવ્યુ છે ને તારબાદ ઈઆદ આવ્યુ. તે લખવા કહું, પણુ લખ્યું નથી તે રૂ. ૯૪૭-૧૫-૦ એ રીતે એકદર આપના અરજદારને નુકશાંન રૂ. ૫૬૭૦-૫-૦ નુ થઆની ત્થા કીમતમાં જાદેકમ લખાએલની તપસીલ માગશે। તે વખત રજુ કરશે. ”
શરૂઆતમાં રૂ. ૪૮૫૦/- લખાવ્યા પછી રૂ. ૪૭૨૨-૬-૦ લખાવ્યાનુ' ઉપરની નેાંધ ઉપરથી જાણી શકાય છે. પણ આ એ રકમ વચ્ચે આ ફેરફાર કેવી રીતે થયા તે કાગળા તપાસવા છતાં પણ નક્કી થઈ શકતું નથી. આ બાબતમાં શ્રી રાયચંદભાઈ એ પાલીતાણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org