SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ પેઢીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ ત્યા પ્રાદેશિક પ્રતિનિધિઓ ર૮૯ સ્થાનિક અર્થાત પ્રાદેશિક પ્રતિનિધિઓની યાદી : આ બાબતમાં જે માહિતી પેઢીના દફતરમાંથી મળી શકી છે તે નીચે મુજબ છે. આ બાબતમાં ખાસ જણાવવાનું એ રહે છે કે, આ યાદી સંપૂર્ણ અને માહિતીપૂર્ણ ત્યારે જ થઈ ગણાય કે જ્યારે દરેક સ્થાનિક અથવા પ્રાદેશિક પ્રતિનિધિના નામ સાથે એને કાર્યકાળ ત્થા જે શહેર અથવા પ્રદેશનું પ્રતિનિધિત્વ તેઓએ કર્યું હોય તેની નોંધ જે તે નામ સાથે આપવામાં આવે, પણ આમ કરવું એ કારણસર શક્ય નથી ? (૧) સને ૧૮૮૦માં જે ૩૨ સ્થાનિક પ્રતિનિધિઓ નિમાયા તે પછી સને ૧૮૮૦ થી ૧૯૦૮ સુધીનાં અઠ્ઠાવીસ વર્ષ દરમ્યાન આ નામોમાં ક્યારે શું ફેરફાર થયે તે જાણવાનું કેઈ સાધન પેઢીના દફતરમાંથી ઉપલબ્ધ થયું નથી, કારણકે સને ૧૮૮૦ થી સને ૧૯૦૮ સુધીના પ્રેસીડીંગના એક કે બે જે કંઈ ચોપડા હોવા જોઈએ તે પેઢીમાં ઉપલબ્ધ થઈ શક્યા નથી. (૨) બીજું કારણ એ છે કે સને ૧૯૯૯માં નિયમાવલીને અમલ થયો તે પહેલાંના સ્થાનિક અથવા પ્રાદેશિક પ્રતિનિધિઓની નામાવલી સાચવતા બે રજિસ્ટરોને દસેક વર્ષ પહેલાં પેઢીના બીજા બિનજરૂરી રેકર્ડ સાથે સરતચૂકથી નાશ કરવામાં આવ્યા છે એટલે આ બધી માહિતી અહીં આપવી શક્ય નથી. તેથી મેં આસપાસના સંજોગો જોતાં એમ નક્કી કર્યું છે કે સને ૧૮૮૦ પછી જે મહાનુભાએ પ્રાદેશિક અથવા તે સ્થાનિક પ્રતિનિધિ તરીકેની કામગીરી બજાવી છે તેની કેવળ નામોલ્લેખ પૂરતી યાદી આપીને સંતોષ માને. આમ છતાં સને ૧૯૮૫ની સાલમાં પ્રાદેશિક કે સ્થાનિક પ્રતિનિધિઓને દરજજો ધરાવતાં નામે અને જે શહેર કે પ્રદેશનું તેઓ પ્રતિનિધિત્વ કરતા હતા તેની નૈધ આપવામાં આવી છે. પૂરતી સામગ્રીના અભાવે આ યાદીમાં બને તેટલા વધુ પ્રાદેશિક પ્રતિનિધિઓનાં નામ આવી જાય તે માટે તેના નીચે મુજબ ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે? (૪) સને ૧૮૮૦ના સમય દરમ્યાન બંધારણ ઘડાયું તે વખતે નિમાયેલ માત્ર બત્રીસ પ્રતિનિધિઓની યાદી જે નિયમાવલીના પૃ. ૩૯ ઉપર આપવામાં આવી છે તેમની નામાવલી. (આ પછીથી ૧૮૮૧ થી ૧૯૦૮ સુધીના સ્થાનિક પ્રતિનિધિઓની યાદી મળતી નથી.) (૪) સને ૧૯૦૯ થી સને ૧૯૬૮ સુધીના પ્રોસીડીંગના આધારે જે જે સ્થાનિક પ્રતિ નિધિઓ જનરલ મીટિંગમાં હાજર હતા તેમના નામે લેખ ઉપરથી તયાર કરેલી ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy