________________
પણ રહે, આખા સમાજને કે સમાજમાંના બીજા કોઈને કદાચ આવી વાતની પતીજ ભલે હેય યા ન હોય, પણ એક વ્યક્તિને આ બધી બાબતેની પતી જ જરૂર હતી. એ વ્યક્તિનું નામ હતું શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ. કસ્તૂરભાઈ એટલે ભારતની ગુજરાતની સૈકાઓ જૂની મહાજનપરંપરાના અંતિમ અવશેષ. કસ્તૂરભાઈ એટલે નગરશેઠ શાંતદાસ શેષાકિરણે સ્થાપેલી શ્રેષિપરં. પરાને ઝળહળતે છેલ્લે ઝબકારે. આણંદજી કલ્યાણજી પેઢીના ઇતિહાસમાં કદાચ સૌથી વધુ વર્ષો સુધી પેઢીનું પ્રમુખપદ ભોગવનાર શેઠ કસ્તૂરભાઈને મન, પૂર્વજો દ્વારા પ્રાપ્ત થયેલા સમૃદ્ધ અતિહાસિક વારસાનું મૂલ્ય ઘણું બધું હતું. એ વારસાનું જતન કરવાની એમની તમન્ના અને કુશળતાને પ્રતિધ્વનિ, આબુદેલવાડા અને રાણકપુરનાં ઐતિહાસિક સ્થાપત્યના જીર્ણોદ્ધારમાં અને શત્રુજ્ય ઉપર બંધાયેલી નવી ટૂંકના મંદિરમાં આજે પણ સંભળાય છે.
આવા આ શ્રેષ્ટિ મહાજનના મનમાં કંઈક ધન્ય પળે સ્કૂણું થઈ હશે, “કે જે પેઢીનું પ્રમુખપદ હું પચાસ પચાસ વર્ષોથી ભેગવું છું, એ પેઢીનું મૂળ શું ? એ પેઢીની તવારીખ શી ? એની સ્થાપના કયારે થઈ ? કોણે કરી ? શા માટે અને કેવા સંજોગોમાં કરી ? આ નામ કોણે સ્થાપ્યું?' ને એ સાથે જ પેઢીને ઇતિહાસ તૈયાર કરાવવાની એમને પ્રેરણા થઈ હેવી જોઈએ, અને એમને થયેલી એ અંતઃ પ્રેરણાનું પ્રશસ્ય પરિણામ એટલે શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ લખેલો ગ્રંથ “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ઈતિહાસ”.
શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, જેને સમાજના ઊંચા ગજાના સાહિત્યસર્જક છે. ગુજરાતી ભાષામાં જૈન કથા સાહિત્યને રજૂ કરવાના કસબી હવા ઉપરાંત, તેઓ શ્રેષ્ઠ સંપાદક અને સારા વિચારક પણ છે. “ગુરુ ગૌતમસ્વામી' નામનું પુસ્તક લખીને તેમણે જીવનચરિત્ર લેખક” તરીક પણ યશ મેળવ્યો છે, અને છેલ્લે છેલ્લે “ભદ્રેશ્વર-વસઈ–મહાતીર્થ ' નામને ઈતિહાસ-સંશોધનને દળદાળ અને પ્રમાણભૂત ગ્રંથ લખીને તેમણે પિતાની ઇતિહાસ–સંશાધકની હેસિયત પણ સાબિત કરી બતાવી છે.
એમની આ સાહિત્યિક કારકિર્દી શેઠ કસ્તૂરભાઈના ધ્યાન બહાર હોય એ કેમ બને ? આણંદજી કલ્યાણજીની પેઢીને સાંગોપાંગ અને અધિકૃત-પ્રામાણિક ઇતિહાસ તૈયાર કરાવવાની અભિલાષા મનમાં સંઘરીને બેઠેલા શેઠ કસ્તૂરભાઈની નજર શ્રી રતિભાઈ ઉપર ઠરી, અને એક શુભ ચોઘડિયે એમણે આ જવાબદારી શ્રી રતિભાઈને સેપી પણ દીધી.
–પ. પૂ. મુનિરાજ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ
(ભાવનગરથી પ્રગટ થતાં જૈન પત્રના તા. ૨-૭–૮૩ના અંકમાં છપાયેલ પૂ. મુનિશ્રીના “આપણું સૌનું ગૌરવ” નામે લેખમાંથી કેટલેક ભાગ સાભાર ઉધૃત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org