________________
પહીના કાર્યક્ષેત્રને થયેલે વિસ્તાર
૨૪૮ લખેલે પત્ર ભંડારી ઉપર આવ્યા પ્રમાણે ભંડારીએ મુનીમ જેશંકરને ચાર સેપ્યો અને તે પ્રમાણે અમારા તરફથી હાલ ત્યાં મુનીમ તરીકે તે જ ભંડારી જવાનમલ ગુલાબચંદને કાયમ રાખીને જેશંકરે તેમને તે જ ચાર્જ સેંપી તેમની
સહી લીધેલી ને ચાર્જની યાદી અમારા તરફ મુનીમ જેશંકરે રજૂ કરી છે, (૨) “તે ચાર્જની યાદીની નકલ ત્યાંના દસ્તરે રાખવામાં આવી છે તે તમે તપાસી
જશે અને તેમાં કંઈ કમી જાસ્તી હોય તે લખી જણાવશે.”
અમોએ તમને સંવત ૧૯૭૭ના ફાગણ વદી ૮ શનિવારના કાગળમાં લખ્યું છે તે પ્રમાણે સદરહુ દેરાસર અને સંસ્થાને કુલ વહીવટ અમારા તરફથી થશે અને તેની દેખરેખ રાખવાને સારુ અમે તમારા ત્યાંના નીચે લખેલા માણસની એક કમેટી અમારા તાબા નીચે સ્થાપન કરીએ છીએ તે સદગૃહસ્થોનાં નામ નીચે પ્રમાણે છે.” (અહીં નામ લખેલાં છે પણ તે ઉકેલી શકાતાં નથી તેથી અહીં આપી શકાયાં નથી.)
આ પછી આ દેરાસરોનાં જિર્ણોદ્ધારનાં કામમાં વપરાતી વસ્તુઓ ત્યા તે માટે જતા કારીગરે વગેરે તેમ જ આ તીર્થના યાત્રાળુઓ પાસેથી રાજ્યના હક્ક મુજબ જકાત વગેરે ન લેવામાં આવે એવી વિનંતી કરતો પત્ર તા. ૩૦-૫-૨૧ ના રોજ દાંતાભવાનગઢના મહારાજ શ્રી હમીરસંગજીને લખવામાં આવ્યા હતા તે નીચે મુજબ છે –
અમદાવાદ મુકામેથી શેઠ આણંદજી કલ્યાણજી વિશેષ વિનંતી કરવાની કે શ્રી કુંભારિયાજીના દેરાશરોના જિર્ણોદ્ધારનું કામ અમાએ શરુ કર્યું છે. અમારા તરફથી અમલદારો, કારકુન, મીસ્ત્રીઓ, કારીગરે, મજૂરો વગેરેને મોકલવામાં આવે ત્યા તે જિર્ણોદ્ધારમાં કોઈ પણ જાતને માલ મોકલવામાં આવે ત્યા તે માલ જે કંઈ ગાડાં થા ઘેડાં થા ઊંટ ઉપર મોકલવામાં આવે તે ઉપર રાજ્યહક્ક નહીં લેવાનો હુકમ કાઢવાની મહેરબાની કરશે. સદરહુ લોકોને અમદાવાદ અને શ્રી કુંભારિયાજીની વચ્ચે ઘણી વાર આવવું જવું પડશે માટે અમે જે માણસનું નામ લખી મોકલીએ તે માણસને ઉપરના કારણસર કોઈ પણ જાતને અટકાવ ન થવા સારૂ આપશ્રી અંબાજી ખરેડી વગેરેના સ્થાનિક અમલદારોને લખી મોકલવાની મહેરબાની કરશો અને તે પ્રમાણે બંદેબસ્ત કર્યાનું મહેરબાનીની રાહે અમારા તરફ લખી જણાવવા હુકમ ફરમાવશે.
અમે આશા રાખીએ છીએ કે આપની પ્રખ્યાત ઉપકારવૃત્તિ હોઈને આ ધમદાખાતાનું કામ હોવાથી આપ રાજયહક્ક માફ કરશે.”
તા. સદર (સહી) હરિલાલ જેઠાભાઈ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org