________________
૨૪૮
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ - આ ઉપરાંત કમલવિજયજી (વિજયકમલસૂરિ)ના શિષ્ય મોહનવિજયજી (વિજયમોહનસૂરિ) એ પણ તા. ૨૫/૧૧/૧૯૦૮ના રોજ જુનાગઢને ગેરવહીવટ અંગે કેટલીક રજૂઆત કરી હતી, જે માહિતી આ કાચી નોંધમાંથી મળે છે. ખાસ અપવાદ :– - પેઢી હસ્તક જે જે તીર્થોને વહીવટ છે તે બધાં સ્થાનની પેઢીઓનાં નામ શેઠ આણંદજી કલ્યાણજી જ રાખવામાં આવ્યાં છે પણ ગિરનાર તીર્થના વહીવટ અને એ ખાસ અપવાદરૂપ નક્કી કરવામાં આવ્યું હતું કે એ તીર્થને વહીવટ શેઠ દેવચંદ લક્ષ્મીચંદ ની પેઢીના નામથી જ ચાલુ રાખો અને તે શેઠ આણંદજી કલ્યાણજીએ સંભાળ. ગિરનાર તીર્થને વહીવટ સંભાળતી પેઢીનું નામ દેવચંદ લક્ષમીચંદ' કેવી રીતે પડ્યું તે અંગેની માહિતી પ.પૂ. મુનિરાજ શ્રી દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી અને ન્યાયવિજયજીની ત્રિપુટીએ લખેલ અને શ્રી ચારિત્ર સમારક ગ્રંથમાળ ભાવનગર તરફથી સને ૧૯૮૩ની સાલમાં પ્રગટ થયેલ જેન પરંપરાને ઈતિહાસ નામે પુસ્તકના ચોથા ભાગમાં (પૃ. ૩૫) નીચે મુજબ આપવામાં આવી છે.
વડનગરના ગુર્જર શેઠ દેવચંદ જૈન અને તેની વિધવા બહેન લમીબાઈએ જૂનાગઢ આવી નિવાસ કર્યો. બન્નેને કંઈ સંતાન હેતું. બંનેએ પિતાની સર્વસ્વ મૂડી આપી તીર્થની વ્યવસ્થા માટે જૂનાગઢમાં શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી સ્થાપના કરી.” (આ માહિતી પ્રાવાટ ઇતિહાસ ખંડ : ૩માં પૃ. ૫૧૬, ૫૧૭ના આધારે ત્યાં નોંધવામાં આવી છે.) (૩) શ્રી કુંભારિયાજી તીર્થ:
વિ. સં. ૧૯૭૭ પહેલાં પ્રાચીન કુંભારિયા તીર્થને વહીવટ દાંતા ગામને સંઘ સંભાળતે હતો પણ તે પછી એ વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીને સેંપી દેવામાં આવ્યો તે નીચેના તા. ૧૮-૪-૧૯૨૧ ના રોજ શેઠ આણંદજી કલ્યાણજી અમદાવાદ તરફથી દાંતા ભવાનગઢના શ્રી વીશા પિરવાડ મહાજન સમસ્તને લખવામાં આવેલ પત્ર ઉપરથી જાણી શકાય છે– (૧) “અમદાવાદથી લી. શેઠ આણંદજી કલ્યાણજી. વિશેષ લખવાનું છે કે તમારો પત્ર
ફાગણ વદી ૬ સંવત ૧૯૭૭ મહેતા રવચંદ તારાચંદના હાથને આવ્યા તે ઉપરથી અમે તમને સંવત ૧૭૭ ના ફાગણ વદી ૮ શનિવાર તા. ૨ એપ્રિલ
સને ૧૯૨૧ને પત્ર લખેલે તેની નકલ આ સાથે છે. તે પત્રમાં લખ્યા પ્રમાણે અમારી પિઢીના મુનીમ રા. જેશંકર ગીરજાશંકર શ્રી કુંભારિયાજી ગયા અને કુંભારિયાજીના ભંડારી જવાનમલજી ગુલાબચંદજી ઉપર તમારો ફાગણ વદી ૧૨ સંવત ૧૭૭ને સરવે મહાજનના કહેવાથી દા. મહેતા જીવા ડેસાજીના હાથને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org