________________
ર૪
શેઠ આવકની પેઢીને ઇતિહાસ છે. ડું લખ્યું ઘણું કરી વાંચો. એ જ વિનતી. સંવત ૧૫૩ કે (૧૯૫૫)ના આસો સુદ ૯ની રાત્રે કલાક ૧૦ વાગતે.”
(નેધ –આ કાગળ નીચે લગભગ તેત્રીસ જણાની સહી છે અને ૩૧-૮-૧૯૦૦ વંચાય છે, સંવત, ઈ. સ.માં કંઈક ગોટાળે લાગે છે.)
બીજો પત્ર –“અમે નીચે સઈ કરનાર સાદરીના રહેનાર રાણકપરુજીનાં દેરા સરજીના ભંડાર વગેરે બાબત સરવે બંને પક્ષ તરફથી બેલાવવા સા. મગનલાલ સરૂપચંદ સ્થા સા. લલુભાઈ સુરચંદને સુંપી દેવા ખુશી છે અને વઈવટ હવેથી સારી રીતે ચાલે તે બદબસ્ત તમે ભાઈ મગનલાલ થા લલુભાઈ કરશે તે અમારે કબુલ છે અને હાલમાં જે મીલકત છે તે તમે તપાસી તેની નુંધ સાદરીના સાવક ભાઈઓમાંથી ચાર માણસ તમારી નજરમાં આવે તેને પાસે રાખી કરવું અને સંગાથથી તમારી નજરમાં આવે તેને વઈવટ થા કુંચીએ સુપવી અને સારો વહીવટ ચાલે તે તમો મગનલાલ Oા લલુભાઈ બબસ્ત કરે. સં. ૧૯૫૩ના કારતગ સુદી ૮ (2)
નેધ –નીચે લગભગ સાદડીના વીસેક આગેવાનોની સહીઓ છે જે મારવાડીમાં હોવાથી વાંચી શકાતી નથી. તા. ૩૧-૮-૧૯૦૦ (૧) અહીં પણ સંવત-ઈ. સ. વચ્ચે કંઈક ગોટાળો લાગે છે. આ પાનાની પાછળ પણ ઘણી બધી સહીઓ છે જે ગણી શકાતી નથી. વાંચી શકાતી નથી. આ બન્ને કાગળમાંનું કેટલુંક લખાણ ઉકેલી શકાયું નથી તેથી ત્યાં ખાલી જગ્યા રાખી છે.)
આ રીતે ઉપર આપેલ બે પત્રમાં જણાવ્યા મુજબ સાદડી સંઘે રાણકપુર તીર્થને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીને સોંપી દેવાની કેટલીક પૂર્વભૂમિકા રચાયા પછી, સંવત ૧૫૯ના માગશર સુદી ૧૪ વાર શનિ (૧૪ ડીસેમ્બર સને ૧૯૦૨)ના રોજ તેની અગિયાર મુદ્દાની યાદી તૈયાર કરીને તેને અમલ કરવાની જવાબદારી પેઢીના મુનિમ તરીકે પ્રાંગધ્રાના રહેવાસી ભાઈ શ્રી ઉજમશી ખેતશીભાઈને સેંપવામાં આવી તેમાં રાણકપુરનો વહીવટ સં. ૧૯૫૩ના કારતક માસમાં પેઢીને સંપ્યાનું જણાવ્યું છે.
- આ રીતે સને ૧૯૫૩ થી ૧૫૯ના અરસામાં આ તીર્થને પૂરેપૂરે વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના હસ્તક આવી ગયો. શેઠશ્રી કસ્તૂરભાઈએ રાણકપુરમાં એમનાં પૂ. માતૃશ્રીના સ્મરણાર્થે એક ધર્મશાળા બંધાવી અને શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈના નામથી તેમનાં ધર્મપત્ની શ્રીમતી માણેકહેને બીજી ધર્મશાળા બંધાવી, એમ એ કાળે ત્યાં બનેલી બે ધર્મશાળાઓ સંબંધી માહિતી મળે છે. . આ સ્થાને વિશ્વવિખ્યાત કળામય આ તીર્થને પરિચય આપવાનું મન થઈ આવે છે પણ એ પરિચય જેમને મેળવે હોય તેમણે શું શું જોવું તેને ઉલેખ આ પ્રકરણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org