SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ શેઠ આ૦ કદની પેઢીને ઇતિહાસ તરત જ ઉતારી ચે છે તે વખતે પણ તમારા નોકરવર્ગની સાથે અમો ઉભા થા ખેડૂવર્ગ સહકાર કરી જઈએ છીએ અને હાંકી કાઢીએ છીએ. આ કામ અમારાં બોલબચ્ચાં તરફ ખ્યાલ નહીં કરતાં જાનને જોખમે કરીએ છીએ અને હીંસા થવા દેતા નથી. દાખલા તરીકે ત્રીજી સાલ ઉપર તમારા સીપાઈઓની સાથે જઈ ડફેર લેકની સાથેનાં તોફાનમાં મારામારી થતાં ડફેર લેકેની કીંમતી બંધૂક જે પડાવી લીધી હતી તે વખતના તફાનમાં અમે સામેલ હતા. છાપરિયાળીની વસ્તી ખેડૂત-નકર અને ઉભડ એમ ત્રણમાં ઓતપ્રોત ગુંથાયેલી છે કેમકે અમે ખેતી કરતાં હોઈએ તે અમારો દીકરો અગર કુટુંબી આપને નાકર હોય અને કોઈપણ ઉભડ તરીકે હાય પણ એકંદર અમોને ગામની ખેતી કરી અને મજૂરીના કામ માટે જ વસાવેલા છે જે પ્રકાર મૂળ છાપરીઆલી સ્થપાઈ તે ત્યારથી જ શરુ છે. હવે આ જુલમ અમારા ઉપર શા કારણે થાય છે તે સમજી શકાતું નથી. આપને ગામ ખાલી કરાવવાની ઈચ્છા જ હોય તે અમોને ખેતીના ટાઈમ પહેલાં કહ્યું હોત તે તેમ કરી આપત અને હજુ પણ આપની ઈરછા ન હોય તે આવા જુલમ અમારી લાંબી જીંદગીમાં નથી જોયા તેવા સહેવા કરતાં અમે કરેલ ખેતી મુકી દઈને પણ આખું ગામ ઉભડ કરવર્ગ અને ખેડૂત ચાલ્યા જવા ખુશી છીએ પણ તેમાં ઉતાવળું પગલું ભરતાં પહેલાં અમારા માલીકને અમારે જણાવવું જોઈએ કે જેમાં અમારી અને આપની બન્નેની શોભા છે. આમ કરવાને માટે અને આસપાસના ગામેતી ગરાસીયાઓ ત્થા સ્ટેટ પણ અમને આવકાર આપવા તૈયાર જ છે પણ એક વખત બગડવ્યા પછી ફરી સુધરે તેમ નથી. એ વાત ખાસ ખ્યાલમાં રાખી અમે આપનું પેઢી દર પેઢીનું લુણ ખાધેલું છે, હજી મોઢામાં છે એટલે આમ કરવું અમને વ્યાજબી લાગતું નથી અને તેથી જ આ સવિસ્તર હકીકતવાળી અરજી કરવી પડે છે. ' જોકે ત્યાંના મુનીમ ગવરીશંકરે તે ધમકી ભરેલા શબ્દોમાં અમને ખુલે ખુલ્લું કહ્યું છે પણ અપને વિનંતી કરવાની કે આવા નેકરે આવે ને જાય તેમ થયા જ કરે છે. તેથી તેને બાલવા ઉપર ઉશ્કેરાઈ નહીં જતાં આપને અરજ કરવી પડે છે તે આ જોહુકમી બહુમદે હુકમ મોકુફ કરી ગરીબ રિયતને રાહત આપશે એવી આશા છે. - અમે અત્યાર સુધી છાપરીઆલી મુનીમને એક ગામેતી (ધણુ)માની તેમની તરફ માનની દૃષ્ટિથી જોઈ વર્તતા આવ્યા છીએ અને મુનીમો પણ અમો રેયતને પિતાની જ ગણુ માન આપતા આવ્યા છે. તેમાં કોઈ પિતાના અંગત સ્વાર્થ અને ઇર્ષાની ખાતર ઘણુને તેમજ બીનવાકેફ વહીવટદારને દધાં ચત્ત સમજવી જલમાં ફસાવી પિતાને સ્વાર્થ સાધવા જન ત્રણ ચાર પેઢીને નેકરને હદપાર કરાવવા પ્રયત્ન કરે તે આપ જે ઊંડા ઉતરી તપાસો તે સમજી શકે. આવો તપાસ નિપક્ષપાત લાગવગ વગરને જોવાય તે ખરેખર વસ્તુસ્થિતિ જાણી શકાય. બાકી તે ખર્ચ કમી કર અને ઉપજ વધારવાનું બાનુ કાઢી સ્વાર્થ સાધવા પૂરતી જ આ બધી હીલચાલ છે. - આ ઉપર જણાવેલ દરેક હકીકત અમે પ્રતિજ્ઞાપૂર્વક સાચેસાચી લખી છે તો તે નિગાહમાં લઈ યોગ્ય લાગે તેમ ગોઠવણ કરવા મે. કરશે. ઉપર જણાવ્યા મુજબ છાપરીઆલી મુનીમે અમને દી. ૮ની મુદત આપી હતી પરંતુ તેમાં ચાર દીવસ ગયા છે ફક્ત હવે ચાર દિવસ બાકી રહ્યા છે તે તેટલી મુદતમાં જે કાંઈ નિર્ણય નહીં થશે તે હું શિંગડા લઈશ નહિ તે તમારાં હેર ડબામાં પૂરી ડેબે વસૂલ લઈશ. આ પ્રમાણે મુનીમે ધમકી આપી માટે મહેરબાની કરી આ બાબતના ખબર ચાર દિવસમાં અમને પાલીતાણ પેઢીએ આપવા મે. કરશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy