________________
૩૭
છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી આના માટે પેઢી તરફથી અનેક વાર જાતજાતના પ્રયત્નો કરવામાં આવ્યા હતા એમ એના દફતરમાંથી જાણવા મળે છે. અત્યારે આ કેમ રંજાડતી નથી. શિંગડાવે અને તેની નાબુદી :
જીવદયાના છાપરિયાળીમાં કરવાં પડતાં કામોને પહોંચી વળવાને ઘણું જ ખર્ચ કરવું પડતું અને તેથી આવક ત્થા ખર્ચના આંકડાની વચ્ચે ઘણું અંતર રહેતું. આ અંતરને સરખું કરવા પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા જીવઢયા પ્રેમીઓને ઘણી જ ચિંતા રહ્યા કરતી. આ ચિંતાને હલ કરવાના એક ઉપાય તરીકે ભાવનગરના સુપ્રસિદ્ધ નાગરિક શેઠ શ્રી જગજીવનદાસ અમરચંદ છાપરિયાળીના બીડને લાભ લેતાં નાના મોટા દરેક જાનવર દીઠ માસિક રૂ. ૨ ને શિંગડાવે લેવાનું સૂચન કર્યું હતું.
આની સામે છાપરિયાળીના નાનાં-મેટાં પશુ ધરાવતા ખેડૂતોએ મોટે હબાળો ઊભો કર્યો હતો અને એ માટે અમદાવાદની પેઢીને એક વિસ્તૃત અરજી પણ કરી હતી. મુખ્યત્વે આ અરજીમાં એમણે સ્પષ્ટરૂપે શિંગડાવેરા સામે જે વિરોધ વ્યક્ત કર્યો હતે તેને લીધે આ વેરે લેવાનું પેઢીએ બંધ રાખ્યું હતું અને એ મતલબને પત્ર પાલીતાણા ત્યા ભાવનગર શેઠ શ્રી જગજીવનદાસ અમરચંદને લખ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org