________________
છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી
૨૩૫ ખચ ખાતાનું નામ વિ. સં. ૨૦૩૧ વિ. સં. ૨૦૩૪ (૨૨) સૂકાં મરચાનું ખાતું
૭૪-૫૦
૫૨-૦૦ (૨૩) તલરેડનું ખાતું
૩૭૫-૦૦ (૨૪) જુવારની કડબ ખાતું
૧૨૧૦૨-૮૨
૪૫૫-૦૦ (૨૫) લીલી જુવાર કડબ મકાઈનું ખાતું ૧૦૦૦-૦૦
૪૭૮૦-૦૦ (૨૬) લીલું ઘાસ ખેતરનું ખાતું ૧૨૨૫-૦૯ (૨૭) ઘઉંનું કુવળનું ખાતું
૧૮૫૭૧-૩૫ (૨૮) શેરડીનું ખાતું
૭૦૯૩૦-૨૫ (૨૯) કપાસી કેફીનું ખાતું (૩૦) રાજદાણનું ખાતું
૪૦૧૯૪૫-૭૯
૧૩૮૬૨૯-૯૯ પાંજરાપોળ ચલાવવી એને અર્થ આવક વધારવાનું સાધન ઊભું કરવું એ નહિ પણ આવક કરતાં વધુ જે કંઈ ખર્ચ થાય તેને ધર્મબુદ્ધિથી પહોંચી વળવાની આર્થિક જવાબદારી સ્વીકારવી તેવો થાય છે. જે વાત ઉપર આપેલા આવક, ખર્ચના આંકડાઓ ઉપરથી પણ સમજી શકાય છે. ઉપર આપેલા બે વર્ષના આવક, ખર્ચનાં આંકડા એ તે માત્ર નમૂનારૂપ છે. એમાં સામાન્ય પરિસ્થિતિ પ્રમાણે થા ઢોરની સંખ્યામાં સ્થા. સંધ તરફથી મળતી મદદના પ્રમાણમાં થતી વધઘટના પ્રમાણમાં ફેરફાર થતું રહે તે સ્વાભાવિક છે. એકંદર જોઈએ તે આ ખૂટતા ખર્ચને પહોંચી વળવાને ધર્મપુરુષાર્થ કરવાને વ્યવસાય છે જે સતત લાગવગ અને મહેનત માંગી લે છે. કાયમી તિથિની રોજના :
બીજી પાંજરાપોળની જેમ છાપરિયાળીની પાંજરાપોળમાં પણ દર વર્ષે આવક કરતાં વધારે ખર્ચ થતું હોવાથી એને પહોંચી વળવાની પેઢીના ટ્રસ્ટીઓને સતત ચિંતા રહ્યા કરે છે. આ ચિંતામાંથી રૂ. ૧૦૦૧/ની કાયમી તિથિની યોજના કેટલાંક વર્ષ પહેલાં તૈયાર કરવામાં આવી છે. એટલે જે ભાઈ બહેન અથવા સંસ્થા તરફથી રૂ. ૧૦૦૧/ જે તિથિ માટે ભેટ આપવામાં આવે તે તિથિએ પાંજરાપોળનાં પ્રાણીઓને એમના નામથી રૂ. ૧૦૦૧/- જે વ્યાજ આવ્યું હોય તેમાંથી ઘાસચારો નીરવામાં આવે છે. તા. ૩૧૧૦-૧૯૮૫ સુધીમાં આવી તિથિઓ ૮૭૮ નોંધાઈ છે અને હજુ પણ આ માટે પેઢીના ટ્રસ્ટીઓ પ્રયત્ન કરતા રહે છે. આવું જ એક પ્રયત્ન ૫ પૂ. મુનિરાજ શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજની પ્રેરણાદાયક નિશ્રામાં શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈએ મુંબઈમાં કર્યો હતે. એને અહેવાલ “કેન્ફરન્સ સંદેશ”ના માર્ચ-એપ્રિલ ૮૪ના સંયુક્ત અંકમાં છપાયે છે. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org