________________
શેઠ આ૦ ૪૦ની પેઢીના ઇતિહાસ
આ ઠરાવ પેઢીના વહીવટદારાની દરેક કામ અંગેની ચીવટના ખ્યાલ આપે છે. પેપર મગાવવાની ટીકા —
૧૮૦
પેઢીની કાર્યવાહક સમિતીએ તા. ૪-૧-૧૯૦૮ના રાજ કરેલ ઠરાવ જાણવા જેવા હાઈ નીચે આપવામાં આવે છે—
પાલીટાણાના જા, ન. ૮૭ તા. ૨૭-૧૨-૧૯૦૭ના કાગળથી છાપરિયાળી ખાતે જૈન પેપરના લવાજમના રૂ. ૪/ ઉધારેલા. તે કાની મજૂરીથી ઉધાર્યા. તે બાબત ત્યાંના મુનીમના ખુલાસેા માગતા પાલીટાણાના માજી મુનીમના રૂબરૂના હુકમથી તે પેપર મગાવવામાં આવે છે. આમ લખાઈ આવ્યુ છે તેના જવાખમાં લખવું' કે છાપરિયાળી ખાતે જૈન પેપર મગાવ્યું હોય તે ખરચ મજરે અપાશે નહિ. છતાં અપાયેલુ આ વાર પાછું ન લેતાં હવેથી તેવુ ખરચ અપાસે નહિ. ’
આ ઠરાવ એ ષ્ટિએ નોંધપાત્ર છે કે પૈસાની બાબતમાં છણીજીણી ખાખત પશુ પેઢીના વહીવટદારાની નજર બહાર જતી ન હતી. તેનું સૂચન કરે છે.
કેટલાક જાણવા જેવા ઢરાવાના સાર :
હવે પૈસાની લેણ-દેણુની ખાખતમાં કરેલ કેટલાક ઠરાવા અક્ષરસહ ન આપતાં તેના સાર આપવામાં આવે છે.
પાલનપુરના દિવાનની માંગણી અંગે :
તા. ૧–૯–૧૮૮૨ના ઠરાવ ઉપરથી જાણવા મળે છે કે પાલનપુરના દિવાન હુસેન મહુ‘મદખાંનજી અસમાખાંનજી પાતાના દાગીના પેઢીમાં ગીરા મુકીને એક લાખ રૂપિયાની માંગણી દર મહિને ત્રણ આનાના વ્યાજથી ચાકસી છેટાલાલ ત્રીકમલાલ મારફતથી કરી છે. તે ઉપરથી પેઢીએ નક્કી કર્યુ* કે સેાનાના ભાવ વધતા હેાવાથી તે ઉપર વિચાર કરીને વધારે રાખવેા.
લેણાની પતાવટ :—
તા. ૧૬-૧૦-૧૮૯૨ના તથા તા. ૨૭-૮-૧૮૯૩ના ઠરાવા ઉપરથી જાણવા મળે છે કે પાલીતાણાના મેાઢી નાગજી રગનાથ અને મેાદી માતી રંગનાથનુ ઘર ગીરા રાખીને એના ઉપર કઈક રકમ ધીરવામાં આવી હતી. પણ તા. ૧૬-૧૦-૯૨ના રોજ એની પાસે ૪૮૦/ રૂ. લેણા બાકી રહેતા હતા. તેા ભરી શકે એમ ન હેાવાથી એમને રાહત આપવા માટે, રૂ. ૩૫૦/ લઈને એ લેણું માંડી વાળવાના ઠરાવ કરવામાં આવ્યા હતા. પણ એ રીતે પણ તેએ પાતાનું દેવું ચુકવી શકયા નહી.. તથા તેમની સ્થિતિ પેાતાની રકમ ભરી શકે તેમ ન હતી, તેથી નક્કી કરવામાં આવ્યું કે તેમની પાસેથી રૂ. ૨૦૦/
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org