________________
કેટલાક બાદશાહી ફરમાન
૧૪૭ અનાદર કરે નહીં અને નવી સનદ માંગવી નહીં. તા. ૭ માહે ઉદ્દબહિશ્ન, માહે રબીઉલ અવ્વલ રાજ્યાભિષેકનું ૩૭ મું વર્ષ (ઈ. સ. ૧૫૮૩)
(મૂળ ફરમાન માટે જુઓ છબી નં. ૧).
સનદ-૨ નુરુદ્દીન મહમ્મદ જહાંગીર બાદશાહ ગાઝીનું ફરમાન
નુરુદ્દીન મહમ્મદ જહાંગીર બાદશાહ અકબર બાદશાહ હુમાયુન બાદશાહ બાબર બાદશાહે મીરજા ઉમર શેખ સુલતાન અબુસઈદ સુલતાન મીરજા મોહમ્મદશાહ મીરાંશાહ અમીર તૈમુર સાહિબ
કિરાનને દીકરે કુલ સુરક્ષિત રાજ્યના અને ખાસ કરીને ગુજરાતના સન્માન્ય હાકેમે, જાગીરદારે, કરેડીઓ, મુત્સદ્દીઓને જાણ થાય કે બાદશાહ, ખુદાને પારખનાર, અલ્લાહના બંદાઓમાંના દરેક પંથ અને ધર્મના શુભેચ્છક બલકે પ્રત્યેક ચેતન વસ્તુની રાહતને ખ્યાલ રાખનાર છે તેથી આ દરમ્યાન બેખહરમ (વિવેકહર્ષ) પરમાનંદ જતિએ દરબારમાં ઉપસ્થિત થઈને તખ્તના પાયા પાસે ઊભા રહેનારાઓને અરજ ગુજારી કે બાજીસેનસુરિ (વિજયસેનસૂરિ), બાજીદેવસૂરિ (વિજયદેવસૂરિ) અને ખુશફહમ નંદબાજીપ્રાણુ (નવિજ્યપ્રાણ) ઠેર ઠેર અને દરેક શહેરમાં દેરાંઓ અને ધરમશાળાઓ ધરાવે છે અને એમાં ખુદાની પૂજા અર્ચનામાં તલ્લીન રહે છે, ઉપરાંત મજફર વિવેકહ પરમાનંદની સાધના અને પ્રભુપ્રાપ્તિની પણ પ્રતીતિ થઈ.
તેથી જગતમાન્ય અને દુનિયા દ્વારા શિરોમાન્ય રખાતે આદેશ બહાર પડશે કે - આ લોકેાનાં દેરાં અને ધર્મશાળાઓમાં કેઈએ પડાવ નાખ નહીં, અને વિના કારણે પ્રવેશ કરવો નહીં, અને જો એ લોકો એને જીર્ણોદ્ધાર કરવા માંગતા હોય તે કેઈએ અડચણ કે અવરોધ ઊભા કરવા નહીં તેમજ તેમના શિષ્યોનાં ઘરોમાં પડાવ નાંખવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org