SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ કેટલાંક બાદશાહી ફરમાના જગદ્ગુરુ આચાય શ્રી હીરવિજયસૂરિજીએ સમ્રાટ અકબરની મુલાકાત લીધી ત્યારથી (વિ. સ. ૧૬૩૯થી) લઈને તે નગરશેઠ શાંતિદાસ સહસકરણ ઝવેરીના સ્વર્ગવાસ થયે ત્યાં સુધીના (વિ. સ. ૧૭૨૫ સુધીના) આશરે પાસેા વર્ષ જેટલા લાંખા ગાળા દરમ્યાન સમ્રાટ અકખર વગેરે પાંચ માગલ ખાદશાહો તરફથી જૈન સ`ઘને (એટલે કે આચાર્ય શ્રી હીરવિજયસૂરિજી વગેરે શ્રમણાને તેમજ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને ) જે ફરમાના મળ્યાં હતાં તેમાં શત્રુજય મહાતીર્થના માલિકી હક્કો ભેટ આપ્યા સંબંધી તથા એ તીર્થમાં લેવામાં આવતા કર માફ઼ કરવા સંબંધી તેમજ જૈન સઘનાં અન્ય ધર્મસ્થાનાની સાચવણી થઈ શકે એને લગતાં કેટલાંક ફરમાનેાના સમાવેશ થાય છે. આ અંગે જે માહિતી ઉપલબ્ધ થઈ છે તે મુજખ આવાં કુલ નવ ફરમાના મળ્યાં છે, જેની માહિતી નીચે મુજમ છે—— (૪) સાત ક્રમાના શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના કબજામાં છે. (૧) એક ફરમાન પ. પૂ. મુ. શ્રી વિદ્યાવિજયજીએ લખેલ સૂરિશ્વર અને સમ્રાટ ”પુસ્તકમાં ચોથા ફરમાન તરીકે પૃ. ૩૮૮-૩૮૯ ઉપર આપવામાં આવેલ છે. (૪) એક ફરમાન શ્રી એમ. એસ, કેમિસેરિયેટ-( M. S. Commissariat ) લખેલ Imperial Mughul Farmans in Gujarat ” નામે પુસ્તકમાં ૨૦મા નબરના ફરમાન તરીકે આપેલ છે. માગલ ખાદશાહેા તરફ્થો જૈન સાંઘને મળેલ આ ફરમાના ઉપરથી એ વાત ફલિત થાય છે. એક વાત તેા એ કે શ્રી શત્રુંજય મહાતીની પૂરેપૂરી સાચવણી તેમજ વ્યવસ્થા અને એ તીના યાત્રિકાને કાઈપણ જાતની કનડગત સહન કરવી ન પડે એવી આવકારદાયક પરિસ્થિતિ ઊભી કરવા માટે જૈન સઘને, અને વિશેષે કરીને અમદાવાદના જૈન સધને, તેમજ સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સઘના તે વખતના મુખ્ય સુકાની નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને ઘણી ચિંતા રહેતી હતી અને એ માટે તેઓ અવારનવાર જરૂરી કાર્યવાહી પણ હાથ ધરતા રહેતા હતા. બીજી વાત એ કે, એ અરસાા માગલ બાદશાહેા ઉપર નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી કેવા પ્રભાવ તેમજ રાજદ્વારી લાગવગ ધાવતા હતા, તે આ ફરમાના ઉપરથી જાણી શકાય છે. જૈન સંધની આવી સજાગતા તથા શ્રમણ સંઘના પ્રભાવક પુરુષોના તેમજ નગરશેઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy