SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શેઠ આ કુની પેઢીના ઇતિહાસ રાજ) પેઢીનું પહેલવહેલુ બધારણ ઘડવા માટે નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હિમાભાઈના પ્રમુખપદે અમદાવાદમાં ભારતભરના જૈન સંધાના પ્રતિનિધિઓની સભા મળી હતી. તેમાં મુંબઈ શ્રીસંઘના એક પ્રતિનિધિ તરીકે શેઠ તલકચંદ માણેકચંદ મુંબઈવાળા પણ હાજર હતા. અને તેમણે એક ઠરાવ પણ રજૂ કર્યા હતા. વળી આ ઉપરાંત એવી માહિતી પણ મળે છે કે પાલીતાણામાં આ જ નામના એક સદગૃહસ્થ તલકચંદ માણેકચંદ થઈ ગયા અને તેમની સખાવતથી પાલીતાણામાં પુસ્તકાલય વગેરે સસ્થા અસ્તિત્વમાં આવી હતી. ૨૯. અહી' એક પ્રસ`ગ ાણવા જેવે નોંધવા ઉચિત લાગે છે તે પ્રસંગના કેન્દ્રમાં શ્રી અ`બાશંકર જેરામ ભટ્ટ જ રહેલાં છે. આ પ્રસંગ શ્રી અંબાશકર ભટ્ટના સુપુત્ર શ્રી શંકર ભટ્ટે લખ્યા છે જે અમદાવાદથી પ્રગટ થતા · અખંડઆનંદ' નામના માસિકના સને ૧૯૮૪ના મે માસના અંકમાં છપાયા છે. તેના ઉતારા અહીં સાભાર આપવામાં આવ્યા છે. ક વ્યનિષ્ઠા સેવક આણંદજી કલ્યાણુજીની પેઢી કાઈ વેપારી સ ́સ્થા નથી. આણુજી એટલે આણુંદ અને કલ્યાણજી એટલે કલ્યાણુ. આનંદ કરી અને કલ્યાણ કરી, અને આનંદથી જીવા એવા એને અં થાય છે. આ પેઢી જૈન ધર્માંની છે, અને ભારતભરમાં તેની ઘણી શાખાઓ છે. “ પાલીતાણા જૈનેાનું મુખ્ય યાત્રાધામ છે, જ્યાં લાખા જૈને દર વર્ષે યાત્રા કરવા આવે છે. ' * પેઢીની પાલીતાણાની શાખામાં સાઠે – પાંસઠ વર્ષ પૂર્વે અંબાશ`કર જયરામ ભટ્ટ નામના આસિસ્ટન્ટ મુનીમ હતા. તેઓ પાલીતાણાના મૂળ વતની હતા. આ સમયે પાલીતાણા દેશી રાજ્ય હતું અને તેના રાજા ઘણુ` ભણેલા હતા અને ધર્મનિષ્ઠ હતા, પર ંતુ તેમના પડખિયા અભણુ, નાલાયક હતા. “ એક વખત રાજા પાલીતાણાના ડુંગર ઉપર ( સિદ્ધાચળ ) ઉપર ગયા. સાથે એક હજૂરિયા અને ખીજ પણ હતા. રિવાજ મુજ્બ જ્યારે રાજા પહાડ ઉપર જાય ત્યારે પેઢીના મુનીમે હાજર રહેવુ જોઈએ. શ્રી ભટ્ટ તેમના કારકુન સાથે ત્યાં હાજર હતા. રાજા જ્યારે મદિરમાં દાખલ થાય ત્યારે તેમણે બૂટ ઉતારી મખમલની મેાજડી પહેરીને અંદર પ્રવેશ કરવા જોઈએ, એવેશ નિયમ હતા. “રાજા તા તે મુજબ વવા તૈયાર હતા, પરંતુ હજૂરિયાએ રાજાને બૂટ ન ઉતારવાની અવળી સલાહ આપતાં રાજાએ ખૂટ પહેરીને જ મદિરમાં જવાનો આગ્રહ રાખ્યા. મુનીમે રાજાને સમજાવ્યા ‘મહારાજ, બહુ જુલમ થશે અને આખી જૈન કામ ક્રાપી ઊઠશે. હુ· આપના ભલા માટે કહ્યુ` છું. કૃપા કરીને આપના નિર્ણય ફેરવા તા સારું,' પરંતુ કહેવત છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ' તે મુજબ તેઓ ખૂટ પહેરીને મંદિરમાં દાખલ થયા. આથી શ્રી ભટ્ટ પિવળ થઈ ગયા અને નીચે પેઢીમાં જઈ અમદાવાદની મુખ્ય પેઢીમાં શ્રી લાલભાઈ લપતભાઈ, જેએ તે વખતે પેઢીના અધ્યક્ષ હતા, તેમને વિગતથી તાર કર્યો. આ બનાવથી ગામમાં ચફચાર ફેલાઈ અને શ્રી ભટ્ટને પકડી કસ્ટડીમાં બેસાડી દીધા. પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy