________________
૯૪
શેઠ આ૦ ૪૦ની પેઢીના ઇતિહાસ રાજ ઉપર મુસલમાન જમાત તરફથી પહોંચતી પણ કરવામાં આવી. અને કેટલુંક કામ પશુ શરૂ કરવામાં આવ્યું. આ મામતને ગિરિરાજ ઉપર ગઢની અદરના ભાગમાં જૈન સંધને જે સપૂર્ણ અબાધિત અધિકાર મળ્યા હતા તેમાં રાજ્ય તરફથી કાચદા વિરુદ્ધ અને બિનજરૂરી દખલરૂપ માનીને એના સામના કરવા શેઠ આણ ંદજી કલ્યાણજીની પેઢી માટે જરૂરી હતા.
આ બાબતમાં પેઢી તરફથી સૌથી પહેલાં જે કાયદેસરની અરજી પાલીતાણાના ઠાકાર સર માનસિંહજીને માકલવામાં આવી તે પેઢીની વતી એના સેાલિસીટર, મુખઈના મેસસ' એડગેલા ગુલાખચંદ એન્ડ વાડિયા (Edgelow Gulabchand and Wadia)ની સહીથી તા. ૧૫-૪-૧૯૦૩ના રોજ માકલવામાં આવી હતી. એ અરજીમાં જણાવ્યા મુજબ પાલીતાણાના દરખારશ્રીના અંગત ચાકર મહેામ્મદ જમાદાર નામના મુસલમાન ભાઈ એ તા. ૬-૪-૧૯૦૩ના રાજ અ'ગારશા પીરની દરગાહના સમારકામ તથા ત્યાં કરવા ધારેલ એકઢાળિયા (shed) ના બાંધકામ માટેની સામગ્રી ગઢમાં માકલી હતી અને ખાંધકામ શરૂ કરી શકાય એવી બધી તૈયારી કરી રાખી હતી. તા. ૧૬-૩-૧૮૭૭ના મુંબઈ સરકારના નં. ૧૬૪૧ના ઠરાવ મુજબ ગઢની અંદરની તમામ જમીન તથા એમાં આવેલ જૈન તથા અજૈન દેવસ્થાનાની માલિકી જૈનોની જ હતી અને એમાં અગોરશા પીરની દરગાહના સમાવેશ થતા હતા. એટલે ત્યાં સમારકામ કે નવુ. ખાંધકામ મહમ્મદ જમાદાર કે ખીજા કાઈ તરફથી કરવામાં આવે તે જૈન સ'ઘના અબાધિત અધિકાર ઉપર તરાપ મારવા જેવુ' હતું. એટલા માટે આ અરજી દ્વારા દરખારશ્રીને વિનંતી કરવામાં આવી હતી કે આ કામ તરત અટકાવી દેવામાં આવે.
આ અરજી મળ્યા પછી પાલીતાણા રાજ્યે, એમાં માગણી કરવામાં આવ્યા મુજબ, અંગારશા પીરની દરગાહમાં થતું સમારકામ અને બાંધકામ અટકાવી દેવાનુ` વાજમી અને કાયદેસરનું પગલુ ભરવાને બદલે પાલીતાણા રાજ્યના ન્યાયાધીશ તરફથી તા. ૨૨-૪-૧૯૦૩ ના રાજ બ્રાહ્મણ નાનજીના નામે એક હુકમ બજાવવામાં આવ્યા કે અંગારશા પીરના કમજો લાંબા વખતથી મુસલમાન જમાતના છે અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એની દેખરેખ તથા એનુ સમારકામ પણ એ જ સભાળે છે. એ રીતે મુસલમાન જમાતે એના સમારકામ માટે કેટલાક કારીગરો રોકીને એ કામ શરૂ કરાવ્યુ હતુ. તે દરમિયાન તા. ૨૧-૪-૧૯૦૩ના રાજ તમે તથા તમારી સાથેના કારખાનાના (શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢીના) ત્રીસ કે ચાળીસ માણસોએ ચૂના વગેરે ફગાવી દીધું અને જે ચણતરકામ થયું હતુ. તેને તેાડી પાડયુ હતું. તેથી સુલેહના ભગ થવાની શકયતા ઊભી થઈ છે. એટલા માટે તમારા દરેક પાસેથી એક વર્ષની મુદ્દત માટે શાંતિ જાળવવા માટે એકસા રૂપિયાના જામીન અને લેખિત નિવેદન કેમ ન લેવાં. તેનું કારણુ દર્શાવવા માટે તા. ૨૫-૪-૧૯૦૩ના રાજ ૧૧ વાગતાં કાટમાં હાજર થવુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org