SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ કાગળ લખ્યા હતા, આ કાગળના જવાબ એક્ટિંગ પાલિટીકલ એજન્ટ મિ. ખાન તરફથી તા. ૨૮-૨-૧૮૭૯ના રાજ ન. ૩૭૯ ૦f ૧૮૭૯ ના અંગ્રેજી પત્રથી પાલીતાણાના કારભારીને આપવામાં આવ્યા હતા. આ કાગળમાં આ કેસ પાલીતાણાની ફાટ માં ચલાવી શકાય એમ જણાવીને વધારામાં એમ સૂચવવામાં આવ્યું હતું કે, આ કેસમાં જો તહેામતદારો તકસીરવાર ઠરે અને એમને જે કઇ સજા કરવામાં આવે તેને અમલ પોલિટિકલ એજન્ટની અગાઉથી પરવાનગી લીધા વગર ન કરવા. ઉપરની હકીકત ઉપરથી જોઈ શકાય છે કે, પાલીતાણા રાજ્ય પાતાની સત્તાના ઉપયાગ ફરવા માટે પોલિટિકલ એજન્ટની પરવાનગી લેવા માટે ખ'ધાયેલું હતું. આ ફૈસલાથી છ આરાપીઓને તેા ખૂનના આરાપમાંથી મુક્તિ મળી જ ગઈ હતી. એટલા પ્રમાણમાં આ ચુકાદો આવકારદાયક હતા, પણ આલમ બેલીમનુ' મરણ પેઢીના માણસાએ ઈરાદાપૂર્વક ખૂન કરીને નિપજાવ્યુ હતુ. એ આરોપ તા ચાલુ જ રહેતા હતા. અને જો એનું સમુચિત પરિમાર્જન સત્વર કરવામાં ન આવે તે એ પેઢીના વહીવટ માટે તેમ જ જૈન સધને માટે એક પ્રકારના કલકરૂપ બની રહે એવી ખામત હતી. આ આક્ષેપનું પરિમાર્જન કરવા માટે પેઢી તરફથી ગાહિલવાડના આસિસ્ટન્ટ પોલિ ટિકલ એજન્ટને અરજી કરવામાં આવી હતી. (આ અરજી કઈ તારીખે અને કાની સહીથી કરવામાં આવી હતી તે જાણી શકાતુ' નથી.) ‘સાહેબ મહેરબાન’ એ સ બેધનથી શરૂ થતી ગુજરાતી ભાષામાં લખાયેલી આ અરજી ફૂલસ્કેપનાં વીસ પાનાં જેટલી વિસ્તૃત છે. આ અરજીમાં પાલીતાણાના સર ન્યાયાધીશ શ્રી જનાર્દન સુંદરજી કીર્તિકરે આપેલ ફૈસલાની સામે ખૂબ વિસ્તારથી રજૂઆત કરીને એ વાત પુરવાર કરવાને પ્રયત્ન કરવામાં આવ્યા હતા કે, આલમ બેલીમનુ' મરણુ અકસ્માતથી નહીં, પણ ખૂનથી થયાના સર ન્યાયાધીશે પેઢી ઉપર મૂકેલ આરોપ સાવ નિરાધાર છે. આ છાપેલ અરજીની સાથેાસાથ ફ્રા. આ. નં. ૯૮૭ તા. ૨૦-૧૦-૧૮૭૯ ના ગાહેલવાડ પ્રાંતના ડેપ્યુટી આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ શ્રી મગનલાલ ખાપુભાઈની સહીના, એક દસ્તાવેજરૂપ કાગળ સચવાયેલા છે. આ કાગળમાં પાલીતાણાના સર ન્યાયા ધીશે આપલ ચુકાદા અંગે વીસ કલમેામાં છડ્ડાવટ કરીને એમણે આ કેસ અંગે પોલિ ટીકલ એજન્ટ કલ એલ, સી, ખાનની નિણુયાત્મક માન્યતા રજૂ કરી છે. આ લખાણુના પહેલા અને સત્તરમા મુદ્દામાં પોલિટિકલ એજન્ટ સાહેબ' એમ જે ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે, આ આખી છણાવટ પોલિટીકલ એજન્ટ કુલ એલ. સી. ખાન સાહેબે તા. ૨-૯-૧૮૭૦ન. ૧૭૪૦થી કરી હતી અને એને વીસ મુદ્દામાં સમાવી લેવામાં આવી હતી. પેઢીના સિપાઇઓ ઉપર મૂકવામાં આવેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy