________________
ગ્રંથસમર્પણ
જેમણે આ ગ્રંથમાં મુદ્રિત થયેલી રચનાઓ રચી છે તે અનુપકારી ઉપર ઉપકાર કરનાર મહાનુભાવ મહામતિ શ્રી વીરભદ્રસૂરિ, શ્રી ઉદ્યોતનસૂરિ, શ્રી અભયદેવસૂરિ તથા આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ અને જેમણે પોતાનું નામ નથી જણાવ્યું તે ઉપાધ્યાય ભગવંતો તથા મુનિભગવંતો જયવંતા વર્તો, ૧–૩.
ઉપર જણાવેલા શ્રેષ્ઠ મુનિઓના તથા તેમના જેવા નિગ્રંથોના તેમ જ સર્વ આરાધક જીવોના કરકમલમાં, કર્મક્ષય કરનાર આ શ્રેષ્ઠ મહાગ્રંથને, કર્મક્ષયની ઇચ્છાવાળો અણુહિલપુર(પાટણ)વાસી-વર્તમાનમાં અમદાવાદવાસી, મોહનલાલ અને હરકુંવરીનો પુત્ર, આગમપ્રભાકર વિદ્વન્દ્વર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજનો શિષ્ય, પંડિત’ ઉપાધિવાળો ભોજક અમૃત વંદન અને વિનય પૂર્વક અર્પણ કરે છે, ૪–૭.
"
આપના જ કૃપાપ્રસાદથી મેળવેલી—સંશોધિત કરેલી-વસ્તુ આપને સમર્પિત કરવાની મારી ખાલક્રીડાને આપ ક્ષમાશ્રમણ ભગવંતો ક્ષમા કરશો, ૮.
શ્રી સંધ ભટ્ટારક, જિનેશ્વર ભગવંતોનું પ્રવચન તથા સર્વ આરાધક જીવો જય પામો અને લોકમાં મંગલ થાઓ, ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org