SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨. જૈન ગૂર્જર કવિઓ : ૯ દિશાઈએ પાદટીપ રૂપે કરેલી પૂર્તિઓ અહીં મૂળ સામગ્રીની સાથે ત્રાંસા બીબામાં લઈ લીધી છે. આ આવૃત્તિનાં સંપાદકીય ઉમેરણ ચોરસ કૌંસમાં છે.] - ૧ (શ્રી મેરૂતુંગસૂરિની વિચારશ્રેણી=સ્થવિરાવલી' સિં.૧૩૬૧ આસ.]માંથી, જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૨, અંક ૩-૪) જે રય િકાલગઓ અરિહા તિર્થંકરો મહાવીરો, તે રયણિમવંતિવઈ અહિસિક્તો પાલગો રાયા. – જે રાત્રિએ શ્રી અહંનું તીર્થંકર મહાવીર કાલગત થયા – મોક્ષ પામ્યા તે રાત્રિએ (ઉજ્જયિનીમાં ચંડપ્રદ્યોત મરણ પામતાં તેના પટ્ટે તેનો પુત્ર) પાલક રાજા અવંતિપતિ તરીકે અભિષિક્ત થયો. સઠી પાલગરત્રો પણવત્રસર્ય તુ હોઈ નંદાણું અઠસયં મુરિયાણં તીસચ્ચિય પૂતમિત્તસ્ય. બલમિત્ત-ભાણુમિત્તાણ સઠિ વરિસાણિ ચત્ત નહવહણે તહ ગભિલ્લરર્જ તેરસ વાસે સગલ્સ ચ9. - પાલક રાજાનું ૬૦ વર્ષ રાજ્ય થયું. નંદોનું ૧૫૫ વર્ષ, મૌર્યોનું ૧૦૮, પુષ્યમિત્રનું 30, બલમિત્ર-ભાનુમિત્ર બંનેનું ૬૦ અને નભોવાહનનું ૪૦ વર્ષ. પછી ગર્દભિલ્લનું રાજ્ય ૧૩ અને શકોનું ૪. (એમ કુલ ૪૭૦ વર્ષ.) તે પાટલીપુત્રમાં કૃષિના પુત્ર ઉદાયિ નૃપને કોઈએ મારી નાખ્યા પછી ગણિકાપુત્ર નંદ વીરાત્ ૬૦ વર્ષે નૃપ થયો. જુઓ હિમચંદ્રાચાર્ય કૃત] “પરિશિષ્ટપર્વ: અનન્તર વર્તમાન સ્વામિનિવણવાસરા, ગતાયાં ષષ્ઠિવત્સયંમેષ નન્દોભવનૃપઃ નવ નંદો પાટલીપુરમાં અનુક્રમે થયા. તેમનું રાજ્ય ૧૫૫ વર્ષ રહ્યું. આમ કુલ ૨૧૫ વર્ષ. પરિશિષ્ટપર્વમાં જે કહ્યું છે કે : એવં ચ શ્રી મહાવીરમુક્તáર્ષશતે ગતે, પંચપંચાશદધિકે ચન્દ્રગુપ્તોડભવતૃપા એટલેકે મૌર્ય ચંદ્રગુપ્ત મહાવીરના નિર્વાણથી ૧૫૫ વર્ષે રાજા થયો તે વિચારવા યોગ્ય છે. આથી આમ ૬૦ વર્ષ તૂટે છે, અને અન્ય ગ્રંથો સાથે વિરોધ આવે છે. ત્યાર પછી ૧૦૮ વર્ષ મૌર્યોનું રાજ્ય. મૌર્યો તે નવમા નંદને ઉથાપી ચાણક્ય પાટલીપુત્રમાં ચંદ્રગુપ્તાદિ સ્થાપ્યા છે. કુલ આમ ૩૨૩. ત્યાર પછી – મૌર્ય રાજ્ય પછી પુષ્યમિત્ર રાજાનું ૩૦ વર્ષ રાજ્ય, પછી બલમિત્ર-ભાનુમિત્ર એ બંને રાજાનું ૬૦ વર્ષ રાજ્ય. આ તે જ કે જેઓ કલ્પચૂર્ણિમાં ચતુર્થી પર્વના કરનાર કાલકાચાર્યને કાઢી મૂકનારા ઉજ્જયિનીમાં હતા જણાવ્યા છે તે. ત્યાર પછી નભોવાહનનું ૪૦ વર્ષ રાજ્ય. આ કોઈ નરવાહન રાજા થયો કહેવાય છે. એમ વીરનિર્વાણથી ૪પ૩ વર્ષ થયાં. આ વર્ષમાં ગદભિલના ઉચ્છેદક કાલકાચાર્યની સૂરિપદે પ્રતિષ્ઠા થઈ. તથા નભોવાહન રાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy