________________
પૂર્તિ
મહારાણીનો રોગ મટાડ્યો હતો તે જોતાં યશોભદ્રસૂરિનો આચાર્યકાલ વિક્રમની દશમી સદીના ત્રીજા ચરણ એટલે સં.૯૭૫ સુધી સંગત બને એમ ‘જૈન ધર્મકા મૌલિક ઇતિહાસ' દર્શાવે છે. એ નોંધપાત્ર છે કે બીજા શિષ્ય શાલિભદ્રસૂરિ પણ સં.૯૭૦માં આચાર્ય બની ચૂક્યા છે.
બલિભદ્રસૂરિ જુદા પડ્યા અને એમનાથી હટ્યુંડી/હસ્તિકુંડી-ગચ્છ શરૂ થયો. ત્યાં એમને વાસુદેવસૂરિ નામ મળ્યું. આ કારણે બીજા શિષ્ય શાલિ(ભદ્ર)સૂરિ યશોભદ્રને પાટે આવ્યા.
૩. શાલિ(ભદ્ર)સૂરિ : તે ચૌહાણવંશના હતા. સૂરિપદ સં.૯૭૦, ૪. સુમતિસૂરિ. ૫. શાંતિસૂરિ. ૬. ઈશ્વરસૂરિ.
૭. શાલિસૂરિ : સં.૧૧૮૧. હ
:
૨૩૫
૮. સુમતિસૂરિ.
૯. શાંતિસૂરિ : સં.૧૨૫૯(૧૨૨૯)માં શીસોદિયા ઓસવાળ બનાવ્યા. સં.૧૨૮૮માં માદંડી(માદ્રી)માં શાંતિનાથની પ્રતિષ્ઠા કરનાર ખંડેરક ગચ્છાચાર્ય શાંતિસૂરિ (જૈ.સા.ઇ. પૃ.૩૮૯-૩૯૦, પાદટીપ ૪૦૪) આ હોઈ શકે.
૧૦. ઈશ્વરસૂરિ : આબુમાં લૂણગવસહીમાં પ્રતિષ્ઠા સં.૧૨૪૫ કે ૧૨૯૧. ૧૧. શાલિસૂરિ. ૧૨. સુમતિસૂરિ. ૧૩. શાંતિસૂરિ. ૧૪, ઈશ્વરસૂરિ. ૧૫. શાલિસૂરિ. ૧૬. સુમતિસૂરિ.
૧૭. શાંતિસૂરિ : સંભવતઃ એમના રાજ્યકાળમાં નીચેના ઈશ્વરસૂરિએ એમની કૃતિઓ રચી, સં.૧૫૬૧ અને ૧૫૬૪.
‘સાગરદત્ત રાસ’ના કર્તા શાંતિસૂરિ આ હોવાનું માનવામાં આવ્યું છે (જૈ.ગૂ.ક, ૧,૧૯૬-૯૭) પરંતુ એ તો પોતાને આમદેવસૂરિશિષ્ય કહે છે.
૧૮. ઈશ્વરસૂરિ : એમનું અપરનામ દેવસુંદર હતું. ‘લિલતાંગચિરત્ર' (સં. ૧૫૬૧) અને ‘શ્રીપાલ ચોપાઈ' (સં.૧૫૬૪) શાંતિસૂરિના પ્રસાદથી રચી હોવાનું પણ પોતે શાલિસૂરિના શિષ્ય હોવાનું એ કહે છે. તેથી એ શિષ્ય શાલિસૂરિના હોય, શાંતિસૂરિના રાજ્યકાળમાં આ કૃતિઓ રચી હોય અને એમના પછી પાટે આવ્યા હોય એવો સંભવ છે. શાલિસૂરિ-સુમતિસૂરિ-શાંતિસૂરિ-ઈશ્વરસૂરિશિ. ધર્મસાગરશિ. ચોથાની ‘આરામનંદન ચોપાઈ' સં.૧૫૮૭ની મળે છે તે આ જ ઈશ્વરસૂરિ સંભવે છે. એમણે નાડલાઈમાં સં.૧૫૯૭માં ઋષભદેવની પ્રતિષ્ઠા કરી હતી. એમની સંસ્કૃત-ગુજરાતી કૃતિઓ માટે જુઓ ભા.૧, પૃ.૨૧૯-૨૨ તથા ૪૯૪.
સાંડેરગચ્છ સં.૧૬૩૬ અને ૧૬૪૦ (ભા.૧, ૧૭૬), સં.૧૬૫૨ (ભા.૩, ૧૧૮) તથા સં.૧૮૬૮માં (ભા.૫, ૧૫૪) લખાયેલી પ્રતો મળે છે. સમય જતાં સાંઢેરગચ્છ તપાગચ્છમાં ભળી ગયો છે.
નાગેન્દ્ર/નાગિલ/નાયલગચ્છ પટ્ટાવલી
(૧)
૧. વીરસૂરિ : એમણે મંડલપતિ ચચ્ચિગને સં.૧૦૮૦માં દીક્ષા આપી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org