SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ કેટલેક સ્થાને આ આચાર્યને વાચક ઉમાસ્વાતિ તરીકે ઓળખાવાયા છે તે ભૂલ છે. * ૩૨. પુષ્યમિત્ર : જન્મ વીર સં.૧૧૫૨, દીક્ષા વીર સં.૧૧૬૦, યુગપ્રધાન વીર સં.૧૧૯૭ (૧૧૯૦), સ્વ. વીર સં. ૧૨૫૦. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના એ અંતિમ ધારક ગણાય ૩૩. સંભૂતિ : જન્મ વીર સં.૧૨૨૧, દીક્ષા વીર સં. ૧૨૩૧, યુગપ્રધાન વીર સં.૧૨૫૦, સ્વ. વીર સં.૧૩00. ૩૪. માઢર સંભૂતિ : જન્મ વીર સં.૧૨૬૦, દીક્ષા વીર સં.૧૨૭૦, યુગપ્રધાન વીર સં.૧૩૦૦, સ્વ. વીર સં. ૧૩૬૦. સમવાયાંગ સૂત્રના એ છેલ્લા ધારક હતા. કોઈ પટ્ટાવલીમાં માઢર સંભૂતિ પહેલાં આવે છે ને સંભૂતિ તે પછી. ૩૫. ધર્મ : જન્મ વીર સં.૧૩૨૫, દક્ષા વીર સં.૧૩૪૦, યુગપ્રધાન વીર સં.૧૩૬૦, સ્વ. વીર સં.૧૪00. ૩૬. જ્યેષ્ઠાંગગણિઃ કાશ્યપગોત્રીય. જન્મ વીર સં.૧૩૭૦, દિક્ષા વીર સં.૧૩૮૨, યુગપ્રધાન વીર સં.૧૪૦૦, સ્વ. વીર સં.૧૪૭૧. કલ્પવ્યવહારસૂત્રના એ છેલ્લા ધારક મનાય છે. ૩૭. ફલ્યુમિત્ર : જન્મ વીર સં.૧૪૪૪, દીક્ષા વીર સં.૧૪૫૮, યુગપ્રધાન વીર સં.૧૪૭૧, સ્વ. વીર સં.૧પ૨૦. દશાશ્રુતસ્કંધના એ છેલ્લા ધારક મનાયા છે. ૩૮, ધર્મઘોષ : જન્મ વીર સં૧૪૯૬, દીક્ષા વીર સં. ૧૫૦૪, યુગપ્રધાન વીર સં.૧પ૨૦, સ્વ. વીર સં.૧૫૯૭(૧૫૯૮). કેટલીક વાર આમને રાજગચ્છના શીલભદ્રસૂરિના ત્રીજા પટ્ટધર ધર્મઘોષસૂરિ માની લેવામાં આવ્યા છે પણ એ ભ્રાન્ત છે. રાજગચ્છના ધર્મઘોષસૂરિએ વિ.સં.૧૧૮૬ એટલે વીર સં.૧૬પ૬માં “ધર્મકલ્પદ્રુમની રચના કરેલ છે. - ૩૯. વિનયમિત્ર : જન્મ વીર સં.૧૫૬૮, દીક્ષા વીર સં.૧૫૭૮, યુગપ્રધાન વીર સં.૧૫૯૭(૧૫૯૮), સ્વ. વીર સં.૧૬૮૩. ૪૦. શીલમિત્રઃ જન્મ વીર સં. ૧૬પ૨, દીક્ષા વીર સં.૧૬૬૩, યુગપ્રધાન વીર સં.૧૬૮૩, સ્વ. વીર સં.૧૭૬૨. ૪૧. રેવતીમિત્ર : જન્મ વીર સં.૧૭૩૭, દીક્ષા વીર સં.૧૭૪૬, યુગપ્રધાન વીર સં.૧૭૬૨, સ્વ. વીર સં.૧૮૪૦. ૪૨. સુમિમિત્ર : જન્મ વીર સં.૧૮૧૦, દીક્ષા વીર સં.૧૮૨૨, યુગપ્રધાન વીર સં.૧૮૪૦, સ્વ. વીર સં.૧૯૧૮. સૂત્રકૃતાંગના છેલ્લા ધારક મનાયેલા મહાસુમિણ આ જ હોવા સંભવ છે. ૪૩. હરિમિત્ર : જન્મ વીર સં.૧૮૮૨, દીક્ષા વીર સં.૧૯૦૨, યુગપ્રધાન વીર સં.૧૯૧૮, સ્વ. વીર સં.૧૯૬૩. ૪૪. વિશાખગણિઃ યુગપ્રધાન વીર સં.૧૯૬૩થી ૨000. કેટલાક અંગશાસ્ત્રોના એ છેલ્લા ધારક મનાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy