________________
ઉપકેશગચ્છની પટ્ટાવલી
૧૮.
ત્યાંના રાજા ભુદૃવંશી સુરદેવે પ્રતિબોધિત થઈ ત્યાં શાંતિજિનમંદિર બંધાવી તેમાં ગુર પાસે પ્રતિષ્ઠા કરાવરાવી. વળી ઉચ્ચકોટમાં અને મરુકોટ્ટમાં શાંતિ અને નેમિજિનની અષ્ટમી અષ્ટાલિકા (અઠાઈ) ત્યાં ત્યાંના ભૂપ સાથે થવાની સ્થિતિ થઈ. તેમના શાંતિ નામના શિષ્ય ગુરુ સાથે વાદ કરતાં ગુરુએ પૂછ્યું “ભદ્ર ! કોઈ રાજાને પ્રતિબોધી તેની પાસે જિનમંદિર કરાવી શકીશ ?” ત્યારે તેણે કહ્યું, “હા, અને તેની પ્રતિષ્ઠા માટે આપને બોલાવીશ.” પછી તેણે ત્રિભુવનદુર્ગમાં જઈ ત્યાંના રાજાને પ્રતિબોધી તેની પાસે જિનમંદિર કરાવરાવી તે ભૂપ દ્વારા ગુરુને આવવા આમંત્રણ આપ્યું. મરકોટ્ટમાંથી ગુરુ ગયા. રાજાએ પ્રવેશોત્સવ કર્યો અને શુભ લગ્ન કક્કસૂરિએ પ્રતિષ્ઠા કરી ને જિનના ધર્મની તે દેશમાં પ્રતિષ્ઠા વધી. ત્યાં તે ગુરુ સ્વર્ગસ્થ થયા ને તેમના વંશમાં (પૂર્વોક્ત પાંચ નામોના ક્રમથી થનારા) આચાર્યો થવા લાગ્યા.
કક્કસૂરિઃ પુનઃ કક્કસૂરિ થયા તેમણે શ્રીમાલપુરના જૈન મંદિરમાં ઋષભપ્રભુનું બિંબ પ્રતિષ્ઠિત કર્યું. સત્યદેવી, સર્વાનુભૂતિ (યક્ષ) તથા ચક્રેશ્વરીના કહેવાથી રત્નપ્રભસૂરિ તથા યક્ષદેવસૂરિનાં નામ પોતાના ગચ્છમાં અપાતાં બંધ કર્યા કારણકે તેમને લાગ્યું હતું કે એવા સૂરિઓ ગચ્છમાં થશે નહીં. ને તેથી તે સિવાયનાં પછીના ત્રણ આચાર્યોનાં નામો (કક્ક, સિદ્ધ ને દેવગુપ્ત) વર્તમાનથી અપાવાં નક્કી કર્યો. પછી એ ત્રણ નામના સૂરિઓ થતા ગયા ત્યાં ક્ષત્રિય વંશના દેવગુપ્તસૂરિ થયા. (૨૭૬)
બીજીઃ એમણે બાર વર્ષ સુધી આયંબિલ તપ કર્યું. નાગેન્દ્ર, ચન્દ્ર, નિવૃત્તિ ને વિદ્યાધર એ ચારને સ્થાને ઉપકેશગણની ૨૨ શાખાનાં નામ અપાયાં – ૧. સુંદર, ૨. પ્રભ, ૩. કનક, ૪. મેરુ, ૫. સાર, ૬. ચન્દ્ર, ૭. સાગર, ૮. હંસ, ૯. તિલક, ૧૦. કલશ, ૧૧. રત્ન, ૧૨. સમુદ્ર, ૧૩. કલ્લોલ, ૧૪. રંગ, ૧૫. શેખર, ૧૬. વિશાલ, ૧૭. રાજ, ૧૮. કુમાર, ૧૯. દેવ, ૨૦. આનંદ, ૨૧. આદિત્ય, ૨૨. કુંભ. કક્કસૂરિએ આબુ પર્વત આસપાસ તૃષાથી પીડાતા સંઘને માટે દંડસ્થાપનથી જલ પ્રકટાવ્યું. ભરૂચમાં સાધર્મિક વાત્સલ્ય - - સંઘજમણમાં જેસલપુરથી ઘી આપ્યું.
૩૫. દેવગુપ્ત ઃ તેમના પદમહોત્સવે જયતિલક આદિ પાંચ ઉપાધ્યાય સ્થાપ્યા. ઉક્ત જયતિલકે “શાંતિનાથચરિત્ર” રચ્યું.
૩૬. સિદ્ધ. ૩૭. કક્ક. ૩૮. દેવગુપ્ત. ૩૯. સિદ્ધ. ૪૦. કક્ક.
૪૧. દેવગુપ્ત. દેવગુપ્તસૂરિ ઃ તે વીણાવાદનમાં બહુ આસક્તિવાળા હતા અને તે છોડવા ઘણા સાધુ ને શ્રાવકોએ વાર્યા પણ તે લત છોડે નહીં. આખરે તેમણે જિનધર્મથી વિરુદ્ધ હોવા છતાં વ્યસન તજી નથી શકાતું એવો એકરાર કરી બીજાને પોતાના પદે સ્થાપી પોતે દેશાન્તરગમન કરશે એમ જણાવ્યું. એ પ્રમાણે કક્કસૂરિને સ્વપદે સ્થાપ્યા ને નક્કી કર્યું કે હવે પછી આ ગચ્છમાં જે ઊકેશ (ઓસવાલ)વંશમાં ઉત્પન્ન થયેલ હશે અને પિતૃકુલ અને માતૃકુલ બંને જેનાં શુદ્ધ હશે તેને જ સૂરિપદે સ્થાપવામાં આવશે. આવી વ્યવસ્થા કરી દેવગુપ્તસૂરિ સૂરિપદને સ્વયં તજી લાટદેશમાં ગયા. આ પરદેશગમન
-૧૪ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org