________________
જૈન ગૂર્જર કવિઓ : ૯
અને સૂરિ તરીકે ૪૬ વર્ષ રહ્યા. વીરાતુ ૨૬૫ વર્ષે ૧૦૦ વર્ષની વયે સ્વર્ગસ્થ થયા. તે વીરાતુ ૨૩૫ વર્ષે રાજ્ય કરતા અને શ્રેણિકની ૧૭મી પેઢીએ ઊતરી આવેલા સંપ્રતિ રાજાને પોતાના જૈન ધર્મમાં લાવ્યા, અને ત્રિખડુ - ત્રણે ખંડને પ્રાસાદ, બિમ્બો આદિથી સુશોભિત કર્યું અને અનાર્ય દેશમાં વિહાર, સ્થાપના કરી. અવન્તિસુકમાલ અને બીજા ઘણાઓને તેમણે જૈન દીક્ષિત કર્યા.
તેમણે સવા લાખ પ્રતિમાનવીન જિનપ્રાસાદ કરાવ્યા. સવા કરોડ બિંબો કરાવી તેની પ્રતિષ્ઠા કરાવી, ૧૩ હજાર જીર્ણોદ્ધાર, ૯૫ હજાર પિત્તલની પ્રતિમા, ૭00 સત્રાગાર, બે હજાર ધર્મશાલા કરાવી. ક્ષ.
તેિમનો જન્મ વીર સં. ૧૯૧, દીક્ષા વીર સં.૨૧૫, યુગપ્રધાનપદ વીર સં.૨૪૫, સ્વર્ગગમન વીર સં.૨૯૧માં 100 વર્ષની ઉંમરે ઉજ્જૈનમાં. તેઓ દશ પૂર્વધર હતા. જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૮.]
૧૨. આર્ય સુચિત : આર્ય સુસ્થિતને કોટિક (કોટિ વાર સૂરિમંત્ર જપવાથી) અને કાકન્દિક (કાકંદીનગરીમાં જન્મવાથી) નામનાં બે બિરુદ હતાં. ગોત્ર બાઘાપત્ય; ગૃહસ્થ તરીકે વર્ષ ૩૧, વતી તરીકે ૧૭ અને સૂરિ તરીકે ૪૮ વર્ષ રહ્યા. અને વીરાત્ ૩૧૩ વર્ષે ૯૬ વર્ષની વયે પંચત્વ પામ્યા. તેમનાથી કોટિકગચ્છ જન્મ પામ્યો. તેમના લઘુ ભ્રાતાનું નામ સુપ્રતિબુદ્ધ હતું.
સુસ્થિતસૂરિ જન્મ વીર સં.૨૪૩, સ્વર્ગગમન ૯૬ વર્ષની ઉંમરે વીર સં.૩૩૯માં કુમરગિરિ પર્વત પર. જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૯.]
૧૩. ઇન્દ્રદિન : જુિઓ તપા. પટ્ટાવલી ક્ર.૧૦.] ૧૪. દિલ્સ : જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૧૧.] ૧૫. સિંહગિરિ : જાતિસ્મરણ જ્ઞાનવાનું. સિંભવતઃ વીર સં.૪૯૦માં આચાર્ય, સ્વ. વીર સં૫૪૭-૪૮.]
આ વખતે પાદલિપ્તાચાર્ય, વૃદ્ધવાદિસૂરિ અને વૃદ્ધવાદિસૂરિના શિષ્ય સિદ્ધસેન દિવાકર કે જેમણે દીક્ષાનામ કુમુદચંદ્ર પ્રાપ્ત કર્યું હતું – પ્રભાવકચરિત્ર ૮, પ૭) થયા. સિદ્ધસેન દિવાકરે પોતાના “કલ્યાણમંદિરસ્તવ'ના પ્રભાવે ઉજ્જયિનીના મહાકાલ મંદિરમાં રદ્રનું લિંગ તોડી તેમાંથી પોતાના પાર્શ્વનાથની પ્રતિમાં પ્રગટ કરી બતાવી. તેમણે વીરા, ૪૭૦ વર્ષે વિક્રમાદિત્યને જૈન બનાવ્યા.
પટ્ટાવલીમાં વિક્રમને જૈન બનાવવાનું ૪૭૦ વીરાતુ એ વર્ષ આપ્યું જ નથી. તેમાં એ વાત જણાવી ઉમેર્યું છે કે વિક્રમરાજ્ય વીરાત્ ૪૭૦ વર્ષે થયું. વિક્રમાદિત્ય
૧. ઍડ રાજસ્થાન વૉ.૧ પૃ.૨૦૭ (બીજી આવૃત્તિ)માં આ સંબંધીનું વર્ષ વરાત્ ૨૦૨ આપે છે.
૨. સંપ્રતિ તે ચંદ્રગુપ્તપુત્ર બિંદુસારના પુત્ર અશોકના કુણાલનો પુત્ર. મો.દ.દે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org