________________
ઉપકેશગચ્છની પટ્ટાવલી
૧૯૭
કક્કસૂરિની પાટે સિદ્ધસૂરિ થયા (૨૦૨).
[મહુવામાં મ્લેચ્છો દ્વારા કેદ પકડવામાં આવ્યા અને શ્રાવકે એમને છોડાવી ખટ્ટકૂપ (ખાંટુ) પહોંચાડી દીધા.]
બીજીઃ ૨૧. સિદ્ધ
એમણે કોઈને આચાર્યપદ ન આપતાં “મહાર' પદવી આપી.] સિદ્ધસૂરિ : એમણે પોતાના યક્ષ નામના શિષ્યને મહત્તરપદે સ્થાપ્યો. તે પ્રાયઃ ષટ્ટકૂપમાં રહેતો. પછી પોતાના પદે કોઈને સ્થાપ્યા વગર સિદ્ધસૂરિ સ્વર્ગ સંચર્યા. આથી ગચ્છનો ભાર યક્ષ મહત્તર પર આવ્યો. (૨૦૫)
બીજીઃ ૨૨. રત્નપ્રભ [મહત્તર. ૨૩. યક્ષદેવ [મહત્તર].
૨૪. કક્ક ફિણાચાય. ૨૫. દેવગુપ્ત. દેવગુપ્તસૂરિ : હવે આ બાજુ મથુરાપુરીમાં એક નાના નામના વિદ્વાન્ હતા. તે કોઈ આરણ્યક ગુરુ પાસે દીક્ષા લઈ સર્વ સિદ્ધાંત શીખી નગરી પાસેના વનમાં વ્રત પાળતા હતા. તેમને યક્ષદેવસૂરિએ આચાર્યપદ આપી નન્નસૂરિ પૂર્વે કરેલા હતા. તેની પાસે કૃષ્ણ નામના બ્રાહ્મણે દીક્ષા લીધી હતી. હવે નન્નસૂરિએ બીજા કેટલાકને દીક્ષા આપી અલ્પ આયુ ભોગવી સ્વર્ગવાસ કર્યો એટલે કૃષ્ણ સાધુ ષટ્ટકૂપપુરે જઈ યક્ષ મહત્તર પાસે વીરમંદિરમાં ઉપસંપદ લઈ શિક્ષા દ્વિવિધ લીધી. તે પછી ગચ્છનો ભાર કષ્ણર્ષિને સોંપી યક્ષ મહત્તર સ્વર્ગસ્થ થયા. પછી કષ્ણર્ષિએ એક વખત દેવી ચઢેશ્વરીની વાણીથી ચિત્રકૂટ(ચિતોડ)માં જઈ કોઈને શિષ્ય કરી તેને ભણાવ્યો ને તેને સર્વ વિદ્યા પ્રાપ્ત થતાં દેવગુપ્ત નામ રાખી ગુરુ તરીકે સ્થાપિત કર્યા. પોતે ગચ્છભાર રાખ્યો પણ પછી તે શિષ્યને સોંપી કૃષ્ણર્ષિ નાગપુર ગયા ને ત્યાંના શ્રેષ્ઠી નામે નારાયણે પ્રતિબોધિત થઈ ગુરુની સંમતિ લઈ ત્યાં કોટની જગ્યા પર જૈનમંદિર કરાવ્યું, ને કૃષ્ણર્ષિને પ્રતિષ્ઠા કરવા વિનંતી કરી, પણ તેમણે દેવગુપ્તસૂરિ પૂજ્ય હોઈ તેમની પાસે કરાવવા કહ્યું. એટલે તે સૂરિને ગૂર્જર મેદિનીમાંથી બોલાવી માન આપી તેમની પાસે પ્રતિષ્ઠા કરાવીને ત્યાં ૭ર ગોઠી રાખ્યા. આથી નાગપુરમાં જૈન ધર્મનું સામ્રાજ્ય થયું. (૨૨૬) પછી કૃષ્ણર્ષિએ સપાદલક્ષ (સાંભર)માં ઉત્કૃષ્ટ તપ આદર્યું. નાગપુરથી રેવતગિરિ જઈ નેમિજિનને વંદી મથુરામાં આવી પારણું કર્યું. આ કૃષ્ણર્ષિએ દેવગુપ્તસૂરિને વિનંતી કરી કે કોઈ અનુયોગધર સૂરિ ગચ્છ માટે નીમવો ઘટે કારણકે સિદ્ધસૂરિ ગયા પછી ગુરુશૂન્ય ગચ્છ ઘણાં વર્ષ રહ્યો અને તેથી બીજા ગચ્છના સૂરિને કહેવાથી મેં આપને સૂરિ કર્યા. આથી દેવગુપ્તસૂરિએ જયસિંહ નામના વિદ્વાનને મંત્રાધાર ગુરુ કર્યા. તેમની પટ્ટે વીરદેવ ને વીરદેવની પાટે વાસુદેવ એમ ત્રણ મંત્રાધાર ગુરુઓ કેટલાંક વર્ષ સુધીમાં થયા. વળી પૂર્વે યક્ષદેવસૂરિએ નન્નસૂરિને સૂરિ કરેલા હતા ને નન્નસૂરિ સ્વર્ગસ્થ થતાં તેમના શિષ્યો મૂલ આચાર્યપદે રહેલા દેવગુપ્તસૂરિ પાસે ઉપસંપદ લેવા લાગ્યા. તે પૈકી સાવદેવ નામના એક સાધુને યક્ષ મહત્તરનું પદ આપ્યું હતું. તેમની પાટે ઉપાધ્યાય ને પછી મહત્તર એમ બે પદ પ્રાપ્ત કરનાર થયા તેને કેટલોક કાલ થયો. (૨૩૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org