________________
ઉપકેશગચ્છની પટ્ટાવલી
૧૯૫
ઓસવાલ કહેવાયા. ગચ્છની અધિષ્ઠાયિકા સચિકા એમની કુલદેવી સ્થાપિત થઈ. કોટામાં મુનિ કનકપ્રભજીને આચાર્યપદવી આપી. તેમનાથી કોરટાગચ્છ ચાલ્યો. ઉપકેશ, કોટા, વલ્લભીપુર અને ખંભાતમાં – એમ ઉપકેશગચ્છની ચાર શાખાઓ થઈ.].
યક્ષદેવસૂરિ : કોરેટકપુરે જતાં ત્યાં માણિભદ્ર યક્ષના મંદિરમાં વાસો કર્યો. તેના એક લઘુ શિષ્ય યક્ષના મસ્તકે પાતરાનું પાણી નાખવાથી યક્ષે તેને ગાંડો કર્યો. આ સૂરિએ તે વાત જાણી તે યક્ષને વશ કર્યો ને પોતાનું નામ સાર્થક કર્યું. (૧૩૮) તેના પદે કક્કસૂરિ – પછી સિદ્ધસૂરિ – પછી દેવગુપ્તસૂરિ આ પાંચ પ્રસિદ્ધ સૂરિઓનાં નામ અનુક્રમે અપાતાં ગયાં ને એ રીતે રત્નપ્રભ, યક્ષદેવ, કક્ક, સિદ્ધ ને દેવગુપ્ત નામના સૂરિઓ અનુક્રમે અનેક થયા. પછી કક્કસૂરિ થયા. (૧૪૩)
બીજીઃ ૮. યક્ષદેવે મણિભદ્ર યક્ષને પ્રતિબોધી સંઘનું વિબ નિવાર્યું. [આચાર્યપદ વીર સં.૮૪] ૯. કક, ૧૦. દેવગુસ. ૧૧. સિદ્ધ. ૧૨. રત્નપ્રભ. ૧૩. યાદેવ.
૧૪. કw. કક્ક : તેમના સમયમાં કેટલાક નવા શ્રાવકોને વીરપ્રભુની મૂર્તિના હૃદયસ્થાનની બે ગાંઠને દૂર કરવાનું સૂઝયું ને તેથી શિલ્પીઓને બોલાવી ટાંકણું કરાવતાં તેમાંથી રક્તધારા નીકળી. કક્કસૂરિને માંડવ્યપુરથી બોલાવ્યા. આચાર્યે અઠ્ઠમ તપ કરી શાસનદેવતાને બોલાવી તેમની પાસેથી જાણ્યું કે આ ખોટું થયું. મૂલપ્રતિષ્ઠાનો ભંગ થયો તેથી શ્રાવકોમાં પરસ્પર વિરોધ થશે, લોકો દારિયથી પીડિત થઈ દશે દિશાએ ચાલ્યા જશે, નગરનો ભંગ થશે. મૂર્તિની રક્તધારા અટકાવવાની વિધિ ચતુર્વિધ સંઘ ને ૧૮ ગોત્રના મુખ્ય પુરુષોએ મળીને અઠ્ઠમ તપથી બલિ માટે બાકળાનો એક દ્રોણ આપવાનો અને દહીં, દૂધ, આજ્ય તેમજ સર્વોષધિથી ભરેલા ઘડાઓથી મૂર્તિનું સ્નાત્ર કરવાની બતાવી. મૂર્તિના દક્ષિણ હાથે નવ અને ડાબા હાથે નવ એમ ૧૮ ગોત્રના મુખ્ય પુરુષને રાખી એ વિધિ કરવામાં આવી. તે ૧૮ ગોત્રનાં નામ (૧) તHભટ (૨) બપ્પનાગ (૩) કર્ણાટ (૪) બાલભ્ય (૫) શ્રીપાલ (૬) કુલભદ્ર (૭) મોરિષ (૮) ભિરિહિદ્ય (૯) શ્રેષ્ઠી જમણી બાજુનાં; ડાબી બાજુનાં (૧૦) સુચિત્તિત (૧૧) આદિત્યનાગ (૧૨) ભોરો (૧૩) ભાદ્ર (૧૪) ચિચિટિ (૧૫) કુંભટ (૧૬) કન્યકુબ્ધ (૧૭) ડિંડુભ (૧૮) બીજા (લઘુ) શ્રેષ્ઠી. આ ૧૮ ગોત્રના મુખ્ય પુરષોથી પંચામૃત મહોત્સવ થયો ને રક્તધારા અટકી. વીરપ્રતિષ્ઠા(વીરા ૭૦)થી ત્રણસો ત્રણ વર્ષે આ રીતે ગાંઠ કઢાવવાનો બનાવ બન્યો. (૧૭૩) તેમના પછી તેમના શિષ્ય યક્ષદેવસૂરિ થયા.
બીજી ઃ ૧૮ ગોત્રનો મેળ થયો તેનાં નામ – (૧) તાતહડ (૨) બાપણા (૩) કર્ણાટ (૪) વલ (૫) મોરાક્ષ (૬) કુલહટ (૭) વિહિટ (૮) શ્રીમાલ (૯) શ્રેષ્ઠી (૧૦) સુચંતી (૧૧) આઇયણા (૧૨) ચારવેડીઆ (૧૩) ભાદ્ર (૧૪) ચીંચટ (દેશલહરા શાખા) (૧૫) કુંભટ (૧૬) કનોજિયા (૧૭) ડિંડબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org