SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક અને એક કાલે વિદ્યમાન અને હાલ પ્રાયઃ અસ્ત પામેલા કેટલાક ગચ્છોની પટ્ટાવલીઓ ઐતિહાસિક સાધન તરીકે આપવામાં આવે છે. તા. પ-૭–૪૪ મોહનલાલ દલીચંદ દેસાઈ [‘જૈન ગૂર્જર કવિઓની પહેલી આવૃત્તિના બીજા ભાગમાં ખરતરગચ્છ, તપાગચ્છ અને અંચલગચ્છની પટ્ટાવલીઓ આપવામાં આવેલી તેનાં સાધનોની માહિતી ઉપરના પ્રાસ્તાવિકમાં એકસાથે આપવામાં આવી છે. ત્રીજા ભાગના બીજા ખંડમાં જે પટ્ટાવલીઓ આપવામાં આવેલી તેનાં સાધનોની માહિતી ત્યાં દરેક પટ્ટાવલીને આરંભે આપવામાં આવેલી. આ નવી આવૃત્તિમાં પણ એ જ સ્થિતિ ચાલુ રહી છે. અંચલગચ્છ પરત્વે ડૉ. ક્લાટે આપેલી ઉપરાંત બીજી એક પટ્ટાવલી પણ દેશાઈએ આધાર રૂપે લીધી છે એ ત્યાં દર્શાવ્યું છે. આ નવી આવૃત્તિમાં અત્યારે પ્રાપ્ત અન્ય સાધનોની મદદથી સઘળી પટ્ટાવલીઓમાં કેટલીક શુદ્ધિવૃદ્ધિ કરવામાં આવી છે તે ઉપરાંત કેટલીક પટ્ટાવલીઓ નવી દાખલ પણ કરી છે. એમાં સૌથી અગત્યનું સાધન ત્રિપુટી મહારાજકૃત “જેન પરંપરાનો ઇતિહાસ” છે. એના ચાર ભાગમાં લગભગ બધી શ્વેતાંબરીય પટ્ટાવલીઓ મળે છે. સંક્ષિપ્ત રૂપે એ દર્શનવિજયકૃત “પટ્ટાવલીસમુચ્ચય ભા. ૨'માં પણ છે. દુઃખની વાત એ છે કે “જેન પરંપરાનો ઇતિહાસ' જેવા મહત્ત્વાકાંક્ષી કાર્યમાં ગંભીર ક્ષતિઓ નિવારી શકાઈ નથી. મોહનલાલ દલીચંદ દેશાઈકૃત “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' તથા જૈન ગૂર્જર કવિઓમાંથી પણ કેટલીક માહિતી પ્રાપ્ત થઈ છે. “જૈન ગૂર્જર કવિઓની નવી આવૃત્તિના સાતમા ભાગમાં આપેલી વ્યક્તિનામસૂચિ આમાં ખૂબ કામમાં આવી છે. આ ઉપરાંત પ્રાચીન પરંપરા પરત્વે હસ્તીમજીકૃત “જૈન ધર્મકા મૌલિક ઈતિહાસ (ચાર ભાગ), ખરતરગચ્છ પરત્વે અગરચન્દ નાહટાકૃત “ઐતિહાસિક જેન કાવ્યસંગ્રહ, પાર્થચન્દ્રગચ્છ પરત્વે શ્રી જૈન હઠીસિંગ સરસ્વતી સભા પ્રકાશિત “પાર્શ્વચન્દ્રગચ્છ ટૂંક રૂપરેખા’ તેમજ અંચલગચ્છ પરત્વે પાર્શ્વકૃત “અંચલગચ્છ દિગ્દર્શન તથા કલાપ્રભસાગરસંપાદિત “શ્રી આર્યકલ્યાણગૌતમ સ્મૃતિગ્રંથ' એ પુસ્તકો પણ ઓછાવત્તા કામમાં આવ્યા છે. પછીની પટ્ટાવલીઓ માટે કામમાં લીધેલાં વિશેષ સાધનો ત્યાં જ નોંધ્યાં છે. ક્વચિત્ શ્રી દેસાઈએ પ્રથમ આવૃત્તિમાં ઉપયોગમાં લઈ લીધેલ સાધન ફરીથી જોવાનું પણ બન્યું છે. બીજી આવૃત્તિના સંપાદકે કરેલી સઘળી શુદ્ધિવૃદ્ધિ ચોરસ કૌંસમાં મૂકવામાં આવી પ્રથમ આવૃત્તિમાં દેશાઈએ પ્રાપ્ત પટ્ટાવલી અને પોતે કરેલાં ઉમેરણોને જુદાં રાખવાની કોશિશ કરી છે પણ એ સો ટકા ચોકસાઈથી થઈ શક્યું નથી તેમ એમાં એકસરખી પદ્ધતિ અપનાવી શકાઈ નથી એમ દેખાય છે. આરંભમાં એમણે પાદટીપમાં પોતા તરફથી સામગ્રી મૂકી છે પણ પછીથી ઘણી વાર પ્રાપ્ત સામગ્રીની સાથે જ એમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy