SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક (બીજા ભાગમાં) ઇન્ડિઅન ઍન્ટિબ્લેરી' નામના પુરાતત્ત્વ સંબંધીના અંગ્રેજી માસિકના પુસ્તક ૧૧ના સપ્ટેમ્બરના અંકમાં પૃ.૨૪૫થી ૨૫૬માં “એન્સેક્સ ફ્રોમ ધ હિસ્ટોરિકલ રેકૉર્ડ્ઝ ઓબ્દુ ધ જેનઝ” એટલે “જેનોની ઐતિહાસિક નોંધોમાંથી ઉતારા” એ નામના વિષય નીચે ડૉ. જોહનેસ ક્લાટ પીએચ.ડી. (બર્લિન) એ નામના વિદ્વાને ખરતરગચ્છ અને તપાગચ્છની પટ્ટાવલીઓ અંગ્રેજીમાં સાર રૂપે લખેલી પ્રકટ થઈ છે. આ પૈકી પહેલીનું ગુજરાતી ભાષાંતર “સનાતન જેન' નામના માસિકનો હું ઉપતંત્રી હતા ત્યારે તેના ૧૯૦૭ના જુલાઈના અંકમાં “ખરતરગચ્છની પટ્ટાવલી” એ મથાળા નીચે, અને બીજીનું તે પત્રના ડિસેમ્બર ૧૯૦૭–ફેબ્રુઆરી ૧૯૦૮ (૫.૩ અંક ૬-૭)માં “તપાગચ્છની પટ્ટાવલી' એ મથાળા નીચે મેં કરેલું પ્રગટ થયું હતું. તેમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરી અનેક ટિપ્પણો મારા તરફથી ઉમેરી આ બંને પટ્ટાવલીઓ તેમજ મેં તૈયાર કરેલી તે બંને ગચ્છની કેટલીક શાખાઓની પટ્ટાવલીઓ અત્ર આપવામાં આવી છે. ડૉ. ક્લાટે ખરતરગચ્છના આચાર્યોની નોંધ લખવામાં ક્ષમાકલ્યાણજીની ખરતરગચ્છ પટ્ટાવલીનો, અને તપાગચ્છના આચાર્યોની નોંધ લખવામાં મુનિસુંદરકૃત ગુર્નાવલી તથા ધર્મસાગરકૃત પટ્ટાવલીનો મુખ્યત્વે આધાર લીધો છે એમ સરખાવતાં માલૂમ પડે છે. દરેક ગચ્છની જુદીજુદી, પટ્ટાવલીઓ છે અને એકએક ગચ્છની પણ જુદાજુદા વિદ્વાનોએ તૈયાર કરેલી જુદીજુદી પટ્ટાવલીઓ છે, છતાં આ પૈકી એક મુનિસુંદરસૂરિકૃત ગુર્નાવલી (પ્ર. શ્રી યશોવિજય ગ્રંથમાલા) સિવાય એકે મૂળ સ્વરૂપે ને અખંડપણે પુસ્તકાકારે હજુ મુદ્રિત થઈ બહાર પડેલ નથી, તે ઓછું શોકજનક નથી. પ્રકાશિની સંસ્થાઓએ આવાં ઐતિહાસિક મૂલ્યવાન સાધનો પ્રત્યે કેવલ ઉપેક્ષા કરી છે તે અક્ષમ્ય ને અસહ્ય છે. અમદાવાદના પુરાતત્ત્વમંદિરના આચાર્ય શ્રી જિનવિજયજીએ પોતાના સૈમાસિક નામે “જૈન સાહિત્ય સંશોધકમાં ખંડ ૨ અંક ૧માં મૂળ સંસ્કૃતમાં ઉપકેશગચ્છની પટ્ટાવલી પ્રકટ કરી છે, તથા પોતે ખરતરગચ્છની સંસ્કૃતમાં ચાર પટ્ટાવલી (કે જેમાં સં.૧૫૮૨ની, તથા ક્ષમા કલ્યાણજીની રચ્ય સં.૧૮૩૦નો સમાવેશ કર્યો છે) અલગ છપાવી છે પણ હજુ તેમાં તે ગચ્છની વિશેષ બેએક પટ્ટાવલીઓ ઉમેરવાની હોવાથી તે પુસ્તક રૂપે બહાર પડી શકી નથી. આશા છે કે થોડા સમયમાં તે પ્રકાશમાં આવશે. ગુજરાતી ભાષામાં તપાગચ્છાદિની પટ્ટાવલીઓ પ્રથમ બહાર પાડવાનો પ્રયાસ ઉપર જણાવેલ “સનાતન જૈન” દ્વારા મેં કર્યો હતો, ત્યાર પછી મેં “જેન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ'ના તંત્રી તરીકે “તપાગચ્છની પટ્ટાવલી વિસ્તૃત રૂપમાં એક હસ્તપ્રત (જરા અધૂરી મળી તેમાંથી અક્ષરશઃ ઉતારી તે પત્રના સને ૧૯૧૫ના પુસ્તક ૧પમાં પ્રકટ કરેલા ખાસ “જેન ઈતિહાસ-સાહિત્ય અંકમાં પૃ.૩૨૮થી ૩૭૩માં પ્રકટ કરી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy