SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ યાત્રા કરી હતી. એમના ઉપદેશથી અનેક ગ્રંથભંડારો સર્જાયા કે પુનરુદ્ધાર પામ્યા. એમણે ‘ષડાવશ્યકવૃત્તિ’ અને ‘ગુણસ્થાનકક્રમારોહ-બૃહવૃત્તિ'ની રચના કરી હોવાની માહિતી મળે છે. એમને નામે મેરુતુંગસૂરિની પટ્ટાવલીના અનુસંધાનરૂપ પટ્ટાવલી મળે છે, પણ એની ઘણી બાબતો સંશોધનીય છે. ‘વૃદ્ધચૈત્યવંદન’ ધર્મમૂર્તિની નહીં પણ વાચક મૂલાની રચના છે અને ‘પ્રદ્યુમ્નચરિત’ એમણે રચી હોવાની વાત પણ સંશોધનીય છે. એમણે ‘ગાહાસલખ્ખણા-વૃત્તિ' રચી હોય એવું જણાય છે. તેમના સમયમાં મૂર્તિ શાખા, ચન્દ્ર શાખા, કીર્તિ શાખા અને વર્ધમાન શાખા નીકળી. ૬૪. કલ્યાણસાગર ઃ લોલાડા ગામના શ્રીમાલી કોઠારી નાનિગ પિતા, નામિલદે માતા, જન્મ સં.૧૬૩૩, મૂલનામ કોડણ. દીક્ષા ધવલપુરે સં.૧૬૪૨, આચાર્યપદ અમદાવાદે ૧૬૪૯, ગચ્છશપદ પાટણે ૧૬૭૦, સ્વ. ભુજ નગરમાં ૮૫ વર્ષની વયે, ૧૭૧૮. ૧૨૬ તેમણે કચ્છના અધિપતિને પ્રતિબોધ આપી આહેડો (શિકાર) મુકાવ્યો. સં.૧૬૭૬માં લાલણ ગોત્રે ઓસવાલ જ્ઞાતિના શા વર્ધમાન પદમસીએ નવ લાખ મહમુદી ખર્ચી આ ગુરુના ઉપદેશથી નવાનગ૨માં મોટો જિનપ્રાસાદ કરાવ્યો. તેમાં ૯૧ મોટાં બિંબ પધરાવ્યાં, ૪૪૧ નાનાં બિંબ ભરાવ્યાં; તથા તે જ શા વર્ધમાન પદમસીએ શત્રુંજય પર મોટું જિનાલય કરાવ્યું ને ત્યાં બીજા સાત દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવી. વળી સં.૧૬૭૫ના વૈશાખ શુદ ૮ રવિવારે નવાનગરવાસી ઓસવાલ જ્ઞાતિ નાગડા ગોત્રના અચલગચ્છના શા રાજસીએ ૫૫૧ જિનબિંબ ભરાવી એક મોટું બાવન જિનાલય ચૈત્ય કરાવ્યું તેમાં પ્રતિષ્ઠા વખતે આ જ આચાર્ય હતા. એક દેરાસર ૫૨ નવ લાખ મહમુદી ખર્ચ્યા તથા ૨૧ પ્રાસાદ બીજા કરાવ્યા તેમાં ચોરાશી લાખ કોરી ખર્ચી. તેમના ઉપદેશથી આગ્રાથી કોરપાલ અને સોનપાલે સમેતશિખરનો સંઘ કાઢ્યો ને ત્યાં વીસે તીર્થંકરનાં પગલાં સમરાવી પ્રતિષ્ઠા કરાવી. તે યાત્રા સં.૧૬૭૧માં થઈ. આ બંને ભાઈઓએ સં.૧૬૭૧માં જ આ સૂરિના હસ્તથી જિનબિંબો પ્રતિષ્ઠિત કરાવ્યાં છે. જુઓ ‘કુરપાલ સોણપાલ પ્રશસ્તિ' એ લેખ પૃ.૨૫થી ૩૫, જૈન સાહિત્યસંશોધક, ખંડ ૨, અંક ૧. તેમના રાજ્યમાં જાતકપદ્ધતિ-વૃત્તિ’ સં.૧૬૭૩માં રચાઈ (જેકોબીનો સંગ્રહ) અને ‘અભિધાન-ચિંતામણિ’પરની ‘વ્યુત્પત્તિરત્નાકર' નામની વૃત્તિ સં.૧૬૮૬માં દેવસાગરે (અ.પુણ્યચન્દ્ર-માણિકચન્દ્ર-વિનયચન્દ્ર-રવિચન્દ્રશિ.) રચી. (જુઓ. વેબર વર્ઝ., ૨, પૃ.૨૫૭). આ સૂરિના શિલાલેખો સં.૧૬૭૫ અને ૧૬૮૩ (જુઓ એપિગ્રાફ્રિકા ઇંડિકા, વૉ.૨, ૩૯), ગે.રે. તેમણે પોતાના શિષ્ય વિનયસાગર માટે ‘મિશ્રલિંગકોશ’ રચ્યો (પ્ર.કા.ભં., છાણી). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy