SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી આવૃત્તિના સંપાદકનું નિવેદન જૈન ગૂર્જર કવિઓ’એ મુખ્યતયા સાહિત્યસૂચિ છે, પણ શ્રી દેશાઈએ એમાં બીજી ઘણી પૂરક સામગ્રી પણ, પ્રસ્તાવના કે પરિશિષ્ટો રૂપે, જોડી છે. બીજી આવૃત્તિના આ પૂર્વે પ્રગટ થયેલા સાત ભાગોમાં સાહિત્યસૂચિ વિસ્તૃત અનુક્રમણિકાઓ સાથે આપવામાં આવી છે. હવે ભા.૮થી ૧૦માં પૂરક સામગ્રીનું પ્રકાશન થાય છે. પહેલી આવૃત્તિમાં પૂરક સામગ્રી આ પ્રમાણે આપવામાં આવેલી : પહેલા ભાગમાં પ્રસ્તાવના રૂપે જૂની ગુજરાતી ભાષાનો સંક્ષિપ્ત ઇતિહાસ; બીજા ભાગમાં પરિશિષ્ટો રૂપે જૈન કથાનામકોશ, જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ તથા રાજાવલી અને ત્રીજા ભાગમાં જૈન ગચ્છોની કેટલીક વધુ ગુરુપટ્ટાવલીઓ ઉપરાંત દેશીઓની અનુક્રમણિકા. આ ગ્રંથમાં દેશીઓની અનુક્રમણિકા તથા જૈન કથાનામકોશ સમાવવામાં આવેલ છે. (બીજી સામગ્રી હવે પછીના બે ગ્રંથોમાં આવશે.) જૈન કથાનામકોશનો બીજો ભાગ આપવાની દેશાઈની ઇચ્છા હતી, પણ એ ફળીભૂત થઈ નથી. આજે તો આનાં અનેક નવાં સાધનો પ્રાપ્ય છે અને આખું કામ નવેસરથી ક૨વાની જરૂર લેખાય. એ થાય ત્યારે. અત્યારે તો અહીં અત્યંત મર્યાદિત પૂર્તિ કરી સંતોષ માન્યો છે. મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં નિર્દેશાયેલી દેશીઓની અને મોટી દેશીઓની એમ બે અનુક્રમણિકાઓ (સૂચિઓ) પ્રથમ આવૃત્તિમાં આપવામાં આવેલી, તે અહીં સમાવાયેલી છે. આ પૂર્વ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તરફથી પ્રકાશિત થયેલી ને ડૉ. હિરવલ્લભ ભાયાણીના માર્ગદર્શન નીચે ડૉ. નિરંજના વોરાએ સંપાદિત કરેલી ‘દેશીઓની સૂચિ'(૧૯૯૦)માં દેશાઈની બન્ને સૂચિઓ સંકલિત થઈને સમાવિષ્ટ થઈ ગઈ છે. એમાં ૭૫ ટકા જૈન ગૂર્જર કવિઓ’ની જ સૂચિ છે ને ૨૫ ટકા થોડાક પ્રકાશિત ગ્રંથોને આધારે કરેલી પૂર્તિ છે. પણ આ પ્રકાશનને કેટલીક ગંભી૨ મર્યાદાઓ વળગેલી છે. અનલ્પ ગણાય એટલી છાપભૂલો ને ખામીભર્યાં વર્ણાનુક્રમની વાત જવા દઈએ, પણ એમાં જૈન ગૂર્જર કવિઓ'ની કેટલીક ઉપયોગી માહિતી ને વ્યવસ્થા છોડી દેવામાં આવી છે એ આશ્ચર્યજનક જ નહીં, ખૂંચે એવું પણ છે. જેમકે, ‘જૈન ગૂર્જર કવિઓ'માં દેશી જ્યાં નિર્દેશાયેલી હોય તે કૃતિનો ઢાળક્રમાંક ને રચનાસમય આપવામાં આવેલો છે. ‘દેશીઓની સૂચિ'માં એ માહિતી છોડી દેવામાં આવી છે. રચનાસમયના નિર્દેશથી જે-તે દેશીનો નિર્દેશ સૌપ્રથમ ક્યારે થયો છે તે જાણી શકાય છે ને તેનાથી કોઈ વાર કોઈ ઐતિહાસિક માહિતી પર પ્રકાશ પડી શકે છે. (દા.ત. અહીં થોભણ અને વલ્લભ ભટ્ટની કૃતિઓના રચનાસમય વહેલા હોવાનું સૂચન, એમની પંક્તિ દેશી તરીકે ઉદ્ધૃત થયાના સમયને આધારે, સાંપડે છે; જોકે દેશી તરીકે ઉલ્લેખાયેલી પંક્તિ મૂળ બે કિવને નામે મળતી હોય ને પંક્તિનો દેશી તરીકે નિર્દેશ એના મૂળ રચનાસમયથી વહેલો મળતો હોય એવા દાખલા પણ ક્વચિત્ મળે છે ને આમાં સંશોધનને અવકાશ છે એમ સમજાય છે, છતાં એકંદરે દેશીનિર્દેશના સમય પર આધાર રાખવામાં કંઈ ખોટું નથી.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy