________________
પ્રથમ પંક્તિનું ઐતિહાસિક સાધન
શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈએ જૈન . સાહિત્ય અને ઇતિહાસના ક્ષેત્રે જે પુરુષાર્થ ર્યો તેને ભગીરથ કહ્યા વિના ચાલે તેવું નથી. આપણો વિદ્યાસંસાર જો ગુણ હોય તો આપણી કોઈ યુનિવર્સિટીમાં એમના નામની શિક્ષાપીઠ સ્થાપવી. જોઈએ.
‘જૈન ગુર્જર કવિઓ'માં સંગ્રહાયેલી સામગ્રીમાં 1 ટકેટલું વૈવિધ્ય છે ! અહીં દર્શન છે, ધર્મ છે,
સંસ્કૃતિ છે, ઇતિહાસ છે, સમાજદર્શન છે અને | ગુજરાતી ભાષાના વિકાસની તો બહુરત્ના ખાણ
| ‘મિરાતે અહમદી'ના પ્રસ્તાવનામાં પ્રસિદ્ધ ઇતિહાસકાર પ્રા. જદુનાથ સરકારે કહ્યું છે કે | ભારતના સર્વ પ્રદેશોમાં ઐતિહાસિક સાધનોની સંખ્યા અને વૈવિધ્યની બાબતમાં ગુજરાત સૌથી
વધુ સમૃદ્ધ છે. આવી ઇતિહાસ-સામગ્રીમાં “જૈન | ગૂર્જર કવિઓ'નું સ્થાન પ્રથમ પંક્તિમાં લેખાય.
પ્રા. શ્રી જયંતભાઈ કોઠારીએ મહાપરિશ્રમ લઈને તેની નવી સંશોધિત અને સંવર્ધિત આવૃત્તિ તૈયાર કરીને ગુજરાતના વિવિધ ક્ષેત્રોના અભ્યાસીઓ
ઉપર ઉપકાર ક્યું છે. દાયકાઓ પહેલાં જેમ 1 મો. દ. દેશાઈએ ભગીરથ સંશોધનપ્રવૃત્તિ કરીને | એનાં મિષ્ટ ફળ ગૂર્જરી સરસ્વતીના મંદિરે ધર્યા
હતાં તેમ એવો જ ભગીરથ સંશોધનયજ્ઞ કરીને જયંતભાઈએ મૂળથીયે વધુ મિષ્ટ એવાં સફળ ગૂર્જરી સરસ્વતીના મંદિરે ધર્યા છે. મહાવીર જૈન વિઘાલયે આ જ્ઞાનયજ્ઞ કરીને અસામાન્ય ગૌરવ ન પ્રાપ્ત કર્યું છે. ' ધનવંત ઓઝા
Brimate & Personal Use Only | ગુજરાત, દીપ
Jain Ede Leation International
www.jainen
. ૨૪૪)