________________
દેશીઓની અનુક્રમણિકા
દેશીનાં ઢાલ, વલણ, ચાલ, દેશી એમ જુદાંજુદાં નામ છે. તે માત્રામેળ તેમજ લોકપસંદ ગીતના ઢાળમાં જુદાજુદા રાગમાં ગવાય છે. કનકસુંદર સં.૧૬૯૭માં રચેલા ‘હરિશ્ચંદ્ર રાસ'ના અંતે કહે છે કે :
રાગ છત્રીશે જૂજુઆ, નિવનિવ ઢાલ રસાલ, કંઠ વિના શોભે નહીં, જ્યું નાટક વિણ તાલ. ઢાલ ચતુર ! મ ચૂકજો, કહેજો સઘલા ભાવ, રાગ સહિત આલાપજો, પ્રબંધ પુણ્યપ્રભાવ.
નીચે દેશીઓ જે કવિની કૃતિની ઢાલમાંથી લીધી છે તે કિવ, તેમની કૃતિ, તેના ખંડ ને ઢાલનો નંબર તથા કૃતિનો રચનાસંવત્ એ કૌંસમાં મૂકીને તેના રાગ સહિત આપી છે; દેશી જેની મૂળ પંક્તિ હોય તેનો ઉલ્લેખ દેશીની સાથે જ કર્યો છે.
[આ નવી આવૃત્તિમાં કેટલીક પ્રકાશિત મધ્યકાલીન કૃતિઓનો ઉપયોગ કરીને તથા નિરંજના વોરા સંપાદિત ‘દેશીઓની સૂચિ'નો લાભ લઈને ઉમેરણો કર્યાં છે, જેનું પ્રમાણ નાનુંસૂનું નથી. નોંધાયેલી દેશીઓના સંદર્ભોમાં ઉમેરા થયા છે તેમજ નવી દેશીઓ, એમના સંદર્ભો સાથે ઉમેરાઈ છે.
શ્રી દેશાઈએ બધી કૃતિઓ પરત્વે એમાં પ્રાપ્ત થતી બધી દેશી નોંધી હોય એમ જણાતું નથી. ઘણે સ્થાને ઢાળક્રમાંક નથી, ને ક્યાંક કૃતિનો સમય નથી. અહીં સમયનિર્દેશ પૂરો પાડવાની કોશિશ કરી છે. ઢાળક્રમાંક તો નવી સામગ્રીમાં પણ બધે આપી શકાયો નથી.
અહીં પ્રતિનિર્દેશો ઘણા ઉમેરાયા છે ને ક્યાંક છાપદોષ, વાચકદોષ સુધારવાનું પણ બન્યું છે. તોપણ દેશીઓમાં ઘણા પાઠદોષ હોવાનું હજી દેખાય છે.
કોઈ વાર ધન્યાશ્રીની, મારુણીની દેશી/ઢાળ' એવા ઉલ્લેખો પ્રાપ્ત થયા છે. પરંતુ આને રાગના જ ઉલ્લેખો માનવાનું અને તેથી અહીં નહીં સમાવવાનું ઇષ્ટ ગણ્યું છે.
દેશાઈએ દેશીઓની અનુક્રમણિકાને છેડે કેટલીક દેશીઓ પરત્વે વધારાના સંદર્ભો નોંધ્યા છે તે અહીં એમને સ્થાને દાખલ કરી દીધા છે. ઉપરાંત મોટી (તથા આખી) દેશીઓની અનુક્રમણિકાની સામગ્રીનો પણ મુખ્ય સૂચિમાં પ્રતિનિર્દેશ કરી દીધો છે – જરૂર લાગી ત્યાં એના સંક્ષિપ્ત રૂપમાં એને દાખલ કરી છે. એથી એક અખંડ સૂચિ હવે ઊભી થાય છે. અલબત્ત મોટી (અને આખી) દેશીઓની અનુક્રમણિકા એમ ને એમ તો રહેવા જ લીધી છે.
શ્રી દેશાઈની વર્ણાનુક્રમણીના કેટલાક પ્રશ્નો છે, જેમકે જોડાક્ષરો એ સાદા અક્ષરની પૂર્વે મૂકે છે (‘સ્વર્ગ’ ‘સ’થી શરૂ થતા શબ્દોમાં સૌથી પહેલાં છે), અનુસ્વારવાળા વર્ણો પણ આગળ રાખ્યા છે ને એમને પાછળના વર્ણ અનુસાર ગોઠવ્યા છે (‘અંતર’ ‘અનંત'ની પહેલાં આવે છે અને ‘અંત’ ‘અંબર’ જુદેજુદે સ્થાને આવે છે). જોડણી ને ઉચ્ચારભેદે પણ સામગ્રી થોડી વિખેરાય છે. આ આવૃત્તિમાં શ્રી દેશાઈએ આપેલા ક્રમાંક એમ ને એમ રાખવાનું વિચાર્યું (કેમકે એનો કાયમી સંદર્ભ તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org