________________
કૃતિઓની વર્ણાનુક્રમણી (સળંગ) જૈન ગૂર્જર કવિઓના યે ભાગોમાં ક્રમાંક સાથે નોંધાયેલી સઘળી કૃતિઓનાં નામોને અહીં વર્ણાનુક્રમે ગોઠવીને મૂક્યાં છે. કૃતિનામની સામેને પ્રથમ અંક તે કૃતિક્રમાંક છે અને બીજો અંક તે ભાગ તથા પૃષ્ટાંક છે. એક જ કૃતિ પરત્વેના એક જ ભાગના અન્ય પ્રકાંક કે અન્ય ભાગપૃછાંક અપવિરામથી જુદાં પડ્યાં છે. પરંતુ એક જ નામની એકથી વધારે કૃતિઓ હોય ત્યારે અર્ધવિરામથી જુદાં પાડીને એમનાં કતિક્રમાંક તથા ભાગ-પૃષ્ઠક દર્શાવ્યાં છે. કેટલેક સ્થાને કૃતિક્રમાંક સાથે વચ્ચે પ્રણવિરામ મૂકીને અન્ય અંક નોંધેલ છે તે જે-તે કૃતિક્રમાંકના પેટામાં આવતા ક્રમાંક છે. પેટમાં નોંધાયેલી કૃતિમાં મૂળ સામગ્રીમાં જ્યાં ક્રમાંક નથી આપવામાં આવ્યું ત્યાં ને અંક મૂક્યો છે (જેમકે ૪૨૬૬.૦ એટલે ક્રમાંક ૪૨ ૬૬ના પેટામાં નોંધાયેલી કૃતિ).
અહીં કેટલાંક કૃતિનામ કૃતિક્રમાંક વિનાના, કેવળ ભાગ-પૃષ્ઠકના નિદેશવાળાં દેખાશે. એ કૃતિના મુખ્ય સૂચિભાગનાં નથી એટલે એ રીતે શોધવાનાં રહેશે નહીં. એ નામે સંપાદકની નેમાંથી કે હસ્તપ્રતોની પુપિકા-નોંધમાંથી શોધવાનાં રહેશે. આમાં બે-ત્રણ પ્રકારનાં નામોને સમાવિશ થયો છે: ૧. જે કૃતિનામો છોડવાનાં થયાં છે ને સંપાદકીય નોંધમાં સાચવી લેવામાં આવ્યાં છે તે, ૨. હસ્તપ્રતોની પુપિકાઓમાં જે-તે હસ્તપ્રતમાં જોવા મળેલી અન્ય કૃતિઓને નિદે શ થયો છે (આમાંની જે કૃતિઓ મુખ્ય વિભાગમાં આવી ગઈ છે તેને અહીં સમાવેશ કર્યો નથી) તેનાં નામો, ૩. અન્ય સાધનસામગ્રીમાંથી કૃતિનાં ઓછાંવધતાં અધિકૃત નામો મળ્યાં છે છે. આ રીતે જે કૃતિઓ નોંધવાની થઈ છે તે જ નામની કૃતિઓ મુખ્ય વિભાગમાં પણ હોય એવું કેટલાક દાખલામાં બન્યું છે. આથી આ કૃતિએની નોંધ અલગ જ રાખવામાં આવી છે. કેવળ ભાગ-પૃષ્ઠકના નિદેશથી એ જુદી તરી આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org