SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન શ્રી જૈન કહેતાબર કોન્ફરન્સ, મુંબઈએ કર્યું હતું. બીજી આવૃત્તિના પ્રકાશન માં લગભગ બે લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય તેમ છે. એ ખર્ચ ઉઠાવવાની જવાબદારી શ્રી મહાવીર જૈન વિદ્યાલયે સ્વીકારી છે. શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સના પ્રમુખ શ્રી દીપચંદભાઈ ગાડીએ આ પ્રકાશન માટે સંમતિ આપી. તે માટે અમે એમનાં તથા શ્રી જૈન શ્વેતામ્બર કોનફરન્સના આભારી છીએ, સ્વ. દેશાઈના સુપુત્ર શ્રી જયસુખભાઈ વગેરે સૌ સ્વજને પ્રત્યે પણ આ પ્રસંગે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. જે ત્રણ વર્ણનાત્મક હસ્તપ્રતસૂચિઓની સામગ્રી અહીં પૂર્તિ રૂપે સમાવી છે તેનાં સંપાદક તથા પ્રકાશકસંસ્થાઓના પણ અમે શું છીએ. જૈન ગૂર્જર કવિઓની આ બીજી આવૃત્તિના પ્રકાશનમાં જે વિદ્વાનોને તથા સંસ્થાઓને અમને તથા સંપાદક છે. જયંતભાઈ કોઠારીને સદભાવભર્યો સહકાર સાંપડ્યો છે તે સર્વે ને અમે આભાર માનીએ છીએ. અમને ખાતરી છે કે આ ગ્રન્થની ઉપયોગિતા ભવિષ્યના. સંશોધકને ઘણુ મોટી રહેશે. આવા સંદર્ભગ્રન્થના વેચાણને બહુ અવકાશ ન હોય એ દેખીતું છે. એટલે જ, માત્ર વિદ્યાપ્રીતિથી પ્રેરાઈને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે કરેલું આ પ્રકાશન, એની સાહિત્યિક સેવા. દ્વારા, સાર્થક નીવડશે એવી અમને પૂરી શ્રદ્ધા છે. આ કાર્યમાં અંગત રસ લઈને વિદ્યાલયના ડાયરેકટર શ્રી કાંતિલાલ કોરાએ ઉત્સાહપૂર્વક જે સેવા આપી છે તે માટે તેમના પણ અમે આભારી છીએ. વિદર્ભોગ્ય ગ્રાના પ્રકાશનની પરંપરા વિદ્યાલયે આરંભથી જ સ્વીકારેલી છે. એમાં આ ગ્રન્થ દ્વારા સુંદર ઉમેરો થાય છે. વિદ્યાલય માટે એ ગૌરવરૂપ બની રહેશે એવી અમને શ્રદ્ધા છે. મુંબઈ ૨૬ ઓગસ્ટ ૧૯૮૬ જયંતીલાલ રતનચંદ શાહ જગજીવન પોપટલાલ શાહ રમણલાલ ચીમનલાલ શાહ મંત્રીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy