________________
29
શાળી નીવડે છે. મોહનભાઈ જે ન જગ્યા હોત તો કદાચ જૈન ગૂર્જર; કવિઓની ઝાંખી કરવા જગતને ૨૧મી સદીની વાટ જરૂર જોવી પડત.
.. સુંઠને ગાંઠિયે ગાંધી જેવા બનેલા સાક્ષરવર્ગમાંના મોટા ભાગને તે આ ગ્રંથનાં પૂરાં પાનાં ફેરવી જવા જેટલું ધિય પણ હેવું કઠણ. છે ત્યારે મોહનભાઈ તે આવા અનેક ભાગો લખી, સુધારી, છપાવી બહાર પાડવાના હજી તે મોટા મનોરથ કરી રહ્યા છે. ભગવતી મૃતદેવતા એમના આ મહનીય મનોરથને સફળ કરવાની શુભ તક આપે. જૈન સાહિત્ય સંસેધક
જિનવિજય ફાલ્ગન સં.૧૯૮૩
આચાર્ય, ગુજરાત પુરાતત્વ મંદિર આવી સેવા બજાવનાર કોઈ નથી - તમારી મહેનત અથાગ છે. તમે જૈન ગુજરાતી સાહિત્યની જેવી સેવા બજાવી છે તેવી જૈનેતર ગુજરાતી સાહિત્યની સેવા બજાવનાર કોઈ નથી. તા. ૨૫-૧૧- ૧૯૬૬
કેશવલાલ હ. ધ્રુવ મારા સામથ્યની બહાર
આવા આકરગ્રંથનું અવલોકન લખવું એ મારા જેવાના સામર્થની. બહાર છે..
નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા આની કદર કેણુ કરી શકે ?
આવા સંગ્રહની કદર સામાન્ય રીતે વાંચનાર કરતો નથી. સંગ્રહની ગણના મૌલિક ગ્રંથથી ઊતરતી કરાય છે પણ આવા શાસ્ત્રીય સંપાદનની કિંમત સાહિત્યમાં ઘણી મોટી છે અને તેની મહેનત તો તે પ્રકારનું કામ કર્યું હોય તે જ સમજે છે. પ્રસ્થાન, દીપોત્સવી અંક ૧૯૮૩
રામનારાયણ વિ. પાઠક અધારી ગુફામાં મશાલ લઈ જનાર
જૈન સાહિત્યકારોએ ગૂજરી વાણીની શીશી સેવા કરી તેની આજ પ્રતીતિ પડે છે. નરસિંહ મહેતાની પૂર્વે પણ પાંચ છ સદીઓ સુધી ગૂર્જર સાહિત્યનું ગૌરવ, મધપૂડામાં મધુ પૂરતી મધમાખીઓની માફક પુષ્કળ જૈન કવિઓ સંઘરી રહ્યા હતા – અને તે કેવળ એક જ દિશામાં નહીં ઈતિહાસ, વાર્તા, કાવ્ય, સુભાષિતા, અલંકારશાસ્ત્રો અને કઠોર વ્યાકરણ: એવી સવદેશીય સાહિત્ય-આરાધનામાં સાધુઓ સુદ્ધાં શામિલ હતા...
તા. ૯-૮-૧૯૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org