________________
26
ઘણે અંશે ફલિત થઈ છે તેથી વીસ વર્ષના મારા પરિશ્રમના ફલ રૂપે તૈયાર થયેલ આ બીજા ભાગની કદર પણ સમસ્ત ગુજરાત એટલે ગુજરાત-મહાગુજરાત અવશ્ય કરશે એવી ખાત્રીભરી આશા છે. આ પ્રકટ. કરવામાં આપણું મહાસંસ્થા નામે શ્રીમતી જૈન વેતામ્બર કૅન્ફરન્સને જેન વે, સમાજ અચૂક ધન્યવાદ આપશે અને તેનું ઋણ ગુજરાતી સાહિત્ય પિતાના અસ્તિત્વ સુધી રહેશે.
પ્રથમ ભાગ અને આ બીજો ભાગ બંને થઈને વિક્રમ તેરમીથી અઢારમી સદીના ગુજરાતી ભાષાના જૈન કવિઓની જે નેધ કરે છે તે પરથી અત્યાર સુધી ગુજરાતી સાહિત્યના પદ્યસાહિત્ય સંબંધી જે જે સિદ્ધાંતા (theories) યા અનુમાને બંધાયાં હતાં તેમાંનાં ઘણાં સ્વતઃ ઊડી જાય છે ને કેટલાંકમાં પરિવર્તન કે વૃદ્ધિ કરવામાં પ્રામાણિકતા સિદ્ધ થાય છે. આ સર્વથી ક્રાંતિકારક સ્થિતિ ઉપસ્થિત થવાથી આશ્ચર્યચકિત થવાનું નથી. જેમજેમ શોધખોળ થતી જાય, ને તેને પરિણામે જૂનું ઉપલબ્ધ થતું જાય તેમ તેમ પૂર્વકાલે વિદ્યમાન ઉપલબ્ધ સામગ્રી અને સાહિત્ય પરથી ઘડેલાં અનુમાનમાં શુદ્ધિ કે હાનિવૃદ્ધિ કરવી જ પડે. એ કુદરતી છે. તેમ કરવામાં સાંપ્રદાયિક મોહ કે પ્રાંતિક યા કેમી અભિનિવેશ અંતરાયભૂત થ ન ઘટે. સાહિત્યની માલેકી સાર્વજનિક છે અને તેને તો ગમે તે સ્થળેથી પ્રાપ્ત થતાં વધાવવું જ જોઈએ.
આ વક્તવ્યને સમર્થન કરતું રા. હીરાલાલ ત્રિ પારેખનું નીચેનું કથન સમસ્ત ગુજરાતના સાહિત્યપ્રેમીઓ લક્ષમાં રાખશેઃ
“જૈન સાહિત્ય અને બ્રાહ્મણ સાહિત્ય, એ સંજોગવશાત પડેલા કૃત્રિમ ભેદ છે. ભાષા અને સાહિત્યની દષ્ટિએ, એ બંને સાહિત્યને પદ્ધતિસર અને ઐતિહાસિક રીતે અભ્યાસ થવાની જરૂર છે; તે પરથી બંને સાહિ-- ત્યની વિવિધતા અને સમૃદ્ધિને પરસ્પર સંબંધ, એકબીજા ઉપર થયેલી અસર, દરેકની વિશિષ્ટતા અને પ્રજાના ઉત્કર્ષ માં દરેકે શે હિસ્સો આપેલો. છે, તે બધાની સરખામણું અને તુલના કરવાનું અને તપાસવાનું, બની આવશે. તેથી એ કૃત્રિમ ભેદને હવે વિશેષ અવકાશ કે ઉત્તેજન ન આપતાં. સઘળું સાહિત્ય એક જ ભાષાસાહિત્યની દષ્ટિએ અવકાય અને તેને યોજનાપૂર્વક અભ્યાસ થાય, એ ઇચછવાયેગ્ય અને ઈટ છે.”
એમ થતાં ગૂર્જર સાહિત્યરૂપી મહાવૃક્ષ અનેક રીતે અને અનેક દિશામાં કૂલ્ફાલ્યું થઈ ભારતના – બલકે જગતના સાહિત્યમાં પિતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org