________________
24
પાસે ગ્રંથભંડાર (નં. ૨), રસુલપરામાં ભાવસાર શ્રાવાથી વહીવટ કરાતા દેરાસરમાં ગ્રંથભંડાર (નં. ૩) અને ત્યાંની સુમતિરત્ન જૈન લાયબ્રેરીમાંના ત્રણુ દાખડા તેના મત્રી અને ખેડા વર્તમાન'ના તંત્રી રા. સેામચંદ પાનાચંદ શેઠની કૃપાથી તપાસ્યા. આ કાર્યમાં મુનિ ભાગ્યરત્નની સહાય ખાસ નાંધવા જેવી છે. તેમના હૃદયપૂર્વક આભાર માનુ છું. (વિશેષ માટે જુએ ‘જૈનયુગ’ના સ’. ૧૯૮૪ના જયેષ્ઠના તથા આષાઢશ્રાવણુના અંકમાં ‘અમારા ખેડાના જ્ઞાનપ્રવાસ' પૃ. ૩૫૪-૩૫૬, ૪૦૧ અ ૪૦૯.) નડિયાદમાં ઑકટોબર ૨૬-૨૮ તારીખે ભરાયેલી નવમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં ભાગ લઈ પછી રાજકોટમાં રા. ગોકુળદાસ નાનજી ગાંધી પાસેનાં હસ્તલિખિત પુસ્તકા પૈકી ઘેાડાંની ઉપયોગી પ્રશ સ્તિએ ઉતારી, (જૈનયુગ, કાર્તિક-માગશર સ.૧૯૮૫ના અંક, અમારી પ્રવાસ' પૃ. ૧૬૩–૧૬૫.)
સં.૧૯૮૫માં કલકત્તાના આગેવાન ભાજીશ્રી પૂરણ્ય૬ નાહર એમ. એ.ખી.એલ.ની કૃપાથી પોતે મહામહેનત અને પુષ્કળ દ્રવ્યના વ્યયથી ત્યાં સ્થાપેલ ગુલાબકુમારી લાયબ્રેરી (વિશેષ માટે જુએ ‘જૈનયુગ’ને સ ૧૯૮૫ના ભાદ્રપદ્મથી ૧૯૮૬ના કાર્તિક સુધીના અંક પૃ.૧૧પ-૧૧૬ )માંથી વૈખરનુ` કૅટલાગ, પાતે કરેલ પ્રશસ્તિસ`ગ્રહ અને કેટલીક પ્રતા પ્રાપ્ત થઈ, તેમાંથી ઉપયાગી તેોંધ કરી લીધી. ઑકટોબરની છૂટીમાં વઢવાણુ કે પવાળા રા. રતિલાલ લખમીચંદ શાહ સાથે ઝીંઝુવાડા જઈ ત્યાં શ્રી ઉમૈદુ-ખાંતિ જૈન જ્ઞાનમ"દિરમાંની હસ્તલિખિત ૪૨૭ પ્રતા પૈકી ભાષામાં લખાયેલ રાસ ચેાપાઈ આદિ જોઈ લીધાં. તેમાંથી મારા સંગ્રહમાં આવેલ રાસ વગેરેથી કાંઈ નવીન ન સાંપડયું, છતાં તેમાં આપેલી લેખક (લહિયા)ની પ્રશસ્તિઓ વગેરે ઉતારી લીધું. (વિશેષ માટે જુએ ‘અમારે જ્ઞાનપ્રવાસ ૧ ઝીંઝુવાડા'એ નામના લેખ જૈતયુગ, ભાદ્રપદ ૮૫-કાર્તિક ૮૬ના અંક પૃ.૧૦૭-૧૧૧, અને આષાઢ-શ્રાવણુ ૧૯૮૬ના અંક પૃ. ૪૨૭-૪૩૦.) ત્યાં છએક દિવસ રહી વીરમગામ સુપ્રસિદ્ધ આગેવાન વકીલ શ્રી ટાલાલ ત્રિકમલાલને ત્યાં ત્રણ દિવસ વાસેા કરી તેમની સહાયતાથી ત્યાંની લાયબ્રેરીની ઘેાડી પ્રતા, તથા સધના ભંડારની પ્રતા જોઈ લીધી.
સ્વ. મુનિશ્રી ભક્તિવિજયજીના શિષ્ય મુનિ જવિજયે મારા પર છૂટકછૂટક અનેક નાની કૃતિએ મેકલી અને તેમના આદેશથી ઇસ્ટરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org