________________
વિષ્ણુ-ભીમકૃત હરિલીલા ષડશકલાના પિતાના વિદ્વત્તાભર્યા વિસ્તૃત ઉપઘાતમાં આ સંગ્રહગ્રંથનો ઉલ્લેખ એવી રીતે કર્યો છે કે “જએ સાક્ષર શ્રી મોહનલાલ દલીચંદે સંયોજન તેમજ સંવિધાનપુર:સર રચી પ્રકટકરેલો મહામૂલે મહાભારત સૂચિગ્રંથ “જૈન ગૂર્જર કવિઓ ભાગ૧લો.”
ઉક્ત પ્રથમ ભાગ છપાવા દરમ્યાન અને છપાયા પછી અત્યાર સુધી આ સંગ્રહને બને તેટલો સંપૂર્ણ કરવા માટે જુદાં જુદાં સ્થળોએ રહેલા ભંડારો જોવા-તપાસવાની સતત મહેનત મારા તરફથી ચાલુ રહી છે. તે ભંડારને અત્રે ઉલ્લેખ કરવામાં આવે છે. સં.૧૯૮૨ની વિજયા-- દશમીએ ખંભાત જવા મુંબઈથી નીકળી ત્યાં દસેક દહાડા સ્થિતિ કરી. ત્યાંના વિજયનેમિસૂરીશ્વર જ્ઞાનમંદિરમાં ભંડાર અને ત્યાંની જૈન, શાળામાં મુનિ શ્રી લાવણ્યવિજયને ભંડાર એ બેમાંના ભાષાની કાવ્ય-- ગ્રંથે – રાસ ચોપાઈ આદિ હસ્તલિખિત ગ્રંથ જેવાની તક મળી હતી અને કેટલુંક નવીન સાહિત્ય મળી આવ્યું હતું. આ માટે શેઠ મૂળચંદ. પાનાચંદ, શેઠ કસ્તુરચંદ અમરચંદ, શેઠ નાનજી અમરચંદ વગેરેને ઉપકાર માનું છું. આ ઉપરાંત ત્યાં રા. હીરાલાલે રા. કેશવલાલ ભગી. લાલ દ્વારા શ્રી શાંતિનાથના મંદિરમાં રહેલ તાડપત્રોના ભંડારનું દર્શન કરવાને સુપ્રસંગે પ્રાપ્ત કરાવ્યું હતું તે માટે તેમને ઉપકૃત છું.
સં.૧૯૮૩ની મેની છૂટીમાં પાટણ શ્રી ભોગીલાલ હાલાભાઈને ત્યાં રહી ત્યાંના ફોફલિયાવાડાના, સંઘના તથા સાગર ઉપાશ્રયના ભંડારો ત્યાં પંદરેક દિન નિવાસ કરી જોયા-તપાસ્યા, તે માટે શેઠ ભોગીલાલને પરમ ઉપકાર સ્વીકારું છું. ત્યાંથી અનેક સામગ્રી ઉક્ત ગ્રંથમાં આવેલ કૃતિઓની ત્રુટિઓ પૂર્ણ કરવામાં મળી. આ સંગ્રહગ્રંથમાં મુકાયેલ કૃતિઓમાં મુખ્યપણે પ્રવર્તક શ્રીમન કાંતિવિજય, જિનવિજય આદિની સહાયથી પાટણના ભંડારમાંની કૃતિઓની અંતિમ પ્રશસ્તિઓ લગભગ આવી ગઈ હતી, ને તેનાં આદિનાં મંગલાચરણે વગેરે નહેતાં લખાવાં. તે અત્ર લખી લેવામાં આવ્યાં અને એ રીતે તે સંગ્રહ એટલે સંપૂર્ણ બની શક્યો. નવીન બહુ જૂજ હતું. વિશેષમાં ગુજરાતનું એક વખતનું છ-સાત વર્ષ સુધીનું પાટનગર, જૈન મુત્સદ્દી અને મંત્રીઓનું કાર્ય-- ક્ષેત્ર અને એક મુખ્ય જૈન શહેર એવું આ પાટણ જોવાનું સદ્દભાગ્ય. પહેલપ્રથમ પ્રાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org