________________
14
તે ઝીણવટથી ઉપયેાગ કરવાને અવસર આવ્યા. એથી એની અનેક ગલીકૂ ચીએની જાણ થઈ ને શ્રી દેશાઈના શ્રમ અને સૂઝ માટે અપાર આદર થયા. સાથેસાથે ગ્રંથની કેટલીક મર્યાદાએ લક્ષમાં આવી અને એમાંની માહિતી સુધારવાના પ્રસંગો પણ આવ્યા. અમને લાગ્યું કે આ ગ્રંથનું માત્ર પુનર્મુદ્રણ ન કરવું જોઈએ, એની પુનઃસયેાજિત પરિશાષિત આવૃત્તિ જ પ્રગટ કરવી જોઈએ. એથી આ મૂલ્યવાન ગ્રંથની મૂલ્યવત્તા આર વધશે અને ખીજી આવૃત્તિની અનિવાર્યતા સિદ્ધ થશે. પણ આમ કરવા જતાં કામ જટિલ અને અને થાડું વધારે ખર્ચાળ પણ બને. હિસાબ માંડતાં લગભગ બે લાખ રૂપિયાના અંદાજ થયા. આ સાહસ ટાણુ કરે? શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આ ખીડું ઝડપ્યું. જૈન સાહિત્ય સમારાહ'ની પ્રણેત્રી સસ્થા આ જવાબદારી માથે લે એમાં પરમ ઔચિત્ય પણ હતું. આ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે.
જૈન ગૂર્જર કવિઓ'ના આ પુનઃસ`સ્કરણમાં ડૉ. રમણુલાલ શાહની વિદ્યાપ્રીતિએ ધણા મહત્ત્વને ભાગ ભજવ્યો છે. એમણે કેટલાંક ઉપયોગી સૂચના પણ કર્યાં, અન્ય વનાત્મક સૂચિમાંથી જે પૂતિ કરવામાં આવી છે તે એમના સૂચનને આભારી છે. પુનઃસ`પાદનની નીતિરીતિ અંગે ડૉ. હરિવલ્લભ ભાયાણીના પરામર્શનના સતત લાભ મળ્યા છે અને એમણે મુદ્રિત કરમા જોઈ જવાની તકલીફ ઉડાવી શુદ્ધિ પણ સૂચવી છે. કેટલાક સક્ષેપાક્ષરાની ઓળખ નક્કી કરવામાં લક્ષ્મણભાઈ ભેાજકની જાણકારી ઉપયાગમાં આવી છે. કીર્તિદા જોશીએ સંપાદનનો શ્રમભરેલી કામગીરીમાં મને સહાય કરી છે. આ સૌના હું ઋણી છું.
જેમના ગુજરાતી સાહિત્યદેશ'ની સામગ્રીના અહી શુદ્ધિવૃદ્ધિ માટે આધાર લેવામાં આવ્યા છે એ ગુજરાતી સાહિત્ય પરિષદ, ‘જૈન ગૂર્જર કવિઓ'ના પુનઃસ`સ્કરણ માટે સતત જિજ્ઞાસા બતાવી મને પ્રેરનાર મુનિીં પ્રદ્યુમ્નવિજયજી અને શીલયન્દ્રવિજયજી, પહેલા ભાગની એકએક નકલ ફાજલ પાડી આપનાર ગુજરાતી સાહિત્ય પરિષદના નિયામક ડો. ચંદ્રકાંત ટાપીવાળા અને પાલનપુરનું શ્રી વીર વિદ્યોત્તેજક પુસ્તકાલય -- આ સૌના સદ્ભાવભર્યાં સહકારનું પણ સુખદ સ્મરણ થાય છે.
જય ત કાડારી
અમદાવાદ
૧ આગસ્ટ ૧૯૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org